ભારત સહિત 13 દેશોએ અહીંથી આવતી-જતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ, કોરોનાના નવા પ્રકારના વાયરસથી દહેશત, સાથે જાણો કઇ બોર્ડર કરી દીધી સીલ

બ્રિટેનથી આવતી-જતી ફ્લાઇટ્સ પર ભારત સહિત 13 દેશો દ્વારા મુકવામાં આવ્યો પ્રતિબંધ – બ્રિટેનમાં નવા વાયરસની દહેશત

2020ના વર્ષમાં વિશ્વવ્યાપી મહામારી ફેલાવનાર કોરોના વાયરસની વેક્સિનની હજુ તો રાહ જોવાઈ રહી છે બીજી બાજુ કોરોનાના કેસમાં પણ નોંધનીય ઘટાડો જોવા નથી મળ્યો ત્યાં બ્રિટેનથી એક ચિંતાજનક સમાચારા આવી રહ્યા છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. પણ બીજી બાજુ અહીં જ કોરોના વાયરસનું મ્યુટેશન પણ જોવા મળી રહ્યું છે. મ્યુટેશન એટલે કે એક જ વાયરસનો નવો પ્રકાર અહીં જોવા મળી રહ્યો છે. અને તે બીજા દેશોમા ન ફેલાય તે માટે કેટલાક દેશોએ બ્રીટેનથી આવતી તેમજ જતી ફ્લાઇટો પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

image source

તો બીજી બાજુ લંડનમાં પણ લોકોને પોતાના ઘરમાંથી નહીં નીકળવાની અરજ કરવામાં આવી રહી છે. બ્રીટેનથી આવતી-જતી ફ્લાઇટ્સ રદ કરવામાં ભારત ઉપરાંત યુરોપના 13 દેશોનો સમાવેશ થાય છે જેમાં. ડેન્માર્ક, ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, બુલ્ગારિયા, ફ્રાન્સ, ઇટાલી જર્મની, ફિનલેન્ડ, ક્રોએશિયા, નેધલેન્ડ્સ, સ્વિત્ઝરહલેન્ડ, રોમાનિયાનો પણ સમાવેશ થાય છે.

બીજી બાજુ અમેરિકામાં પણ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે જોકે કેટલાક અહેવાલમાં તેની આડઅસરો પણ સામે આવી છે. અને અમેરિકન સરકારે કોરોના રાહત ફંન્ડ માટે 900 બિલવિયન અમેરિકન ડોલર એટલે કે 44 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

image source

મળેલા અહેવાલ પ્રમાણે ભારતે 21મી ડિસેમ્બરના રાત્રીના 12 વાગ્યાથી બ્રીટેનથી આવતી તેમજ અહીંથી ત્યાં જતી ફ્લાઇટો પર પ્રતિબંધ મુક્યો છે. અને 31મી ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો છે.

બીજી બાજુ સાઉદી અરબ તરફની બોર્ડર પણ બંધ કરી દેવામા આવી છે. સાઉદી અરેબિયાની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેતવણી રૂપે જે લોકો યુરોપમાંથી તેમના દેશમાં આવી રહ્યા છે તેમણે ફરજિયાત રીતે બે અઠવાડિયા સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. આ ઉપરાંત સાઉદીમાં પ્રવેશનાર જે લોકો છેલ્લા 3 મહિનાથી યુરોપમાં હોય અથવા તે આ નવા પ્રકારના કોરોના વાયરસે જ્યાં દેખા દીધી છે ત્યાંથી આવ્યા હોય તો તેમણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. બીજી બાજુ તુર્કી દેશે બ્રિટેન ઉપરાંત, ડેનમાર્ક, નેધરલેન્ડ તેમજ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર અનિશ્ચિત મુદ્દત સુધી પ્રતિબંધ મુક્યો છે.

તમને જણાવી દઈએ કે અત્યારસુધીમા વિશ્વમાં કોરોના વાયરસથી 7, 71,69,359 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. બીજી બાજુ સારી વાત એ છે કે તેમાંથખી 5.4 કરોડ કરતાં પણ વધારે લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. પણ આ મહામારીના કારણે અત્યાર સુધીમા સમગ્ર વિશ્વમાં 16.99 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

image source

કોરોનાનું નવું સ્વરૂપ હોઈ શકે છે 70 ટકા વધારે જોખમી

આપણે બધા એ વાત સારી રીતે જાણીએ છીએ કે કોરોના વયારસમાં સમયની સાથે સાથે ઘણા બધા બદલાવ એક ધારા થઈ રહ્યા છે, તેના લક્ષણો બદલાઈ રહ્યા છે તેના ગુણધર્મો પણ બદલાઈ રહ્યા છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો નવો પ્રકાર વધારે જોખમી તેમજ વધારે મજબૂત છે. અને તે એટલી ઝડપથી મ્યૂટેટ થઈ રહ્યો છે કે વૈજ્ઞાનિકો પાસે તેને સમજવાનો સમય જ નથી રહેતો. તેઓ હજુ તો માંડ એક સ્વરૂપને સમજીને તેની વેક્સિન માંડ માંડ શોધી શક્યા છે ત્યાં આ નવું સ્વરૂપ કેટલું જોખમી છે તે પણ કહેવું મુશ્કેલ છે. પણ વૈજ્ઞાનીકોનું એવું માનવું છે કે બ્રીટેનમાં જે કોરોનાનું નવું સ્વરૂપ મળ્યું છે તે પહેલાં કરતાં 70 ટકા વધારે જોખમી હોઈ શકે છે.

યુનાઇટેડ કિંગ્ડમમાં લાદવામા આવ્યા કડક પ્રતિબંધ

image source

વાયરસના નવા પ્રકારની જાણ થતાં જ યુ.કેની સરકારે તરત જ પોતાના પ્રતિબંધો કડક બનાવી દીધા છે. લંડનમાં રહેતા લેકોને ઘરમાંથી બહાર નહી જવા માટે સૂચના આપવામા આવી છે. આ સિવાય યુરેપના 13 દેશોએ યુ.કેથી આવતી તેમજ અહીંથી ત્યાં જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુક્યા છે. બીજી બાજુ કેનેડાએ પણ 72 કલાક માટે યુ.કે.થી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મુક્યા છે.

જાણી લો કોરોનાથી પ્રભાવિત ટોપ 10 દેશોની સ્થીતી

અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં પ્રથમ ક્રમે છે. અહીં કોરોનાના કારણે 3,24,869 લોકોન મૃત્યુ થયા છે. ત્યાર બાદ ક્રમ આવે છે ભારતનો, ભારતમાં અત્યાર સુધીમા કોરોનાના કારણે 1,45,843 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યાર બાદ બ્રાઝિલ છે, બ્રાઝિલમાં 1,86,773 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે, ચોથા ક્રમે રશિયા છે અહીં લગભગ 50,858 લોકોના મૃત્યુ થયા છે. ત્યાર બાદ ફ્રાન્સ આવે છે, ફ્રાન્સમાં રશિયા કરતાં ઓછા લોકો સંક્રમિત થયા છે પણ મૃત્યુદર રશિયા કરતા વધારે છે, અહીં 60,549 લોકોના મૃત્યુ થયા છે, ત્યાર બાદ ક્રમ આવે છે યુ.કેનો અહીં ફ્રાન્સ કરતા ઓછા લોકો સંક્રમિત થયા છે પણ મૃત્યુદર ફ્રાન્સ કરતા વધારે છે અહીં 67,401 લોકોના મૃત્યુ થયા છે. તુર્કીમાં 18,097 લોકોના મૃત્યુ થયા છે, ઇટાલીમાં 68,799 લોકોના મૃત્યુ થયા છે. સ્પેનમાં આ વાયરસે 48,926 લોકોનો ભોગ લીધો છે. જ્યારે આર્જેન્ટિના 10માં ક્રમે છે અહીં કોરોના વાયરસે 41,813 લોકોનો ભોગ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત