રાજપીપળાના વિહાર મોદી બન્યા ઈન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાના મેમ્બર બન્યા

ગુજરાતીઓ જે પણ હશે ત્યાં એવું કામ ચોક્કસથી કરે છે કે જેનાથી રાજ્ય અને દેશનું ગૌરવ વધે. વિદેશની ધરતી પર ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધારનાર ગુજરાતીઓમાં વધુ એક નામ ઉમેરાઇ ચૂકયું છે. આ વ્યક્તિ છે રાજપીપળાના વિહાર મોદી

image source

ઓસ્ટ્રેલિયામાં સબ એમાં પાર્ટ ટાઈમ નોકરી કરીને કારકિર્દીની શરૂઆત કરનાર યુવાને તેની મહેનતના જોરે થોડા જ વર્ષોમાં બિઝનેસમાં પોતાનો પગ જમાવી લીધો. વિહાર મોદીએ રાજપીપળામાં જ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા રવાના થયા. ઓસ્ટ્રેલિયા માં એડિથ કોવાન યુનિવર્સિટીમાં તેમણે એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું ત્યારબાદ તેમાં પણ નોકરી કરવાની શરૂઆત કરી.

image source

વર્ષ 2016 પૂર્ણ થતા વિહાર મોદીએ પોતાનો બિઝનેસ શરૂ કરવા નોકરી છોડી અને તેમણે તેમની કારકિર્દીની નું સૌથી મોટું જોખમ લીધું. જો કે આજે તેઓ પોતે પણ માને છે કે આ જોખમ ભરેલો નિર્ણય તેમના માટે યોગ્ય સાબિત થયો. એક વર્ષ સુધી તેમણે ઓપરેશન અનુભવ લીધા બાદ વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાના પર્થ માં પહેલો સ્ટોર ખોલ્યો. ત્યાર પછીના ત્રણ વર્ષમાં તેમણે વ્યવસાયિક કુશળતા શીખી લીધી. બે વર્ષ અનુભવ મેળવ્યા બાદ વર્ષ 2019 માં તેમણે પોતાનો બિઝનેસ વધારવાનું નક્કી કર્યું અને તેના માટે મહેનત શરૂ કરી દીધી.

image source

પરિણામ એ આવ્યું કે 2020 માં તેમણે વધુ બે સ્ટોર ખોલ્યા અને તેમનું ટર્નઓવર એક વર્ષમાં 300 ટકા વધી ગયું. હાલ તેઓ વધુ બે સ્ટોર નું નિર્માણ કરી રહ્યા છે જે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. આ સિદ્ધિના કારણે તેમને ખાસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે

image source

નાના બિઝનેસના અવોર્ડ માટે પસંદગી પામેલા વિહાર મોદી જણાવે છે કે તેમણે ટર્નઓવરમાં 300 ટકા વૃદ્ધિ સાથે જબરદસ્તી પ્રગતિ કરી છે. આ રીતે વિદેશની ધરતી પર વિહાર મોદીએ બિઝનેસમાં પગ જમાવી ભારતનું ગૌરવ વધારી દીધું છે. હવે તેમણે કરેલી પ્રગતિ માટે ઓસ્ટ્રેલિયામાં તેમને ખાસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવનાર છે.