એપ્પલના ચાહકો માટે નિરાશાજનક સમાચાર, નવા iPhone 13 ની મળશે લિમિટેડ સપ્લાય

દર વર્ષે એપ્પલના પ્રોડક્ટની તેના ગ્રાહકો અધીરાઈથી રાહ જોતા હોય છે. એપ્પલ આ વર્ષે પણ ઘણી બધી પ્રોડકટ લોન્ચ કરનાર છે અને આ બધી પ્રોડક્ટમાં સૌથી વધુ ચર્ચા એપ્પલના iPhone 13 ની છે. આગામી મહિના સુધીમાં લોન્ચ થાય તેવી શકયતા ધરાવતા આ ફોનના ઘણા ફીચર્સ પહેલા જ લીક થઈ ગયા છે અને હવે ફરીથી તેના મૌક ફિચર્સની માહિતી આવી રહી છે. આ લીક થયેલ માહિતીની સાથે સાથે એપ્પલ દ્વારા સત્તાવાર રીતે પણ અમુક માહિતી આપવામાં આવી છે. ત્યારે તેના વિશે વિસ્તૃત વાત કરીએ.

વિડીયો ફીચર્સમાં હશે આ નવીન વાત

image soucre

બ્લુમબર્ગના વરિષ્ઠ એપ્પલ ઇનસાઈડર, માર્ક ગર્મનના કહેવા અનુસાર iPhone 13 ના રિયર કેમેરા પહેલાથી વધુ સારો થવાનો છે. તેઓએ એમ પણ કહ્યું કે આ ફોનમાં સીનેમેટિક વિડીયો નામનો એક નવો રેકોર્ડિંગ મોડ હશે જે વિડીયોમાં એ જ બોકેહ ઇફેક્ટ લઈને આવશે જે રીતે ફોટોઝમાં થાય છે. આ સાથે જ યુઝર્સ પોટ્રેટ મોડની જેમ પોતાના વીડિયોને રેકોર્ડ કર્યા બાદ તેમાં બ્લર કેટલું રાખવું છે તેને પણ બદલી શકશે.

iPhone 13 માં નવું ” ProRes ફીચર્સ શું છે ?

image soucre

માર્ક ગર્મનનું એમ પણ કહેવું છે કે એપ્પલ આ વખતે iPhone 13 માં એક વિડીયો માટે એક નવું ફીચર પણ આપી રહ્યું છે. આ ફિચરનું નામ ProRes છે. iPhone 12 Pro ના ProRAW ફિચરને વિડીયો વર્ઝન, ProRes ફીચર્સ દ્વારા યુઝરને તેના કન્ટેન્ટને એડિટ કરવાની અને સારું પ્રાવધાન અને સુવિધાઓ મળશે.

ફોટોઝ માટે પણ છે કંઈક ખાસ

Iphone 13 Will Have Camera Specs Like DSLR, See Specification Details : iPhone 13 में होगा DSLR जैसा कैमरा, स्पेसिफिकेशंस डीटेल देखें, इस साल लॉन्चिंग - Navbharat Times
image soucre

માર્ક ગર્મનના કહેવા અનુસાર એપ્પલ તેના આ નવા ફોનમાં એપ્પલ સ્ટીલ ફોટોઝ માટે ઓન અનેક નવા ફિલ્ટર અને ફિલ્ટરનું એક અપગ્રીડિડ વર્ઝન લઈને આવશે. માર્ક ગર્મનનું કહેવું છે કે નવા iPhone ના ફિલ્ટરથી લોકો હવે ઈચ્છે તો આખા ફોટોના સ્થાને ફોટાના એક ભાગ અંદર પણ એ ફિલ્ટર લગાવી શકશે.

iPhone 13 બાબતે એપ્પલનું શું કહેવું છે ?

image soucre

છેલ્લા કેટલાક સમયમાં લીક થયેલા ફીચર્સની માર્ક ગર્મનને પૃષ્ટિ કરી છે. તેના કહેવા મુજબ એપ્પલ તેના આ ફોનને એક નાના ઢાંચ અને A15 ચિપ સાથે 120 Hz ની પ્રો મોશન ડિસ્પ્લે સાથે જરૂર લોન્ચ કરશે. માર્ક ગર્મન પહેલા પણ કહી ચુક્યા છે કે iPhone 13 ની ડિસ્પ્લે હમેશા ચાલુ જ રહે તેવી હોય શકે છે. સાથે જ એપ્પલ નેક્સ્ટ જેન વાઇફાઇ, અપગ્રેડીડ 5G મોડમ મોટી બેટરી સાથે ફાસ્ટ ચાર્જીંગની સુવિધા પણ આપશે. એક એવી વાત પણ સામે આવી છે કે જે કદાચ ગ્રાહકોને ખાસ પસંદ નહિ આવે તે એ કે આ વખતે iPhone માં ટચ આઈડી નહિ હોય. એપ્પલના ચીફ ફાયનાન્સિયલ ઓફિસરે જણાવ્યું હતું કે આ વખતે iPhone 13 ની સપ્લાય ઓછી હોઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે એપ્પલના કેટલા ચાહકો આ ફોનને ખરીદી શકે છે.