કોરોના વાયરસ: અમિતાભે હોસ્પિટમલાંથી કહી આ મોટી વાત, તો અભિષેકે તો કંઇક આવો ફોટો જ કરી દીધો શેર

કોવિડ – પોઝિટિવ અભિષેક બચ્ચને આપી પોતાની હોસ્પિટલની એક ઝલક – તો વળી અમિતાભ બચ્ચન પોતાને વ્યસ્ત રાખવાના ઉપાયો વિચારી રહ્યા છે

image source

અભિષેક બચ્ચન, હાલ કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે અન તેમના પિતા પણ તેમની સાથે જ નાણાવટી હોસ્પિટલમાં જ કોરોના વાયરસના સંક્રમણની સારવાર લઈ રહ્યા છે, આ દરમિયાન અભિષેકે હોસ્પિટલની રાત્રી દરમિયાનની એક ઝલક પોતાના ફેન્સ સાથે શેર કરી છે. અને તેની સાથે કેપ્શન લખ્યુ છે, ‘ટનલના છેડા તરફની રોશની ! #latenightwalks.’

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક જ્યારે રાત્રી દરમિયાન પોતાના રૂમ બહારના પેસેજમાં નાઇટ વોક કરી રહ્યો હતો તે સમયની આ તસ્વીર છે. તેમની તસ્વીરો અને તેમના લખાણ દર્શાવે છે કે તેમની સારવાર દરમિયાન તેઓ સતત એકલતા અનુભવી રહ્યા છે અને પ્રવૃત્તિ કરવા માટે તલસી રહ્યા છે.
આ દરમિયાન અમિતાભ બચ્ચન ‘કશું જ નહીં ’ વિષે વાત કરી રહ્યા છે અને પોતાના આઇસોલેશન દરમિયાનના જીવન વિષેની વાતો પોતાના ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. તેમણે પોતાના બ્લોગ પર લખ્યું છે કે કેવી રીતે તેમની પાસે તેમને વ્યસ્ત રાખવા માટે કશું જ નથી અને આખા દિવસ દરમિયાન તેઓ ડોક્ટર્સની મુલાકાતના સમયની કેવી રાહ જોતા રહે છે.

image source

તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે, ‘દીવસનો સૌથી વધારે રાહ જોવા તો સમય તે છે જ્યારે ડોક્ટર્સ અને નર્સ તેમની મુલાકાત માટે આવે છે… દવા અને સારવારના કલાકો… તેના માટે રાહ જોઉં છું… એકાદ કલાકમાં નર્સ આવશે. હવે દવા ઇન્જેક્ટ કરવામાં આવશે… હવે ફેફસાને ચેક કરવામાં આવશે બોડી ચેક કરવામા આવશે…બસ આ બધાની જ આખો દિવસ રાહ જોવાતી હોય છે…. આ તો જાણે ગોડડોટની રાહ જોવા જેવું છે… તે જ અમારા આખા દિવસની પ્રવૃત્તિછે… તેની જ આખા દિવસમાં સૌથી વધારે રાહ જોવાય છે…

કારણ કે ત્યાં કશું જ નથી અને કશું જ બીજું નથી…અહીં અમે જે રમત રમી રહ્યા છીએ તે સારવારના સાધનો સાથેની રમત છે… કેટલા શ્વાસ, કેટલો લાંબો સમય શ્વાલ રોકી રાખ્યો… ગઇકાલના સમયને બીટ કરવાનો છે… વધારે સારું કરો…લેબ રીપોર્ટ્સ પરના નંબર્સ માટે પુછવું…જો કે તેમાંના એક શબ્દમાં ખબર નથી પડતી… અને ડોક્ટર્સ શું કહે છે તે પણ નથી સમજાતું… કેવી રીતે, કેવી રીતે વ્યસ્ત રહેવું…. દવાના સમયની રાહ જોવાઈ રહી છે…સારવારના વ્યાયામની રાહ જોવાઈ રહી છે.’

77 વર્ષિય અમિતાભ બચ્ચને જણાવ્યું કે જગત વિચિત્ર બની ગયું છે કોણ જાણે પછીના દિવસે શું થશે. તેમણે એ પણ જણાવ્યું કે તેમના ફેન્સનો પ્રેમ તેમને આગળ વધારી રહ્યો છે. તેઓ પોતાના સોશિયલ મિડિયાના ફેન્સના મેઇલ્સ વિષે વાત કરે છે, તેમણે લખ્યું છે, ‘પણ… આ બધાં વચ્ચે મારા ફેન્સ અને તેમનો પ્રેમ છે… તેની જ સુખદ અપેક્ષાની રાહ જોવાય છે…આજે મને શું શું મોકલવામાં આવશે… કઈ પ્રાર્થના, કઈ સુંદર આત્મા, કયું પ્રેરણાત્મક લખાણ હશે તે… આ બધાને હું અહીં પરવાનગી આપેલા સમયમાં મેળવું છું…અને તે દિવસનો સૌથી ઉત્તમ સમય હોય છે…તે માટે મારો તમને ખૂબ બધો પ્રેમ… હું તમને મારી બાજુમાં જોઉં છું, તમને અનુભવું છું.’

અમિતાભ બચ્ચને પોતાના ફેન્સને બકરીઇદના અવસરે પણ શુભેચ્છા પણ પાઠવી અને તેમને ઇદ અલ અધા મુબારક પણ ટ્વીટ કરીને કહ્યું.

image source

અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા કે જેઓ બન્ને પણ પિતા-પુત્ર સાથે કોવિડ-19થી સંક્રમિત થયા હતા તેમને થોડા દિવસો પહેલાં જ ટેસ્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને હાલ તેઓ ઘર સ્વસ્થ થઈ રહ્યા છે.

Source: Hindustantimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત