તારક મહેતા પહેલા આ કામ કરતો હતો બાઘો, કમાણી જાણશો તો આવી જશે દયા

છેલ્લા 13 વર્ષથી ટીવીની દુનિયા પર રાજ કરનાર ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માનું દરેક પાત્ર લોકોના દિલની નજીક છે. આ શો વર્ષ 2008 માં શરૂ કરવામાં આવ્યો હતો, તાજેતરમાં જ તેના 13 વર્ષ પૂર્ણ થયા છે. બાઘાનું પાત્ર આ શોમાં લોકોને ખૂબ હસાવે છે. પરંતુ બાઘાનું આ પાત્ર મેળવવાની અસલી કહાની ખૂબ જ મુશ્કેલ રહી. કારણ કે અભિનેતા તન્મય વેકરિયાને બાઘા બનવા માટે ઘણાં પાપડ વણવા પડ્યા હતા. આ શો પહેલા તન્મય ખૂબ ઓછા પગાર પર કામ કરતો હતો.

image source

આ કોમેડી શોમાં જોવા મળતું દરેક પાત્ર આમ તો ખૂબ જ ખાસ છે અને પરંતુ ‘બાઘા’ એટલે ખાસ છે કારણ કે તે પડદા પર આવતા જ દરેકના ચહેરા પર હાસ્ય લાવે છે. બાઘા જેઠાલાલ ચંપકલાલ ગડાની દુકાન પર કામ કરે છે. તે એક ભોળી વ્યક્તિ છે જે દરેક કામને એના ભોળપણને કારણે બધું જટિલ બનાવે છે. શોમાં બાઘાનો રોલ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

image soucre

તન્મય વેકરીયાના અંગત જીવનની વાત કરીએ તો તેઓ ગુજરાતના રહેવાસી છે. તન્મયને તેના પિતા પાસેથી અભિનય વારસામાં મળ્યો છે કારણ કે તેના પિતા અરવિંદ વેકરિયા પણ એક અભિનેતા રહ્યા છે. તન્મયના પિતાએ ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. કહેવાય છે કે તન્મયે લગભગ 15 વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિમાં કામ કર્યું છે. એટલા માટે તે દરેક ભૂમિકા સારી રીતે નિભાવી શકે છે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે તન્મય વેકરિયાને શોમાં બાઘાનો રોલ સહેલાઇથી મળ્યો ન હતો, પરંતુ તે પહેલા પણ તે શોમાં જુદા જુદા પાત્રોમાં જોવા મળી ચૂક્યો છે. જેમાં ઓટો ડ્રાઇવર, ટેક્સી ડ્રાઇવર, ઇન્સ્પેક્ટર અને શિક્ષકની ભૂમિકાઓ સામેલ છે. આ પછી, બાઘાનું પાત્ર વર્ષ 2010 માં દેખાયું. આ પાત્ર ટૂંક બહુ જલ્દી જ ખૂબ પ્રખ્યાત બન્યું અને તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

image source

આ શોમાં કામ મળતા પહેલા તન્મય એક બેંકર હતા. તે એક ખાનગી બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. આ નોકરીમાં તેમને માસિક 4 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. પરંતુ તન્મયના પિતા એક અભિનેતા હતા, તેથી તેઓ પોતે હંમેશા અભિનેતા બનવા માંગતા હતા અને તેથી જ તેમણે અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું અને આજે તેઓ એક જાણીતું નામ છે.

image source

તમને જણાવી દઈએ કે તન્મય વેકરિયા આ પહેલા પણ ફિલ્મો અને ગુજરાતી સિરિયલોમાં પોતાની આવડત બતાવી ચૂક્યા છે. તેમને ગુજરાતી હાસ્ય નાટક ‘ઘર ઘર ની વાત’ માં અભિનય કર્યો હતો. આ સિવાય તે વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ સમય ચક્ર ટાઇમ સ્લોટમાં પણ જોવા મળી છે.