તનીષા મુખર્જીએ આર્યન ખાનની ધરપકડને ગણાવી શોષણ, કહ્યું કંઇક આવું કે લોકો વિચારમાં પડી ગયા
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્રની જામીન અરજી પરનો નિર્ણય સતત સ્થગિત કરવામાં આવી રહ્યો છે. 8 ઓક્ટોબરે મુંબઈની કિલા કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, એ પછી તેના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. 13 ઓક્ટોબરના રોજ અહીં સુનાવણી યોજાઈ હતી જે આજે પણ ચાલુ રહેશે. એ દરમિયાન, જ્યા સોશિયલ મીડિયા પર આર્યન ખાનને જામીન ન આપવા માટે #NoBailOnlyJail હેશટેગ ટ્રેન્ડ થયો હતો, તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો આર્યન ખાનના સમર્થનમા ઉતર્યા હતા. હવે આ સેલેબ્સમાં તનિષા મુખર્જીનું નામ પણ સામેલ થઈ ગયું છે.
તાજેતરમાં જ એક વાતચીતમાં તનિષા મુખર્જીએ આર્યન ખાનની ધરપકડને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે, ‘મને સ્પષ્ટપણે લાગે છે કે આર્યન ખાનનો કેસ, આ એક શોષણ છે. એક બાળકને મીડિયા ટ્રાયલમાં મૂકવામાં આવ્યો છે. આ વાસ્તવિક પત્રકારત્વ નથી, તેને માત્ર સંવેદનાવાદ અને બોલિવૂડ બેશિંગ કહેવામાં આવશે. દુર્ભાગ્યવશ, લોકો સ્ટાર્સ પર એ કહીને કઠોર થઈ જાય છે કે સ્ટાર કિડ્સ હોવાના આ ફાયદા અને નુકશાન છે, શું તે ખરેખર છે? તે સ્પષ્ટ છે કે તેમને કોઈ દયા નથી.
આગળની વાતચીતમાં તનિષા મુખર્જીએ કહ્યું, ‘આ દેશ આપણા બધાનો છે અને લોકોએ પુરાવા જોઈને વધુ બુદ્ધિશાળી બનવું જોઈએ. લોકોએ વિચારવું જોઈએ કે જો મારા બાળક સાથે આવું થયું હોત તો શું થયું હોત. હું શું કરીશ? શું આ ન્યાય છે
આ સેલેબ્સ આવ્યા હતા આર્યનના બચાવમાં
તનિષા મુખર્જી પહેલા, રિતિક રોશન, તેની પત્ની સુઝેન ખાન, આલિયા ભટ્ટ, સુનીલ શેટ્ટી, પૂજા ભટ્ટ, સોનુ સૂદ, જોની લીવર, હંસલ મહેતા, તાપસી પન્નુ, ઝોયા અખ્તર, સુચિત્રા કૃષ્ણમૂર્તિ જેવા ઘણા બોલિવૂડ સેલેબ્સ શાહરુખ ખાનના સમર્થનમાં આવ્યા હતા અને આર્યન ખાનના સ્પોર્ટમાં ઉતરી ચુક્યા છે
#NoBailOnlyJail ટ્વિટર પર ટ્રેન્ડ થયું
મુંબઈની સેશન્સ કોર્ટમાં 13 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન, હજારો સોશિયલ મીડિયા યુઝર્સ આર્યનની બેલ સામે #NoBailOnlyJail ના સમર્થનમાં આવ્યા. આ હેશટેગ ભૂતકાળમાં સતત ટ્રેન્ડ કરી રહ્યો હતો. આર્યનની જામીનની સુનાવણી આજે થશે.
તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુંબઈથી ગોઆ જતા એક ક્રુઝમાંથી રેવ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે.