અનુપમા રિયલ લાઇફમાં છે હોટ એન્ડ ગ્લેમરસ, જોઇ લો તસવીરોમાં રિલ અને રિયલ લાઇફ: PICS

હાલમાં સ્ટાર પ્લસ પર આવી રહેલો શો અનુપમા દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શો દર્શકોને ખૂબ જ પ્રિય છે. આ શોમાં અનેક મોટા પાત્રો કામ કરી રહ્યા છે અને સાથે તમે તેમની અસલી ઓળખ જાણશો તો તમે પણ નવાઈ પામશો.

image source

શોમાં દરેક કલાકાર પોતાના રોલને સંપૂર્ણ રીતે ન્યાય આપી રહ્યા છે. આ જ કારણ છે કે અનુપમા સિરિયલ હાલમાં ટીઆરપીમાં પણ સારું એવું નામ કમાઈ ચૂકી છે.

image source

એક પરિવાર અને તેને ઘરની મહિલાઓ ઘર અને ઓફિસના કામ સાથે કઈ રીતે બેલેન્સ રાખીને કામ કરે છે તેવી પારિવારિક વાતો આ સીરિયલમાં હસી મજાક અને નાના મોટા કંકાસ સાથે દેખાડવામાં આવી છે. પારિવારિક સિરિયલ હોવાથી દર્શકોને આ ધારાવાહિક પસંદ આવવા લાગી છે.

image source

સ્ટાર પ્લસનો ટીવી શો અનુપમા દર્શકોમાં ખાસ બનતો જઈ રહ્યો છે, શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી રૂપા ગાગુલી પોતાના રોલને કારણે ફરી ચર્ચામાં છે. એક્ટ્રેસનું નિક નેમ રૂપા અને રૂપ્સ છે. તેના પિતા ડાયરેક્ટર અને સ્ક્રીન રાઈટર હતા. તેના કારણે બાળપણથી જ એટલે કે 7 વર્ષની ઉંમરેથી જ રૂપાલીને બોલિવૂડ ફિલ્મ સાહેબમાં કામ કરવાનો અવસર મળ્યો હતો.

image source

રૂપાલીએ તેના પિતાની ફિલ્મ બલિદાનમાં એક નાનો રોલ પણ કર્યો હતો. ટીવી સિરિયલ સુકન્યાએ રૂપાલીને ટીવી ડેબ્યૂ આપ્યું હતું. અનુપમા સીરિયલ પહેલા તે સંજીવની અને ભાભી સીરિયલમાં પણ જોવા મળી હતી. રૂપાલીનો જન્મ 5 એપ્રિલ 1977માં કોલકત્તામા થયો હતો.

image source

હાલમાં સ્ટાર પ્લસ પર આવી રહેલી અનુપમા સીરિયલની વાત એક મોટી ઉંમરના પતિ પત્નીના સંબંધ પર આધારિત છે. ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને આ સીરિયલમાં અનુપમાનો મેન રોલ અપાયો છે. જેમાં તે એક અનપઢ મહિલા દેખાડી છે. પરંતુ તે પરિવારને સંભાળી લેતી હોય છે.

image source

જેમાં પતિ પર અટૂટ વિશ્વાસ રાખનારી અનુપમાને દગો મળે છે. અનુપમાને જ્યારે ખ્યાલ આવે છે કે તેના પતિના તેની સેક્રેટરી સાથે વિવાહ સિવાયના સંબંધ છે તો તે તૂટી જાય છે અને પછી પોતાને સંભાળી લે છે. આ સિવાય આ પછી કેન્સર જેવી બીમારીને માત આપીને પોતાના દમ પર રૂપિયા કમાીને પરિવારને સાથે રાખીને ચાલનારી અનુપમા બાળકો માટે ડાન્સ ક્લાસ ચલાવીને કમાણી કરે છે.

image source

પોતાના પરિવાર અને બાળકો માટે એક સશક્ત મહિલાના રૂપમાં ઢાલ બનીને હંમેશા ઊભી રહે છે. આ સાથે જ અનુપમાના સચોટ અને સુંદર જવાબો, પરિવાર સાથેનો પ્રેમનો જે કિરદાર છે તે દર્શકોનું દિલ જીતી લે છે. મળતી માહિતી અનુસાર હાલમાં અનુપમા એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

image source

કોરોના મહામારીમાં આ સીરિયલના અનેક સ્ટાર કાસ્ટે પણ કોરોના પોઝિટિવ હોવાનો અનુભવ કર્યો છે. એપ્રિલ મહિનામાં જ્યારે રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ આવી તો તેના કારણે અ્ય ટીમ પણ આઈસોલેટ થઈ હતી. તેણે કોરેન્ટાઈન થયા બાદ સાજા થયા બાદ ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું.

image source

આ સિવાય શોની અન્ય 2 અદાકારાઓ પણ કોરોના પોઝિટિવ આવી હતી. તેઓએ આઈસોલેશન સમય પૂરો કર્યો છે અને હાલમાં આ સીરિયલ સારી રીતે દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!