ક્યા બાત ક્યા બાત, અહીં પૈસા રોકનારાને રાતોરાત થઈ ગયો સીધો ડબલ ફાયદો, રોડપતિમાંથી થયાં કરોડપતિ

સ્થાનિક શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ રૂટ મોબાઇલ Route Mobileના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર લિસ્ટીંગ કર્યા પછી આ કંપનીના શેર 105 ટકાથી વધુ ઉછળીને 725 સુધી પહોચી ગઈ હતી. તેની ઇશ્યૂ પ્રાઈસ શેર દીઠ 350 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જો કે બપોરે 12 વાગ્યાની આસપાસ રૂટ મોબાઈલના શેર રૂ .683 પર ટ્રેડ કરી રહ્યા હતા. રૂટ મોબાઇલના આઈપીઓને 75 ગણું સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું

image source

ક્લાઉડ કમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરતી આ કંપનીએ જાહેર ઓફરો કરીને રૂ. 600 કરોડ એકત્ર કર્યા છે. આ કંપનીના આઈપીઓ માટે 89 કરોડ શેર્યસની બિડ મળી હતી, જ્યારે કુલ જાહેર કરાયેલા શેરની સંખ્યા 1.21 કરોડ છે. છૂટક રોકાણકારોએ આ શેરને 12.85 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો હતો. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યૂઆઈબી) કેટેગરીએ 91 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો છે. બિન-સંસ્થાકીય રોકાણકારોએ 195.61 ગણું રૂટ મોબાઇલ પર સબ્સ્ક્રાઇબ કર્યું. મતલબ એવો થયો કે રોકાણ કારોને સીધો ડબલ ફાયદો થયો છે.

image source

રૂટ મોબાઇલ શેર્સને તે સમયે લિસ્ટ થઈ રહ્યા હતા કે જ્યારે તાજેતરના સમયમાં આઇપીઓ સૂચિઓ વિચિત્ર રહી છે. ગયા અઠવાડિયે Happiest Minds Technologies Ltdના શેર લિસ્ટિંગના પહેલા દિવસે જ બેગણું થઈ ગયું હતું. તેને એક દાયકાની સૌથી સફળ લિસ્ટિંગમાં એક માનવામાં આવે છે. CAMS, Chemcon Chemicals અને Angel Brokingના IPO આવવાના છે. રૂટ મોબાઇલમાં ફ્રેશ ઇશ્યૂ 240 કરોડ રૂપિયા છે અને ઓફર ઓફ સેલનો હિસ્સો 360 કરોડ રૂપિયા છે. ઓફર માટેની કિંમત 345-350 રૂપિયા સુધીની છે.

image source

આ ડબલ ફાયદા વિશે કંપનીએ કહ્યું છે કે તે આ રકમનો ઉપયોગ તેના દેવાની ચુકવણી માટે કરશે. આ સિવાય સંપાદન અને અન્ય વ્યૂહાત્મક પહેલ, તેમજ મુંબઇમાં નવી ઓફિસો ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે પણ કરવામાં આવશે. રૂટ મોબાઈલના મુખ્ય સંચાલકોમાં આઇસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એડલવિસ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ શામેલ છે.

image source

શેર બજારની સ્થિતિની વાત કરીએ તો કોરોનાએ વિશ્વભરના શેર બજારોમાં કચવાટ ચાલુ રાખ્યો છે. આને કારણે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજમાં સેન્સેક્સ રોજ ઘટાડા સાથે ખુલતું અને બંદ થતું હતું. ક્યારે અનલોક પછી ધીરે ધીરે તેના શેરોમાં પણ તેજી આવી હતી અને રોકાણકારોમાં થોડી રાહત અનુભવાઈ હતી. જો કે કોરોના હજુ વિદાય નથી લઈ રહ્યો. વિશ્વમાં રોજ નવા નવા કેસો આવે છે અને કોરોનાનો ભરડો વધતો જ જઈ રહ્યો છે, આખી દુનિયાના આંકડા પર નજર કરીએ તો કોરોનાએ લાખો લોકોનો જીવ લઈ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત