વાંચી લો આ યુવાન વિશે, જે હ્રદય વગર જીવ્યો 555 દિવસ, જાણી લો કેવી રીતે

આ વાંચીને આપની આંખો પહોળી થઈ જશે, આ યુવક હ્રદય વગર ૫૫૫ દિવસ સુધી જીવન જીવ્યો છે. જાણીશું કેવી રીતે?

કોઇપણ વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે શરીરમાં રહેલ હ્રદય ખુબ જ મહત્વ ધરાવતું અંગ છે. પરંતુ હ્રદય વગર કોઈ વ્યક્તિના જીવન જીવવાની કલ્પના કરવી સંભવ છે? આપ પણ કહેશો કે, આ અસંભવ છે.

  • -શું શરીરમાં હ્રદય વિના કોઈ મનુષ્યના જીવનની કલ્પના કરવી સંભવ છે?
  • -સ્ટેન લાર્કિન નામની વ્યક્તિએ ૫૫૫ દિવસ કુત્રિમ હ્રદયની સાથે પસાર કર્યા છે.
  • -વર્ષ ૨૦૧૬માં લાર્કિનને ડોનર મળે છે તે સમયે તેની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી.
image source

૫૫૫ દિવસ સુધી કૃત્રિમ હાર્ટની સાથે પસાર કર્યા.

આજે અમે આપને એક એવી વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આ કાર્ય કર્યું છે. આ વ્યક્તિએ એક- બે દિવસ નહી પણ અંદાજીત દોઢ વર્ષ સુધી હ્રદય વિના જીવન જીવતા રહ્યા. હકીકતમાં, આ કાર્ય સ્ટેન લાર્કીન નામની વ્યક્તિની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થવાની હતી. પણ લાર્કિનને પોતાના માટે કોઈ ડોનર મળ્યું નહી. આવી પરિસ્થિતિમાં સ્ટેન લાર્કિનને એક- બે નહી પરંતુ ૫૫૫ દિવસ સુધી કૃત્રિમ હાર્ટની સાથે વિતાવવા પડ્યા.

image source

પોતાના મિત્રોની સાથે ફૂટબોલ રમી રહ્યો હતો.

સ્ટેન લાર્કિન કૃત્રિમ હ્રદય ધરાવતી બેગને પોતાની પીઠ પર રાખીને રોજીંદા કાર્યો કરતા હતા. તદુપરાંત, સ્ટેન લાર્કિન આ બેગને પીઠ પર રાખીને પોતાના મિત્રોની સાથે ફૂટબોલ પણ રમી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કોઇપણ વ્યક્તિને કૃત્રિમ હ્રદયની જરૂરિયાત ત્યારે પડે છે જયારે તે વ્યક્તિના હ્રદયના બંને ભાગ નિષ્ફળ થઈ ગયા હોય.

image source

વર્ષ ૨૦૧૬માં સ્ટેન લાર્કિનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી.

એક એહવાલમાં જણાવ્યા મુજબ, સ્ટેન લાર્કિનને વર્ષ ૨૦૧૬માં ડોનર મળી જાય છે અને સ્ટેન લાર્કિનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. જયારે સ્ટેન લાર્કિનની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી તે સમયે સ્ટેન લાર્કિનની ઉમર ફક્ત ૨૫ વર્ષની હતી. પણ આની પહેલા ૫૫૫ દિવસ સુધી સ્ટેન લાર્કિનને ડોનર માટેની રાહ જોતા SyncArdia ડિવાઈસ (કૃત્રિમ હ્રદય)ની બેગનું વજન અંદાજીત ૬ કિલો જેટલું હતું. મિશિગન વિશ્વ વિદ્યાલયના કાર્ડિયાક સર્જરીના એસોસિએટ પ્રોફેસર ડૉ. જોનાથન હેફટ અને લાર્કિનના હ્રદય રોગના એક્સપર્ટનું કહેવું છે કે, જે સમયે તેમણે પહેલી વાર સ્ટેન લાર્કિનને જોયો હતો તો તે સમયે સ્ટેન લાર્કિન ખુબ જ બીમાર હતા.

image source

તેમણે કહ્યું કે, જયારે હું પહેલીવાર સ્ટેન લાર્કિનને મળ્યો હતો તે સમયે તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. સ્ટેન લાર્કિન જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહ્યો હતો. સ્ટેન લાર્કિનને કૃત્રિમ સંસાધન પર વિશ્વાસ ન હતો કરી રહ્યો. તેમ છતાં તે આ વસ્તુથી જાણકાર હતો કે, તેને જીવિત રહેવા માટે કૃત્રિમ હાર્ટ જ એક માત્ર વિકલ્પ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!