કોરોના પોઝિટિવ આ દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, લોકો આપી રહ્યા છે બધાઈ

કોરોના પોઝિટિવ આ દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, લોકો આપી રહ્યા છે બધાઈ

હાલમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના પ્રસંગો બંધ છે. અને જેમા પરમિશન મળે છે તેમા પણ ઓછા લોકોને જ જવાનું થાય છે. પરંતુ જ્યારે એવું બને કે જેમના લગ્ન હોય તે જ યુવતીનો રિપોર્ટ પોઝિટવ આવે તો, આવી ઘટના બની છે કેરળમાં. કેરલના એક કોવિડ કેર સેન્ટરમાં ગુરૂવારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં એક યુવતી પોતાના લગ્નને ખૂબ જ મિસ કરી રહી હતી. ફાઝિયા નામની આ મહિલાને બુધવારના રોજ મટ્ટનચેરી ટાઉન હોલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાવી હતી. લગ્નના એક દિવસ પહેલા જ કોરોના પોઝિટીવ આવતા તેને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. દુલ્હનને હલ્કો તાવ આવતા તેને ટેસ્ટ કરાવ્યો હતો, બાદમાં તે કોરોના પોઝિટીવ થઈ હતી. જે બાદ તેને કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાવી હતી.

મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે

image source

દુલ્હન સાથે વાત કરતા તેણે જણાવ્યુ હતું કે, હું લગ્નના કપડા ખરીદવા માટે બહાર જવાની હતી, ત્યારે જ મને ખબર પડી કે, મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે શાંભળતા જ તેમને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ફાઝિયા કોરોનાગ્રસ્ત દર્દી છે. તેને સારવાર માટે ફર્સ્ટ લાઈન ટ્રીટમેંન્ટ સેન્ટરમાં ભરતી કરાઈ છે. તેના પરિવારે લગ્નના આ કાર્યક્રમને ટાળવા માગતા નથી. કારણ કે, નિકાહમાં દુલ્હનનું હોવું અતિ જરૂરી છે.

લોકોને દુલ્હન માટે એક ખાસ પાર્ટીનું પણ આયોજન કર્યું

image source

અચાનક આવી પડેલી આફતથી સૌ કોઈ લોકો ચિંતામાં હતા કે હવે શું કરવું. તે લોકોને આગળ કઈ સુજતું ન હતું. પરંતુ ફાઝિયા કોઈ પણ કાળે આ રૂડા અવસરને જવા દેવા માગતી ન હતી અને આખરે હવે શું થાય તે વિચારી લગ્નના દિવસે કોવિડ કેર સેન્ટરમાં સજીધજીને બેસી ગઈ ફાઝિયા અને ત્યાર પછી નજીકની મસ્જિદમાં નિકાહ ચાલુ થયા, ફાઝિયાનો ઉત્સાહ અને હિંમત જોઈ ત્યા હાજર રહેલા સ્ટાફે પણ તેમની મદદ કરવામાં પાછી પાની ન કરી. દુલ્હન માટેના આ સ્પેશિયલ દિવસને લોકોએ કોવિડ કેર સેન્ટરમાં સ્પેશિયલ બનાવ્યો. આ લોકોને દુલ્હન માટે એક ખાસ પાર્ટીનું પણ આયોજન કર્યું. આ સમગ્ર વાતાવરણને જોઈને ફાઝિયાને ક્યારેય એવું ન લાગ્યું કે હુ હોસ્પિટલમાં છું અને પોઝિટિવ છું.

દર્દીઓને ખબર નહોતી કે, તેના નિકાહ છે

ખાસ વાત તો એ છે કે, ત્યાં હાજર રહેલા અન્ય દર્દીઓને ખબર નહોતી કે, તેના નિકાહ છે. જો કે, લગ્નમાં તેમની હાજરી જરૂરી નહોતી. લોકોએ દુલ્હનને ખુશ કરવા માટે ઓપ્પાના પાર્ટી પણ રાખી, તમામ લોકોએ ખૂબ એન્જોય કર્યું. હાર્ટ ટચિંગ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં દર્દીઓ પણ ફાઝિયાની આજૂબાજૂમાં નાચી રહ્યા છે અને ગીતો ગાઈ રહ્યા છે. લોકો ફાઝિયાની હિમતને પણ દાદ આપી રહ્યા છે. કોરોના પોઝિટિવ હોવા છતા તેમણે હિમત રાખી અને તેમના ચહેરા પર કોઈ ડરના ભાવ આવવા ન દીધા. આથી તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ લાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત