ખેડૂતોના ખાતામાં હવે 2000ને બદલે જમા થશે 4000

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે સૌથી સારા સમાચાર તહેવાર ટાળે આવ્યા છે. લાભાર્થી ખેડૂતોને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર ટુંક સમયમાં લાભાર્થી ખેડૂતોને આ મોટી ભેટ આપી શકે છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની ધનરાશિને બમણી કરવા વિચાર કરી રહી છે. તેવામાં જો આ અંગે નિર્ણય કરવામાં આવ્યો તો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાને બદલે 12,000 રૂપિયા 3 હપ્તામાં મળી શકે છે.

image source

જણાવી દઈએ કે પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયા જમા થાય છે. આ પૈસા 3 હપ્તામાં જમા કરવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિને એક હપ્તો આવે છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બિહારના કૃષિ મંત્રી અમરેંદ્ર પ્રતાપ સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમનની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને બમણી કરવા ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકાર તેના પર વિચારી રહી છે.

image source

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીને 9મા હપ્તાના લાભાર્થીની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકો છો. આ યાદી સમયાંતરે તેની સત્તાવાર વેબસાઈટ પર અપડેટ કરવામાં આવે છે. તેમાં તમારું નામ છે કે નહીં તે આ રીતે ચેક કરી શકાય છે.

કઈ રીતે ચેક કરવું નામ યાદીમાં ?

image source

સૌથી પહેલા પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ pmksan.gov.in પર જવું, ત્યારબાદ ફાર્મર કોર્નર પર જવું અને ત્યાં લાભાર્થીઓની યાદી ચેક કરવી. અહીં લિસ્ટ તમારી સામે ખુલશે. તેમાં લાભાર્થીએ તેનું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરવું. ત્યારબાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ લાભાર્થીઓની યાદી તમારી સામે આવી જશે. આ યાદીમાં સર્ચ કરી લેવું.

ફોન પર જાણકારી મેળવવાની રીત

image source

જો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંગે તમારે ફોન પર માહિતી મેળવવી હોય તો તેના માટે લેન્ડલાઈન નંબર 011 – 23381092 અને 23382401, ટોલ ફ્રી નંબર 18001155266 અને હેલ્પલાઈન નંબર 155261, 0120 – 6025109 પરથી જાણકારી મેળવી શકાય છે.