અંધવિશ્વાસની પરાકાષ્ઠા, માતા-પિતાએ એક મહિનાના બાળકને સાધુ બનાવવા એવું કર્યું કે માનવતાની એકેય હદ બાકી ન રાખી

આપણા દેશમાં એવી પરિસ્થિતિ છે કે લોકો લાગણી અને ધર્મના નામે બધું જ કરી નાખે છે. ત્યારે અંધ વિશ્વાસ પણ લોકોના મનમાં દુષણની જેમ પેસી ગયો છે અને નીકળવાનું નામ નથી લેતો. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો વાત કરીએ આ અનોખા કિસ્સા વિશે. ઘણા લોકોને આપણે જોયા છે જેમનું સંસારમાં મન ના લાગવાના કારણે તે વૈરાગ્ય તરફ વળી જતા હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

image source પ્રતીકાત્મક ફોટો

જો આ કિસ્સામાં શું છે એના વિશે વાત કરવામાં આવે તો એક માતા પિતાએ અંધવિશ્વાસમાં આવીને પોતાના એક મહિનાના બાળકને દીક્ષા લેવા માટે સોંપી દીધું હતું. વિગતે વાત કરવામાં આવે તો મળતી માહિતી પ્રમાણે હાંસી સમાધા મંદિરમાં એક મહિનાના બાળકને સાધુત્વ માટે દાન કરી દેવાનો કસ સામે આવતા જ હાહાકાર મચી ગયો છે.

મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને અને મહંતોની હાજરીમાં જ નવજાત બાળકને મંદિરના ગાદીપતિને સોંપવાનો વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. જેના બાદ પોલીસ હરકતમાં આવી અને અંધવિશ્વામાં ડૂબેલા માતા પિતા અને મંદિરના મહંતને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા.

જો પછીની વાત કરવામાં આવે તો પોલીસ કાર્યવાહીની ધાક જોઈને માતા પિતાએ બાળકને મંદિરમાંથી પાછું લઇ લીધી અને તેની દેખરેખર રાખવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ લોકો વિચારી રહ્યા છે કે આખરે આવું કેમ થતું હશે અને એક માતા પિતા આટલી હદ સુધી કેમ જતાં હશે. જો કે આ પ્રથમ ઘટના નથી.

સમાધા મંદિરમાં કેટલાક લોકો પોતાની માનતા પુરી થવા ઉપર બાળકોને પહેલા પણ દાન આપી ચુક્યા છે. 7 એપ્રિલના રોજ ત્રીજા બાળકને મહંતને સોંપવામાં આવ્યું હતું. ડડલ પાર્ક નિવાસી ફ્રૂટ વેપારીએ પોતાના એક મહિનાના બાળકને મંદિરમાં ચઢાવ્યું હતું.

image source

આ બધી વિધીની વાત કરવામાં આવે તો મંદિરના મહંતો અને પરિવારના સદસ્યોની હાજરીમાં બધા જ રીતિ રિવાજ સાથે બાળકનું નામકરણ નારાયણ પુરી કરી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ મામલાની જાણ થતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બંને પક્ષો તરફથી મોટી સંખ્યામાં લોકો સીસાય પોલીસ ચોકી પહોંચી ગયા. પોલીસે પરિવારને કાનૂની ધારાઓથી અવગત કરાવતા પરિવારના સદસ્યોને સમજાવ્યા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!