આ છે એક એવું અનોખું ગામ કે જ્યા આજે પણ ગામના લોકો સવાર-સાંજ જમે છે એકસાથે, વાંચો આ લેખ અને જાણો

આપણો દેશ એ અદ્યતન આધ્યાત્મિક અને ધાર્મિકે સંસ્કૃતિ ધરાવે છે. આપણા દેશની પૌરાણિક સંસ્કૃતિ પર આજે પણ લોકો સંશોધન કરી રહ્યા છે. આપણે ત્યાં એક સૂત્ર છે કે, વસુધૈવ કુટુંમ્બક્મ. આ સૂત્ર અનુસાર પહેલાના સમયમાં લોકો ઘરે એકસાથે બેસીને જમવાનું પસંદ કરતા હતા પરંતુ, આજે આધુનિકતાના કારણે આ સાથે બેસીને જમવાનો પ્રથા તો ક્યાંક ચાલી જ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યાના લોકો આજે પણ એકસાથે બેસીને જમે છે.

આજે અમે જે ગામ વિશે વાત કરી રહ્યા છીએ તે છે મહેસાણાના જિલ્લાના ચાંદણકી ગામ વિશે. આ ગામ વિશે સાંભળીને તમને અચરજ તો થશે જ પરંતુ, આ ગામના લોકોએ આજે પણ અમુક પૌરાણિક પરંપરાઓ જાળવી રાખી છે. આ ગ્રામ્ય વિસ્તારમા 1,300 લોકોની વસ્તી છે જેમાંથી 900 લોકો કે જે યુવાનો છે તે વિદેશ અને અમદાવાદ શહેરમાં જઈને સ્થાયી થયા છે. આ બધા જ કોઈને કોઈ કામ-ધંધા સાથે સંકળાયેલ છે અને આહી ઓછા આવે છે

આ કારણોસર હાલ આ ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત વૃદ્ધ લોકો જ વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ ગામમા એક વિચિત્ર પ્રથા ચાલી છે. આ ગામમાં વૃદ્ધ લોકો સાથે મળીને સવાર અને સાંજનું જમણવાર કરે છે એટલે કે આખા ગામમાં ફક્ત એક જ રસોઈઘર છે કે, જ્યા તમામ ગામના વૃદ્ધોનું જમણવાર તૈયાર કરવામાં આવે છે.

આ સિવાય જો ગામમાં કોઈ અતિથિ આવે તો પણ તેમનું પણ જમવાનું રસોઈઘરમાં જ બને છે. અમુક વાર-તહેવારે જો બહાર કામ કરતા લોકો ઘરે આવે તો પણ બધા ભેગા મળીને એક જ ગામના રસોડે જ જમે છે. આ ગામની આ વિશેષતા છે અને તેના કારણે જ હાલ તે વિશેષ સિદ્ધિ મેળવી ચૂક્યું છે.

અહીં મહત્વની વાત એ છે કે,આ ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી કોઈ ચૂંટણીનુ પણ આયોજન કરવામાં આવ્યું નથી. આજે પણ આ ગ્રામ્ય વિસ્તારમા એકતા-ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ છે. લોકોએ આજે આ ગામ પાસેથી શીખ લેવી જોઈએ અને તેમની વિચારસરણીને જીવનમા અમલ કરવો જોઈએ.