કપિલ શર્મા એક જૂના એપિસોડના કારણે ફરી ફસાયો કોર્ટ કેસમાં

કપિલ શર્મા અને વિવાદને જન્મો જન્મનો સંબંધ હોય તેમ લાગે છે. કપિશ શર્મા ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. જો કે આ કોઈ નવાઈની વાત નથી કારણ કે અગાઉ પણ તે તેના ટ્વીટ, સહકલાકારો સાથેના ઝઘડા, સેટ પર મોડા આવવાના કારણે અને કપિલ શર્મા શોના કેટલાક એપિસોડના કારણે વિવાદમાં રહી ચુક્યો છે. આ વખતે પણ વિવાદ છે કપિલ શર્મા શોના એક એપિસોડના કારણે જેમાં કોર્ટનું અપમાન કરવામાં આવ્યું હોવાની વાત સાથે શો અને કપિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

image source

જાણવા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશની શિવપુરી કોર્ટમાં ધ કપિલ શર્મા શોના નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ મામલો શોના એક એપિસોડ સાથે સંબંધિત છે. આ એપિસોડમાં કપિલ શર્મા શોના સેટ પર કોર્ટરુમના દ્રશ્ય ભજવવામાં આવ્યા હતા અને આ સમયે ત્યાં ઉપસ્થિક કલાકારો કોર્ટરૂમમાં દારુ પીતા હોય તેવા દ્રશ્ય બતાવવામાં આવ્યા હતા. આ એપિસોડ બાદ શોના નિર્માતાઓ પર કોર્ટનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે અને ફરિયાદીએ કપિલ શર્માના શોને વાહિયાત ગણાવી દીધો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે શોમાં મહિલાઓ પર પણ અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવે છે.

image source

ધ કપિલ શર્મા શોની નવી સીઝનની શરુઆત સાથે જ કપિલ શર્માનું નામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. સોની ટીવી પર શનિવાર અને રવિવારે આવતા ધ કપિલ શર્મા શોના નિર્માતાઓ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવપુરીના વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. હવે આ મામલે સુનાવણી 1 ઓક્ટોબરે થશે.

image source

કપિલ શર્મા શો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલે કહ્યું છે કે સોની ટીવી પર આવતો ધ કપિલ શર્મા શો વાહિયાત છે. તેમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ પણ થાય છે. તાજેતરના એક એપિસોડમાં કોર્ટ સેટઅપ સ્ટેજ પર મુકવામાં આવ્યું હતું. જમાં કલાકાર બધાની સામે દારૂ પીતા જોવા મળ્યા હતા. આ કોર્ટની અવમાનના છે. આ અભદ્રતા બંધ થવી જોઈએ.

image source

ઉલ્લેખનીય છે કે વકીલે જે એપિસોડને લઈને ફરિયાદ કરી છે તે જાન્યુઆરી 2020 માં બતાવવામાં આવ્યો હતો અને તેનો રિપીટ ટેલિકાસ્ટ ગત 24 એપ્રિલ 2021 ના રોજ થયો હતો. ઉલ્લેખનીય છે કે બીજા બાળકના જન્મ બાદ કપિલ શર્માએ થોડા દિવસો માટે શોમાંથી બ્રેક લીધો હતો. ગત ઓગસ્ટ મહિનામાં 7 તારીખે તેનો શો ફરી શરૂ થયો છે.