ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રાખવા માટે કચરા પોતુ કરતી સમયે રાખો ખાસ ધ્યાન, ન કરશો આ ભૂલો

આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખવાથી સમૃદ્ધિની સાથે સાથે પરિવારની હેલ્થ પણ સારી રહે છે. આ કારણે દરેકના ઘરમાં રોજ કચરા પોચું કરવામાં આવે છે. આ સિવાય જો તમે ઘરમાં કચરા પોતું કરીને તેને સ્વચ્છ રાખવાની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો તમે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખઈ લો તે જરૂરી છે. શાસ્ત્રો અનુસાર ઘરને મહાલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કચરો દરિદ્રતા રૂપી ગંદગીને ઘરની બહાર કાઢે છે.

image source

આ સિવાય જ્યારે ઘરના દરેક ખૂણામાં સફાઈ રહે છે ત્યારે અહીંનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે અને સાથે તેનાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. આ સિવાય જાણો કચરા પોતું કરતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખી લેવાથી સમૃદ્ધિ કાયમ રહે છે.

ઉલ્લેખનીય છે કે કચરાથી ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.

ઘરમાં સાવરણીને કઈ રીતે રાખવી તે જાણવું પણ જરૂરી છે. કોઈ ખુલ્લી જગ્યાએ સાવરણની રાખવાનું અપશુકન માનવામાં આવે છે. એવામાં તમે ઘરમાં સાવરણીને છુપાવીને રાખો તે ખાસ જરૂરી છે.

image source

મહિલાઓ માટે અનેક નિયમો હોય છે અને તેની પાછળ ખાસ માન્યતા પણ હોય છે. જો તમે ઘરની સમૃદ્ધિ જાળવી રાખીને આર્થિક તંગીને દૂર કરવા ઈચ્છો છો તો તમે હંમેશા નહાઈને જ રસોઈમાં જવાનો આગ્રહ રાખો તે જરૂરી છે. માનવામાં આવે છે કે રસોઈ્માં માતા અન્નપુર્ણા દેવીનો વાસ હોય છે. તેથી તેને મંદિર સામાન પણ માનવામાં આવે છે. એવામાં જો મહિલાઓ કિચનમાં સ્નાન કર્યા વગર પ્રવેશ કરી લો તો અન્નપુર્ણા દેવી નારાજ થઇ જાય છે અને ઘરની બરકત ચાલી જાય છે.

image source

આ સિવાય તમે જ્યાં ભોજન કરો છો તે રૂમમાં સાવરણી ન રાખો અને સાથે જ તેનાથી અનાજ જલ્દી ખતમ થવાની માન્યતા છે. આ માટે તમે તેને ભોજન કક્ષથી દૂર રાખો તે જરૂરી છે. આ સિવાય તે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો પણ લાવી શકે છે.

આ સિવાય પણ જો મહિલાઓ સાફ સફાઈ સમયે બેદરકારી રાખે છે અને ખૂણામાં ધૂળ જામે કે કરોળિયાના જાળા બને તો આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. તેનાથી ઘરની તરક્કીમાં અવરોધ ઉત્પન્ન થાય છે.

image source

ઉલ્લેખનીય છે કે ફક્ત રાતના સમયે ઘરના દરવાજાની બહારની બાજુ સામે સાવરણી રાખવામાં આવે છે તો નકારાત્મક ઉર્જા ઘરમાં આવતી નથી. પરંતુ આ કામ ફક્ત રાતના સમયે કરવું. દિવસના સમયે સાવરણીને છૂપાવીને રાખો તે જરૂરી છે.

જો તમે ઘરમાં પોતું કરો છો તો ધ્યાન રાખો અને તેમાં થોડુ મીઠું મિક્સ કરી લો. તેનાથી ફર્શ પરના કીટાણુઓ સરળતાથી નષ્ટ થશે અને સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા પણ ખતમ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *