સંજીવની બુટ્ટીથી ઓછું નથી આ ફૂલ, મળી જાય તો તરત જ લઈ લેજો, થશે કમાલ

આપણી પ્રકૃતિમાં અનેક એવા છોડ છે જે આપણને કોઈ ને કોઈ રીતે મદદ કરતા રહે છે. તેમનામાં અનેક એવા ખાસ ગુણો છે જેને વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. જેના કારણે આપણે તેનો ખાસ ઉપયોગ કરી શકતા નથી. આજે અમે આપને આવા એક ખાસ અને ગુણકારી છોડને વિશે જણાવીશું. જેનો તમે ખાસ રીતે ઉપયોગ કરી શકો છો.

image source

હા આજે આપણે વાત કરી રહ્યા છીએ આંકડાના છોડ અને તેની પર આવતા સફેદ અને જાંબલી ફૂલની. એક રીતે તો આંકડાના છોડના ઉપાયોગથી લોકો ડરે છે.તેના પાન તોડવાથી જે દૂધ નીકળે છે તે નુકસાન દાયી માનવામાં આવે છે. આા છોડ નુકસાન દાયી હોવાની સાથે સાથે હેલ્થ માટે ગુણકારી પણ છે. ભગવાન શિવની પૂજામાં આ આંકડાના ફૂલને ચઢાવવામાં આવે તો પૂજાનું ફળ વધે છે અને સાથે જ ભોલેનાથ તમારા પર પ્રસન્ન પણ થાય છે. તમારી દરેક મનોકામના ઝડપથી પૂરી થાય છે. આંકડાના આ ખાસ ફૂલને સંજીવની બુટ્ટીની સાથે સરખાવાયું છે. જો તમને ક્યાંય પણ આ છોડના ફૂલ મળી જાય તો તમે તેને લેવાનું ચૂકશો નહીં. તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

image source

તમે નહીં જાણતા હોવ પણ જો તમે વીંછીં પણ કરડી ગયો હોય તો તેની પીડા ખેંચી લેવામા આ છોડ કામનો છે. જ્યારે વીંછીં ડંખ મારે તો તમને અસહ્ય દર્દ થાય છે, આ સમયે આંકડાના પાનને તોડીને તેમાંથી જે દૂધ નીકળે તેને ડંખ પર ઘસવાથી આરામ મળે છે. જો તમને કોઈ ઘા થયો હોય અને તે પાકી ગયો હોય તો પણ તે જગ્યાએ સરસિયાનું તેલ લગાવી લો. આ પછી ઘા ફૂટી જશે અને તેમાની ગંદગી બહાર આવી જશે. હવે ઘા સૂકાઈ જશે. આ સિવાય તેના મૂળ અને કાંડીને સાથી પીસીને લગાવી લેવાથી અંડવૃદ્ધિ, હાથ- પગ અને અન્ય કોઈ અંગમાં સોજા હોય તો રાહત મળે છે.

image source

આ ફૂલનો કે છોડનો ઉપયોગ કરતી સમયે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી રહે છે. આ છોડ જેટલો લાભદાયી છે તેટલો જ નુકસાન દાયી પણ છે. તેના સફેદ અને જાંબલી બંને રંગના ફૂલો ભાગ્યે જ જોવા મળતા હોય છે. તેનું ખાસ મહત્વ હોવાના કારણે તેને તે જ સમયે લઈ લેવા યોગ્ય છે. જો તમે તેને કોઈ અન્ય કામમાં ઉપયોગમાં લેવા ન ઈચ્છતા હોય તો શિવજીને ચઢાવી આવો તે ઉત્તમ ઉપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત