શુંં તમે લગ્ન પછી પહેરો છો આ 3 વસ્તુઓ? તો હવેથી પહેરવાનુ કરી દેજો બંધ, નહિં તો પતિ પર આવી શકે છે બહુ મોટી આફત

આ ત્રણ વસ્તુઓ સ્ત્રીઓએ લગ્ન પછી ભૂલથી પણ ન પહેરવી જોઈએ, પતિ પર આફત આવી શકે છે.

image source

આપણા હિંદુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. એમ કહેવાય છે કે એમાં દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવાથી ચોક્કસ પણે જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. આ નીતિ નિયમો અનુસરવાથી ખુશીઓ સચવાય છે અને ન માનવાથી ઉદાસી અને કમનસીબીને આપણે અજાણ્યે જીવનમાં આવકારો આપીએ છીએ. આપણા જીવનને લગતી બાબતો જાણવાથી આપણા જીવનમાં ઘણી સારી અસર થાય છે. તમે લીધેલા દરેક નિર્ણય અને ક્રિયા સાથે સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જાનું જોડાણ પણ હોય છે. જે આપણા જીવનને પણ અસર કરે છે.

image source

આજે આવા જ કેટલાક નિર્દેશો વિશે અમે આપને જણાવી રહ્યા છીએ જે જ્યોતીષશાસ્ત્રમાં દર્શાવેલા છે. એક સ્ત્રી તરીકે જીવનમાં સકારાત્મક પ્રવાહ જળવાઈ રહે એ માટે આ નિયમો અનુસરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ અનુસાર, એક સ્ત્રીએ લગ્ન થઇ ગયા પછી આ ત્રણ વસ્તુઓ પહેરવાનું બંધ કરી દેવું જોઈએ. જો કોઈ સ્ત્રી આ વસ્તુઓનો ઉપયોગ કરે છે, તો તેનું પરિણીત જીવન ખરાબ થઈ શકે છે. આ નકારાત્મક વસ્તુઓનો પ્રભાવ તેના લગ્ન જીવન પર પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ લગ્ન પછી સ્ત્રીએ શું પહેરવાનું ટાળવું જોઈએ.

સફેદ રંગની સાડી

image source

આપણા ધર્મમાં સફેદ રંગ શોક સાથે સંકળાયેલો છે. હિન્દુ ધર્મમાં માત્ર વિધવા સ્ત્રીઓ જ સફેદ રંગની સાડી પહેરે છે. અથવા કોઈના મૃત્યુ પ્રસંગે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે. આમ કોઈ લગ્ન કરેલી સ્ત્રીએએ સામાન્ય દિવસોમાં આ રંગની સાડી પહેરવી જોઈએ નહિ. કારણ કે આ એક મોટું અપશુકન માનવામાં આવે છે. જો કે, આજકાલ સ્ત્રીઓ ફેશનના નામે વિચાર કર્યા વગર જ સાડીઓ પણ પહેરે છે. પણ, શાસ્ત્રોની દ્રષ્ટીએ આ યોગ્ય નથી. આમ કરવાથી સ્ત્રીના વિવાહિત જીવનમાં કલેસ વધી શકે છે, તેમ જ પતિના જીવને પણ જોખમ થાય છે.

સોનાના પાયલ

image source

સામાન્ય રીતે પગની પાયલ ચાંદીમાંથી બનેલી જ હોય છે. સોનાના ઘરેણા હોય છે પણ પાયલ નહિ. પરંતુ હાલના સમયમાં ફેશન અને શોખને કારણે કેટલીક મહિલાઓ સોનાની પાયલ પણ પહેરતી હોય છે. સોનું એ પૂજનીય ધાતુ ઘણાય છે. એવું માનવામાં આવે છે કે સંપત્તિના દેવ કુબેર આમ કરવાથી ક્રોધિત થાય છે. આમ કરવાથી તમે પૈસા ગુમાવો છો. એવું પણ કહેવાય છે કે સોનું હંમેશાં કમરથી ઉપરના ભાગમાં જ પહેરવું જોઈએ. જો તમે એને કમરથી નીચે ધારણ કરો છો તો, આ નકારાત્મક અસર ઉભી કરે છે. આમ કરવાથી ઘરમાં સંપતિને લઈને સમસ્યાઓ ઉભી થાય છે, મહિલાના પતિની પ્રગતિ અટકી જાય છે અને આર્થિક નુકસાનનો સામનો પણ કરવો પડે છે.

કાળા રંગની બંગડી

image source

કાળો રંગ પણ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. સ્ત્રીઓને બંગડીઓ પહેરવાનો શોખ હોય છે, પણ કાળા રંગની બંગડીનો ઉપયોગ લગ્ન પછી સ્ત્રીએ ટાળવો જોઈએ. કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એને ધારણ કરવું પણ અશુભ મનાય છે. ખાસ કરીને લગ્ન કરેલી સ્ત્રીએ તો એનો ઉપયોગ ટાળવો જ જોઈએ. જો તમે આ રંગની બંગડી પહેરો છો, તો તમારા પતિ અને બાળકો પર મુશ્કેલી આવી શકે છે. આ કારણે કાળા રંગની બંગડી પહેરવાનું ટાળવું જોઈએ.

આશા છે કે આ માહિતી તમને ગમી હશે. આ માહિતીને તમારી જાણીતી પરણેલી સ્ત્રીઓ સાથે વહેચો અને એમને પણ જણાવો કે શું ન કરવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત