ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો, છેલ્લા ત્રણ દિવસમાં વધ્યા એટલા બધા કેસ કે જે જાણીને તમે પણ નહિં જાવો ક્યાંય ઘરની બહાર

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ – છેલ્લા ત્રણ દિવસથી રોજના સતત 1100 કરતાં પણ વધારે પોઝિટિવ કેસ નોંધાય છે

સરકારના તેમજ સ્વાસ્થ્ય વિભાગના લાખ પ્રયાસ છતાં કોરોના વાયરસનું સંક્રમણ આખાએ દેશમાં સતત વધી જ રહ્યું છે અને દીવસેને દિવસે સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં નવા સંક્રમિતોનો ઉમેરો થઈ રહ્યો છે. હાલ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સતત રોજના 1100 કરતાં પણ વધારે નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. 29-30 જુલાઈના છેલ્લા ચોવિસ કલાકના કેસની વાત કરીએ તો 1159 નવા કેસ નોંધાયા હતા. અને છેલ્લા ચોવિસ કલાકમાં દુઃખદ કહી શકાય તેમ 22 દર્દીઓના કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ નિપજ્યા છે. તો બીજી બાજુ 24 કલાકમાં 879 દર્દીઓએ કોરોના વાયરસથી મુક્તિ મેળવી છે અને રજા લઈને ઘરે ગયા છે.

image source

અત્યાર સુધીના આંકડા પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 60285 થઈ છે અને 2418 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. બીજી બાજુ 44074 કોરોના સંક્રમિતોને સંક્રમણ મુક્ત કરીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રોજિંદા ટેસ્ટની વાત કરીએ તો આજના દિવસમાં સમગ્ર રાજ્યમાં કુલ 25067 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 7,38,073 રહી છે. હાલના એક્ટિવ કેસીસની વાત કરીએ તો હાલ 13993 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને તેમાંથી 84 લોકો વેન્ટિલેટર પર છે અને બાકીના 13709 લોકોની સ્થિતિ સ્થિર છે.

image source

રાજ્યની કોરોના વાયરસની વિગતવાર સ્થિત પર એક નજર કરી લઈએ

અત્યાર સુધીમાં ગુજરાતમાં 44074 કોરોના વાયરસના સંક્રમિતોને સંક્રમણ મુક્ત કરીને રજા આપી દેવામા આવી છે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 2418 લોકોના મૃત્યુ થયા છે હાલ કુલ એક્ટિવ કેસ 13793 છે જેમાંથી 13709 દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને 84 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા છે.

image source

છેલ્લા 24 કલાકમાં કુલ 22 કોરોના સંક્રમિતોના દુઃખદ મૃત્યુ થયા છે. જેમાંથી સુરત કોર્પોરેશનમાં 6 મૃત્યુ, અમદાવાદ કોર્પોરેશનમાં 5 મૃત્યુ, સુરતમાં 4 મૃત્યુ, પાટણમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કચ્છમાં 1 આમ કુલ 22 મૃત્યુ ગુજરાતના વિવિધ સ્થળે કોરોના વાયરસના સંક્રમણના કારણે નોંધાયા છે.

રાજ્યવાર કોરોના સંક્રમિતોના છેલ્લા 24 કલાકના આંકડા પર એક નજર

image source

આંદ્ર પ્રદેશમાં છેલ્લા એક દિવસમાં 10093 લોકો પોઝિટિવ નોંધાયા છે. હાલ આંધ્રપ્રદેશમાં 63771 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીના કુલ કેસ 120390 છે. મહારાષ્ટ્રમાં 9211 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નેંધાયા છે, એક્ટિવ કેસની વાત કરીએ તો અહીં 146433 કેસ છે. અને અત્યાર સુધીના કુલ કેસ 400651 છે. ત્યાર બાદ તામિલનાડુમાં નવા કેસ 6426 છે એક્ટિવ કેસ 57490 અને કુલ કેસ 234114 છે. ઉત્તર પ્રેદશમાં 3383 નવા કેસ, એક્ટિવ કેસ 29997 અને કુલ કેસ 77334, કર્ણાટકમાં નવા 5503 કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 67456 છે અને અત્યાર સુધીના કુલ કેસ 112504 છે.

image source

પશ્ચિમ બંગાળમાં નવા 2294 કેસ નોંધાયા છે, હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો અહીં 19652 કેસ છે, અને અત્યાર સુધીના કુલ કેસ 65285 છે. બિહારમાં નવા 2237 કેસ નોંધાયા, 15482 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં અહીં 46080 કેસ નોંધાઈ ચુક્યા છે. તેલંગાણામાં નવા 1811 કેસ નોંધાયા છે એક્ટિવ કેસ 15640 છે અને અત્યાર સુધીના કુલ કેસ 60717 છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં 1348 કેસ નોંધાયા છે હાલ એક્ટિવ કેસની સંખ્યા 8371 છે અને અત્યાર સુધીમાં કુલ 36295 કેસ નોંધાઈ ચુક્યા છે.

image source

વૈશ્વિક આંકડા પર એક નજર કરીએ તો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ 1.72 કરોડ લોકોને લાગ્યું છે જેમાંથી, 1.01 કરોડ લોકોનું સંક્રમણ દૂર થઈ ગયું છે. અને અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે વિશ્વમાં કૂલ 6.71 લાખ લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત