અહીં સસ્તામાં મળી રહી છે ગોલ્ડ લોન, રૂપિયાની તકલીફને દૂર કરવા માટે છે બેસ્ટ ઓપ્શન

કોરોના મહામારીના કારણે અનેક લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. એટલું જ નહીં લોકોને ઘર ચલાવવા માટે રૂપિયા ઉધાર લેવાની નોબત પણ આવી રહી છે. જો કે નોકરી છે કે નહીં એવામાં બેંકથી લોન પણ મળી રહી નથી. તો તમે આ સમયે તમારી પાસે રહેલા સોનાની મદદ લઈ શકો છો. તે તમારો સાથી બની શકે છે અને થોડા સમય માટે તમારી મુશ્કેલીમાં તમારી મદદ કરી શકે છે. આમ તો સોનું વેચીને પણ તમે રૂપિયા મેળવી શકો છો. પરંતુ તેમાં થોડી તકલીફ આવી શકે છે.

image source

તમે તમારા કિમતી દાગીના તમારી પાસેથી હંમેશા માટે ખોવી બેસો છો. એવામાં તમે એક સારો ઓપ્શન ગોલ્ડ લોનને પસંદ કરી શકો છો. તેનાથી તમારું સોનું પણ તમારી પાસે રહે છે અને સાથે તમારી જરૂરિયાત પણ પૂરી થઈ જાય છે. તમે સમયાંતરે સામાન પરત પણ મેળવી શકો છો. તમારે કોઈની પાસે આ ભીડવાળા અને નાજુક સમયમાં હાથ ફેલાવવો પડશે નહીં. એટલે કે ગોલ્ડ લોન મોટી રાહત આપી શકે છે. આ સિવાય તમારે એ પણ જાણવું જરૂરી છે કે કઈ જગ્યાઓએ સસ્તી લોન મળી રહી છે જેથી તમને તેને ચૂકવવામાં પણ સરળતા રહે.

image source

આજકાલ અનેક બેંક અને ફાયનાન્સ કંપનીઓ ગોલ્ડ લોન મિનિટોમાં આપે છે. પછી દેશના સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ હોય કે ગોલ્ડ ફાયનાન્સિંગ કંપની મુથુટ. દરેક જગ્યાઓથી તમે સરળતાથી ગોલ્ડ લોન મેળવી શકો છો. અહીં એક વાત એ છે કે સસ્તી લોન ક્યાં મળે છે, તો જાણો બેંકથી લઈને ગોલ્ડ ફાયનાન્સ કંપનીઓના વ્યાજ દર શું છે અને તમે ક્યાંથી સસ્તા દરની ગોલ્ડ લોન ઝડપથી મેળવી શકો છો.

બેંક / એનબીએફસી વ્યાજ દર

મણ્ણપુરમ ફાયનાન્સ 29 ટકા સુધી

મુથુટ ફાયનાન્સ 24% – 26%

એક્સિસ બેંક 13%

એસબીઆઈ 7 – 7.5%

આઈસીઆઈસીઆઈ 7.4%

એચડીએફસી 8.9 – 17.23%

કેનેરા બેંક 7.35%

કેટલી મળી શકે છે લોન

image source

જો તમે તમારા ગોલ્ડના ઘરેણાના બદલામાં લોન લેવા ઈચ્છો છો તો દરેક બેંક અને ગોલ્ડ ફાયનાન્સ કંપનીના નિયમો અલગ રહે છે. એસબીઆઈ 20000 રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન આપે છે. જ્યારે ગોલ્ડ ફાયનાન્સ કંપની મુથુટ ફાયનાન્સ 1500 રૂપિયાની ન્યૂનતમ રકમ પણ ગોલ્ડ લોનના રૂપમાં આપે છે. તેની વધારે રકમને લઈને કોઈ નિશ્ચિત સીમા નક્કી કરાઈ નથી. દેશની અન્ય સૌથી મોટી ખાનગી બેંક પણ તમને સોના પર 10000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે.

કેવી રીતે મળે છે લોન

image source

ગોલ્ડ લોન લેવા માટે તમને વધારે મુશ્કેલી લેવાની જરૂર રહેતી નથી. જો તમારે ફક્ત તમારી પાસેનું સોનું લઈને બેંક કે ગોલ્ડ ફાયનાન્સિંગ કંપનીના ઓફિસ પર જવાનું રહે છે. અહીં કંપની કે બેંક તમારું સોનું ચેક કરે છે. સોનાની શુદ્ધતા ચેક કર્યા બાદ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ ભરાવવામાં આવે છે અને તરત જ તમને તમારા ગોલ્ડની રકમની લોન આપી દેવામાં આવે છે. રકંપનીઓ સોનાની વેલ્યૂ કેટલી થાય છે તેના આઘારે જે તે વ્યક્તિને લોન આપે છે.