20 વર્ષથી બંધ પડેલી આ બંજર જેવી હવેલીની કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ, જાણો માલિકનું નામ પણ

ઓસામા બિન લાદેન, જૂની પેઢીના મોટાભાગના લોકો આ નામથી વાકેફ હશે પણ લગભગ નવી પેઢી આ નામથી કદાચ પરિચિત ન હોય તેવું બની શકે. કારણ કે જ્યારે નવી પેઢીનો ઉદય થયો ત્યારે આ નામ અને આ નામધારી વ્યકતિ બન્નેનો અસ્ત થયો હતો. એક સમયે અમેરિકા પણ જેના ભયથી થરથર કાંપતુ હતું તે ઓસામા બિન લાદેનને ઉભો કરવામાં પણ ખુદ અમેરિકાનો હાથ હતો. ખેર, હવે આ બધી જુની વાતો થઈ ચુકી છે પરંતુ અહીં આપણે આ ચર્ચા એટલા માટે કરીએ છીએ કારણ કે તેના ભાઈની એક હવેલી હાલ વેંચવામાં આવી રહી છે અને આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

image source

વિગતથી વાત કરીએ તો ઓસામા બિન લાદેનનાં ભાઈ ઇબ્રાહિમ બિન લાદેનની એક મોટી હવેલી હાલ વેંચાય રહી છે. આ હવેલી અમેરિકાના લોસ એન્જેલેસમાં આવેલી છે અને આ શાનદાર હવેલી છેલ્લા 20 વર્ષથી બંધ પડી હતી. ઓસામા બિન લાદેનનાં ભાઈ ઇબ્રાહિમ બિન લાદેનની આ હવેલીનો વેંચવામાં આવી રહી છે તે બાબતના સમાચાર વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે અને કદાચ તમને જાણીએ નવાઈ પણ લાગશે કે આ શાનદાર હવેલીની કિંમત અંદાજે 2 અબજ ડોલર જેટલી થાય છે.

image source

અસલમાં અમેરિકામાં આવેલું લોસ એન્જેલેસ શહેર અમેરિકાના મોંઘા શહેરો પૈકી એક ગણાય છે અને આ શહેરમાં આવેલી ઉપરોક્ત હવેલીને વર્ષ 1983 માં ઓસામા બિન લાદેનનાં ભાઈ ઇબ્રાહિમ બિન લાદેને ખરીદી હતી. જ્યારે તેણે આ હવેલી ખરીદી ત્યારે તેની કિંમત અંદાજે 20 લાખ ડોલર એટલે કે 1.48 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ છેલ્લા 20 વર્ષ જેટલા સમયથી આ હવેલી એમને એમ ખાલી પડી છે અને ત્યાં કોઈ રહેતું પણ નથી.

image source

હવેલીના ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો આ હવેલી બે એકર જમીન પર બનેલી છે. એટલું જ નહીં આ હવેલી લોસ એન્જેલેસની પ્રસિદ્ધ હોટલ બેલ એયર અને બેલ એયર કન્ટ્રી કલબથી ચાલીને જઇ શકાય તેટલા અંતરે આવેલી છે. આ કારણે તેની કિંમત આટલી વધારે હોવી પણ યોગ્ય છે. મીડિયા અહેવાલો પ્રમાણે જ્યારે 2001 માં અમેરિકા પર મોટો હુમલો થયો હતો ત્યારબાદથી ઓસામા બિન લાદેનનાં ભાઈ ઇબ્રાહિમ બિન લાદેને અહીં રહેવાનું બંધ કરી દીધું હતું.

image source

આ હવેલીના નિર્માણની વાત કરીએ તો તેને વર્ષ 1931 માં બનાવવામા આવી હતી. હવેલીમાં સાત બેડરૂમ અને પાંચ બાથરૂમ છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે ઓસામા બિન લાદેનનો ભાઈ ઇબ્રાહિમ બિન લાદેન તેની પત્ની ક્રિસ્ટિન સાથે અહીં રહેતો હતો પણ બાદમાં 9/11 ના હુમલા બાદ તેણે આ હવેલી છોડી દીધી હતી.