ગેસની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે કાળા મરી, જાણો તમે પણ

કાળા મરી વાતનાશક તેમજ પિત્તકારક છે. એમાં પેપરાઈન નામનું કેમિકલ હોય છે, જેના કારણે એ સ્વાદમાં તીખું લાગે છે. અને આ જ કારણે એ પાચનક્રિયામાં પણ ઉપયોગી હોય છે. એનાથી પાચન ક્ષમતા વધે છે. કાળા મરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કેન્સર સામે લડે છે, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર સામે.કાળા મરીનો ઉપયોગ કફ, ખાંસી, પેટ સંબંધિત તકલીફો વગેરેના ઈલાજમાં પણ કરવામાં આવે છે.

image source

* શરદી સાથે હળવો તાવ પણ હોય તો 6 7 આખા કાળા મરી, 7 8 તુલસીના પાન 2 3 લવિંગ, એક ઇંચ આદુનો ટુકડો, એક ઈલાયચી, આ બધી જ વસ્તુઓને ઉકાળી લો. પછી એમ દૂધ નાખીને ચાની જેમ ગરમ ગરમ દિવસમાં ત્રણ વાર પીવો. એનાથી પરસેવો થઈને શરીર હળવું થઈ જાય છે અને તાવ ઉતરી જાય છે.

* અડધો ટીસ્પૂન કાળા મરીનો પાઉડર અને અડધા ટીસ્પૂન મધ ભેળવીને દિવસમાં ત્રણ ચાર વાર ચાટો. એનાથી ખાંસી મટી જશે.

image source

* પાચનશક્તિ કમજોર હોય અને ભોજન ડાયજેસ્ટ ન થતું હોય તો જીરું, સૂંઠ, સિંધવ મીઠું, પીપરી, કાળા મરી બધું એક સરખા પ્રમાણમાં લઈને ચૂર્ણ બનાવીને રાખી દો. ભોજન કર્યા પછી એક ચમચી ચૂર્ણ પાણી સાથે લો. ભોજન જલ્દી પચી જશે.

* ગેસની તકલીફ હોય તો એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ તેમજ અડધી ચમચી સંચળ ભેળવીને નિયમિત રૂપે થોડા દિવસ સુધી સેવન કરવાથી ગેસની તકલીફ દૂર થઈ જાય છે.

* કાળા મરીના પાઉડરને ઘી અને મીશ્રી સાથે ભેળવીને ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે અને અવાજ સુરીલો થઈ જાય છે.

image source

* કાળા મરીને ઘીમાં ઝીણું પીસીને લેપ કરવાથી દાદ, ધાધર, ફોલ્લી જેવા ચામડીના રોગો દૂર થાય છે. નાની નાની ફોલ્લીઓ પણ દિવસમાં બે વાર લેપ કરવાથી તરત બેસી જાય છે.

* 8- 10 કાળા મરીને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં ઇન્ફેક્શન થયું હોય તો મટી જાય છે.

* મસ્તિષ્કમાં તાજગી લાવવા તેમજ યાદશક્તિ વધારવા માટે કાળા મરીનો પ્રયોગ બ્રાહ્મીના પાન સાથે ભેળવીને કરવામાં આવે છે.

image source

થોડાક ઘીમાં 3-4 ગ્રામ બ્રાહ્મીના પાન ઉકાળી લો. એમાં પીસેલા કાળા મરી અને ખાંડ ભેળવીને ચાટો.

* અડધી ચમચી ઘી, અડધી ચમચી પીસેલા કાળા મરી અને અડધી ચમચી મીશ્રી, ત્રણેયને ભેળવીને સવારે ચાટો. એનાથી આંખોની કમજોરી દૂર થાય છે તેમજ રોશની વધે છે.

* અપચાની તકલીફ હોય તો એક લીંબુ કાપીને કાળા મરો અને સંચળ લગાવો. અને એને ગરમ કરીને ચુસો.

* કાળા મરીને ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી પેઢામાં આવેલ સોજા ઓછા થાય છે અને પેઢા સ્વસ્થ અને મજબૂત બને છે.

image source

* કાળા મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં ભેળવીને સેવન કરવાથી મેલરીયા દૂર થાય છે.

* આદુ અને લીંબુનો રસ એક ટીસ્પૂન કાળા મરીન ચૂર્ણમાં ભેળવીને પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે.

* કાળા મરીના બારીક ચૂર્ણને મધ સાથે ચાટીને ઉપર છાશ પીવાથી લાંબાગાળાના પેચીસ મટી જાય છે.

* કાળા મરીનું ચૂર્ણ, ખાંડ અને ઘી એકસાથે ભેળવી સેવન કરવાથી માથું ભમતું અટકે છે.

image source

* કાળા મરીને દહીં અને જુના ગોળમાં ભેળવીને પીવાથી નસકોરી ફૂટવાનું બંધ થાય છે.

* પાચન ક્રિયા સારી કરવા માટે કાળા મરી અને સિંધવ મીઠાને પીસીને એમાં શેકેલા આદુના જીણા ટુકડા મેળવીને ખાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત