જાણો 42 લાખની આ પાણીની બોટલોની અવનવી ખાસિયતો વિશે, જે વાંચીને તમને પણ લાગશે નવાઇ

આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું મહત્વનું હોય છે. જયારે આપણને તરસ લાગે છે અને ત્યારે જો આપણને પાણી નથી મળતું તો આપણને એવું લાગવા લાગે છે કે, હમણાં જ જીવ નીકળી જશે. આ બાબતે એક રીસર્ચ પણ કરવામાં આવી છે.

image source

આ રીસર્ચના પરિણામ સ્વરૂપ સામે આવ્યું છે તે પ્રમાણે મનુષ્યનું શરીર કોઇપણ પ્રકારનું ભોજન કર્યા વગર ચાર અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. પરંતુ મનુષ્યનું શરીર પાણી વગર ફક્ત ચાર દિવસ સુધી જ જીવિત રહી શકે છે. સામાન્ય રીતે આપણે જયારે ઘરની બહાર જઈએ છીએ કે પછી ટ્રેનમાં મુસાફરી દરમિયાન કે પછી બસમાં મુસાફરી કરવા દરમિયાન આપણે પોતાની સાથે એક પાણી બોટલ ઘરે લઈને નીકળી છીએ કે પછી બહાર બજારમાં મળતી ૨૦ કે ૨૫ રૂપિયાની પાણીની બોટલ ખરીદી લઈએ છીએ.

image source

આપણને આ નાની કીમત પણ ખુબ જ વધારે લાગે છે. પરંતુ આજે અમે આપને આ લેખ દ્વારા એક એવી પાણીની બોટલ વિષે જણાવીશું જે ખુબ જ મોઘી છે એટલી મોઘી કે આપ વિચારી પણ નહી શકો. આપણે સામાન્ય રીતે સારી ગુણવત્તા વાળું પાણી એટલે વધુમાં વધુ મિનરલ વોટર આવું જ કઈક વિચારીએ છીએ પણ આજે અમે આપને ખાસ ગુણવત્તા યુક્ત પાણી વિષે જણાવીશું.

એકવા ડિ ક્રિસ્ટેલિયો ટ્રીબુટો એ મોદીગિલાની :

image source

એકવા ડિ ક્રિસ્ટેલિયો ટ્રીબુટો એ મોદીગિલાનીની એક બોટલ પાણીની કીમત $ ૬૦૦૦૦ છે. આ એક બોટલની કીમત ભારતીય રૂપિયામાં અંદાજીત કીમત ૪૨ લાખ રૂપિયા જેટલી થાય છે. આ પાણીને ફ્રાંસ અને ફીજીના વોટર સ્પ્રિંગ માંથી કાઢવામાં આવે છે. આ પાણીની બોટલને પાઉલો ડી વિરાજીએ બનાવી હતી. આ પાણીમાં ૨૫ ગ્રામ સ્વર્ણ ભસ્મને ભેળવવામાં આવે છે. આ પાણીની બોટલને ૨૪ કેરેટ સોનાની મદદથી સજાવવામાં આવે છે. આ બોટલમાં બીજી ઘણી વેરાઈટીઝ પણ મળે છે.

image source

જેમ કે, હીરા, પ્લેટીનમ અને ચાંદી. આ પાણી બનાવનાર કંપનીને ખુબ જ દુર સુધીની લાંબી યાત્રા કરવાની હોય છે અને સૌથી ચોખ્ખું પાણી જ આપવાનું હોય છે આ કારણથી જ આ પાણીની એક બોટલ આટલી મોઘી હોય છે. જો કે, કંપનીને પાણી બનાવવામાં વધારે ખર્ચ આવતો નથી કેમ કે, આ કંપની એકસાથે જ ખુબ બધું પાણી બનાવે છે. આ પાણીને પીવાથી આપણા શરીરના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે અને માનસિક તણાવ ઓછો કરે છે. આ પાણીને પીવાની સાથે જ આપના શરીરની ચરબી અને ફેટ ઓછા થવા લાગે છે.

Source : DailyHunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત