કોરોનાની એવી ઘટનાઓ કે હૃદયના ધબકારા બંધ થઈ જાય, બાળક હજુ તો માતા-પિતા બોલતા શીખે એ પહેલાં જ થઈ ગયા અનાથ

કોરોનાએ આપણને ઘણી રીતે ભાંગીને ભૂક્કો કરી નાંખ્યા છે. એમાં પણ કોઈને આર્થિક ફટકો તો કોઈને સામાજિક ફટકો પડ્યો છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સૌથી મોટી ખોટ એ ભૂલકાઓને પડી કે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય અને અનાથ થઈ ગયા હોય. સ્વજનોને ગુમાવવાનું દુ:ખ તો ભારોભાર હોય છે પણ કોઇ ભૂલકાં અનાથ થાય તો પાષાણ હૃદય પણ પીગળી જાય એવી કહાનીઓ આપણે આ પહેલાં પણ જોય છે.

અમુક કિસ્સા તો એવા છે કે 2 વર્ષનું બાળક માતા-પિતા બોલતા શીખે તે પહેલા જ માતા-પિતાનાં મોત થયા, વૃદ્ધાએ પુત્ર અને પુત્રવધૂ કોરોનામાં ગુમાવ્યા હવે તેના બે નાના બાળકોને ઉછેર કરે છે. ત્યારે આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે એમાંના જ અમુક કિસ્સાઓ આજે તમારી સમક્ષ રજુ કરવા છે. રાજકોટમાં આવા એક બે નહિ 44 ભૂલકાં એવા છે જેમના માતા અને પિતા બંને કોરોનાકાળમાં કાયમ માટે તેમનો હાથ છોડીને ચાલ્યા ગયા છે.

જો એક કિસ્સા વિશે વાત કરીએ તો સંતાન કહે ચે કે છબી સાથે થોડી વાતો કરી અને શીશ ઝુકાવી રોજ ઘરેથી બહાર નીકળું છું. આવો આ બાળક વિશે વાત કરીએ. કોરોનાની બીજી લહેરમાં 20 વર્ષીય અપેક્ષાબેન અને 16 વર્ષના આયુશે માતા-પિતા ગુમાવ્યા છે. અપેક્ષા કહે છે કે મમ્મીને યાદ કરી ભાઈ રડ્યાં કરે ને હું પછી એને કેમેય કરીને સમજાવું, સાચું કહું એ મમ્મી-પપ્પાની છબી જોઈને તો હું પણ અંદરથી રડતી જ હોવ છું. પરંતુ આંસુને આંખની અંદર જ સમાવી લઉ છું, વેદના સાથે હિંમત આપતા આ શબ્દો અપેક્ષાના મુખેથી નીકળે ત્યારે ખરેખર કોઈને પણ રડવું આવી જાય છે. પિતા કલ્પેશભાઈનું 6 એપ્રિલ અને માતાનું પણ તેના થોડા દિવસ બાદ સારવારના અંતે મોત થયું હતું.

અપેક્ષા વાત કરે છે કે પિતાની છત્રછાયા અને માતાનો ખોળો એક સાથે છીનવાતા ભાઈ-બહેન પર સંકટના વાદળો તૂટી પડ્યાં. પરંતુ પરિવાર તૂટ્યો છે, સપનાઓ તો આજે પણ અતૂટ જ છે અને રહેવાના. બન્ને હાલ ક્રિસ્ટલ મોલ પાસે ભાડાના મકાનમાં રહે છે. અપેક્ષા કહે છે માતા-પિતાની છબી સાથે થોડી વાતો કરી, શીશ ઝુકાવી રોજ ઘરેથી બહાર નીકળું છું. હજુ મારે 3 વર્ષ જેટલો સમય અભ્યાસ ચાલશે પણ હિંમત નથી હારી. આ કિસ્સો હવે લોકોની વચ્ચે ચર્ચાઈ રહ્યો છે અને દરેક ઈમોશનલ થઈ રહ્યા છે.

image source

બીજા એક કિસ્સા વિશે વાત કરીએ તો સંતાન કહે છે કે મમ્મી જ્યાં નોકરી કરતા ત્યાં જ નર્સ તરીકે કામ કરીને તેના આત્માને રાજી રાખું છું. શિયાળ પરિવારના 3 સંતાનોને કોરોનાની એક થપાટે રડતો કરી દીધો છે. માતા-પિતાની વિદાયથી 3 સંતાનો હવે દાદી સાથે રહેવા માટે મજબુર થયા છે. 15 વર્ષનો ભાઈ લવ અને 16 વર્ષની બહેન ઉર્વિશાની તમામ જવાબદારી અંજલિબહેન પર આવી ગઈ છે સાથે મામાનો સહારો સતત મળતો રહેતો હોવાથી ઘણો ટેકો છે.

આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી આ દીકરીના શબ્દો ખરેખર ધારદાર છે. તે કહે છે કે, મા-બાપનું સુખ આટલું જ હશે એ ક્યાં ખબર હતી. ઘણી વખત ભાઈ-બહેન એક બીજાની સામું જોઈ રડી લઈએ છીએ. મમ્મી-પપ્પાનું સપનું હતું કે, હું ડોક્ટર બનું, આર્થિક સ્થિતિના કારણે એ સપનું તો સાકાર નહીં થાય પરંતુ મમ્મી જ્યાં નોકરી કરતા ત્યાં જ નર્સ તરીકે કામ કરીને તેના આત્માને રાજી રાખું છું. પહેલા તો “મમ્મી રોજ સવારે કહેતા બેટા ઊઠ’, મમ્મીની હાજરી હતી તો ક્યારેય ઊઠીને નાસ્તો પણ નહોતો બનાવ્યો. આ કિસ્સો પણ લોકોને રડાવી રહ્યો છે.

હજુ એક વધારે કિસ્સા વિશે વાત કરીએ તો બે વર્ષનો નિખિલ તેના પપ્પાના ફોટા સાથે રમે ત્યારે આંસુ નથી રોકાઈ રહ્યાં. આ વાત છે રાજકોટના સંતોષીનગરમની કે જ્યાં રહેતા સવાસડિયા પરિવારને પણ કોરોનાએ વેરવિખેર કરી નાખ્યો. રમેશભાઈ અને નીતાબહેનનું 12 દિવસમાં જ મૃત્યુ થયું. રિક્ષા ચલાવીને પોતાના બે સંતાનો સાચવતા દિનેશભાઈના માથે હવે બે વર્ષનો નિખિલ, 7 વર્ષની મિતલ અને 11 વર્ષની ભાવિકા મળી કુલ 5 બાળકોની જવાબદારી આવી પડી છે અને તે નિભાવી પણ રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે આર્થિક રીતે આ પરિવાર ઘણી કટોકટી અનુભવી રહ્યો છે. બે વર્ષના નિખિલને પપ્પાના ફોટા સાથે રમતો જુએ છે ત્યારે દિનેશભાઈ આંસુ નથી રોકી શકતા. ત્યારે આ કિસ્સો પણ ચર્ચામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!