આ રીતે કરશો પ્રેશર કૂકરનો ઉપયોગ તો ફાટવાનો ખતરો ઘટશે અને ગેસ અને સમય પણ બચશે

પ્રેશર કૂકરનો ઉપયોગનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. શાક હોય કે દાળ બનાવવી હોય કે પછી ક્યારેક ચોખા કે ખીચડી બનાવવામાં પણ આપણે કૂકરનો ઉપયોગ કરીએ છીએ. તેના ઉપયોગથી સમયની બચત થાય છે. પણ શું તમે જાણો છો કે તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરાય તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આજે અમે જણાવી રહ્યા છીએ કે પ્રેશર કૂકરનો ઉપયોગ કઈ રીતે કરવાથી ફાયદો થઈ શકે છે.

પાણી વિના કૂકરનો ઉપયોગ ન કરો

image source

કૂકરનો ઉપયોગ રોજ ગૃહિણીઓ શાક અને દાળ બાવવા કરે છે. આ સમયે ધ્યાન રાખો કે તેમાં પાણીનું પ્રમાણ બરોબર હોય. પાણી વિના કૂકરમાં કોઈ ચીજ બનતી નથી અને સાથે આ કારણ છે કે તે સૂકા કૂકરના ફાટવાની શક્યતા પણ વધારે રહે છે.

કૂકરને ક્યારેય જબરદસ્તી સાથે ન ખોલો

image source

એક વાર કૂકરની અદરની ચીજ ચઢી જાય તો કૂકરને ગેસ પરથી ઉતારી લો. આ પછી તેને ખોલવામાં ઉતાવળ ન રાખો. કૂકરને પહેલા ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને આરામથી ખોલો. આવું એટલા માટે કે જો તમે કૂકરને પહેલા ખોલવાી કોશિશ કરો છો તો તેની વરાળથી તમે બળી શકો છો કે દાઝી શકો છો.

રબરને 3 મહિના બાદ બદલો

image source

કૂકરના રબરને દર 3 મહિનામાં બદલી લેવાની જરૂર રહે છે. કેમકે વધારે ઉપયોગથી કૂકરનું રબર ઘસાઈ શકે છે. તેનાથી કૂકરમાં પ્રેશર બનવાનું પણ ઓછું થઈ જાય છે. આ સાથે તમારું ખાવાનું ઝડપથી ચઢી શકતું નથી. આ સમયે કૂકરના ફાટવાનો ડર રહે છે અને સાથે કૂકરના ઉપયોગ સમયે ગેસ પણ વધારે વપરાય છે.

પ્રેશર કૂરકમાં ક્રેક હોય તો ભૂલથી પણ ન કરશો ઉપયોગ

image source

અનેક વાર એવું બને છે કે વધારે લાંબા સમયથી યૂઝ કરવાના કારણે તમારા કૂકરમાં ક્રેક આવી જાય છે. આ પછી પણ લોકો તેનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ આવું કરવાનું હાનિકારક હોઈ શકે છે. આ માટે સારું એ છે કે કૂકરમાં ક્રેક આવે તો તેને બદલી લો અને યૂઝ કરવાનું ટાળો.

સારી રીતે કૂકરને સાફ રાખો

આમ તો આપણ સૈ આણી રીતે કૂકરને સાફ રાખીએ જ છીએ પણ જરૂરી છે કે ખાસ કરીને કૂકરની સીટીને પણ સાફ કરવામાં આવે અને રિંગને પણ રોજ સાફ કરવામાં આવે. કૂકરની સીટીમાં કંઈ ફસાઈ જશે તો પણ કૂકરના ફાટવાની શક્યતા વધી જાય છે.