નવું બાઇક લેવાના હોવ તો આ 4 બાઇક પર કરી લો એક વાર નજર, જે તમને ગમી જ જશે

લોકડાઉન પછી હવે ઓટો સેકટર ઝડપથી રિકવર થઈ રહ્યું છે. વાહનોના વેચાણમાં મેં અને જૂન મહિનાની સરખામણીએ જુલાઈ મહિનામાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે કંપનીઓ પોતાના નવા વાહનો લોન્ચ કરવા માટે તૈયાર છે. જો તમે પણ નવી બાઇકની રાહ જોઇ રહ્યા હોય તો અમારી આ ખબર તમારા ખૂબ જ કામ આવશે.

image source

આજે અમે તમને એ ચાર મોટરસાઇકલ વિશે જણાવવા જઈ રહ્યા છે જે આ મહિને ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. આ બાઈકસમાં બીએસ6 એન્જીનની સાથે સાથે બીજા નવા ફીચર્સ પણ જોવા મળી શકે છે. તો ચાલો જાણી લઈએ નવી લોન્ચ થનારી બાઇક અને એમની સંભવિત કિંમત વિશે.

image source

1. આ મહિને ટીવીએસ પોતાની વિકટરનું બીએસ6 વર્ઝન લોન્ચ કરી શકે છે.રિપોર્ટ અનુસાર બીએસ4 મોડલની સરખામણીમાં આની કિંમત આશરે 8 હજાર રૂપિયા જેટલી વધુ હોઇ શકે છે. એટલે કે કંપની એને 60000 રૂપિયાથી ઓછી કિંમતમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. એમાં અપગ્રેડ એન્જીનની સાથે સાથે બીજા ઘણા નવા ફીચર્સ જોવા મળી શકે છે.

image source

2. આ મહિને હોન્ડા પોતાની સીબી હોર્નેટ 160Rનું બીએસ6 મોડલને ભારતમાં લોન્ચ કરી શકે છે. 160 સીસી સેગમેન્ટમાં આવનારી આ બાઇકમાં અપગ્રેડ એન્જીનની સાથે સાથે કોસ્મેટિક ફેરફાર પણ જોવા મળી શકે છે. કંપની આ બાઇકને ભારતમાં 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરશે. રિપોર્ટનું માનીએ તો આની કિંમત આશરે 85000 રૂપિયાની આસપાસ હશે.

image source

3. હીરો કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર Xpulse 200Tનું બીએસ6 મોડલ લિસ્ટ કરી દીધું છે, પણ હજી સુધી એની કિંમત પરથી પડદો નથી હટાવ્યો. એવામાં કંપની એને ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરી શકે છે. એની સંભવિત કિંમત 1.15 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

image source

4. હીરો કંપનીએ થોડા સમય પહેલા પોતાની Hero Xtreme 160R ને બીએસ6 એન્જીન સાથે લોન્ચ કરી હતી. એવામાં આશા કરવામાં આવે છે કે કંપની આ મહિને પોતાની Hero Xtreme 200Sનું બીએસ6 મોડલ પણ લોન્ચ કરી શકે છે. જો કે કંપનીએ પોતાની વેબસાઈટ પર આને લિસ્ટ કરી દીધું ચ3, પણ એની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. રિપોર્ટસ અનુસાર એની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,