10 બૉલીવુડ એક્ટર્સ જેમને એમના ડાયરેક્ટર્સે આપી ખૂબ જ કિંમતી ભેટ, કિંમત સાંભળીને આવી જશે ચક્કર
જ્યારે પણ કોઈ ફિલ્મ બને છે, ત્યારે તે ફિલ્મના દિગ્દર્શકો અને કલાકારો ચોક્કસપણે તેમની મિત્રતા અને મજબૂત સંબંધોની ઝલક તેમના ફેન્સ સાથે શેર કરે છે. જો ડાયરેકટને તેનું કામ ગમતું હોય તો ડાયરેકટર તેને ફી ઉપરાંત કિંમતી ભેટો આપે છે. આ ગિફ્ટ કિંમતી હોવાની સાથે ખૂબ જ વૈભવી પણ છે. આવો અમે તમને આવા જ કેટલાક ડાયરેકટરની ભેટ વિશે જણાવીએ
કરણ જોહર અને આલિયા ભટ્ટ
કરણ જોહરે આલિયા ભટ્ટને તેના જન્મદિવસ પર ખૂબ જ સુંદર અને મોંઘુ ક્લચ આપ્યુ છે.
રોહિત શેટ્ટી અને રણવીર સિંહ
માત્ર ફિલ્મ જ નહીં, પણ રોહિત શેટ્ટીને પોતાના મનપસંદ અભિનેતાને કિંમતી ભેટ આપવાનું પસંદ છે, તેથી અજય દેવગન પછી, રોહિત શેટ્ટીએ ફિલ્મ “સિમ્બા” ના શૂટિંગ દરમિયાન રણવીર સિંહને પણ એક ખૂબ જ કિંમતી ઘડિયાળ ભેટમાં આપી હતી. આ ઘડિયાળની કિંમત રૂ.8 લાખ હતી.
કરણ જોહર અને કેટરીના કેફ
બોલિવૂડના ટોચના દિગ્દર્શકોમાંના એક, કરણ જોહરે કેટરિના કૈફને ફિલ્મ ‘અગ્નિપથ’માં તેના આકર્ષક નૃત્ય પ્રદર્શન માટે ફેરારી ભેટ આપી હતી! આ કારની કિંમત 2.5 કરોડ હતી.
રોહિત શેટ્ટી અને અજય દેવગન
બોલિવૂડના સૌથી મોંઘા દિગ્દર્શકોમાંના એક રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ’ના શૂટિંગ દરમિયાન સુપરસ્ટાર અજય દેવગનને તેના જન્મદિવસ પર પર્સનલી એક સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી હતી. આ કારની કિંમત 1 કરોડ રૂપિયા હતી.
વિધુ વિનોદ ચોપડા અને અમિતાભ બચ્ચન
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક વિધુ વિનોદ ચોપરાએ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને સિલ્વર રોલ્સ રોયસ ફેન્ટમ ભેટમાં આપી હતી. ફિલ્મ એકલવ્યના શૂટિંગના અંતે વિધુ ચોપરાએ અમિતાભ બચ્ચનને તેમની ફીના બદલે આ કાર ગિફ્ટ કરી હતી, જેની કિંમત 3 કરોડ હતી.
વિપુલ શાહ અને અક્ષય કુમાર
ફિલ્મ નિર્દેશક વિપુલ શાહે ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારને એક વિન્ટેજ ઘડિયાળ ભેટમાં આપી હતી, જેની કિંમત 18 લાખ રૂપિયા હતી.
સાજીદ અને સલમાન ખાન
સાજિદે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિકથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. કિક બોક્સ ઓફિસ પર 100 કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મોમાંની એક હતી. બોક્સ ઓફિસ પર સુપરહિટ થયા બાદ સાજિદે સલમાન ખાનને 3 કરોડ રૂપિયાની રોલ્સ રોયલ કાર ગિફ્ટ કરી હતી
રમેશ સિપ્પી અને અમિતાભ બચ્ચન
ફિલ્મ ‘સત્તે પર સત્તા’ સુપરહિટ થયા બાદ ડિરેક્ટર રમેશ સિપ્પીએ અમિતાભ બચ્ચનને ફી તરીકે ‘જલસા’ બંગલો આપ્યો હતો , જેમાં તેઓ હજુ પણ રહે છે.
કરણ જોહર અને શાહરૂખ ખાન
કરણ જોહર અને શાહરૂખ ખાનની મિત્રતા આખા બોલિવૂડમાં ફેમસ છે. કરણે શાહરૂખને તેના 52માં જન્મદિવસ પર એક શાનદાર બેગ ભેટમાં આપી હતી.
સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણ
ફિલ્મ પદ્માવતમાં દીપિકા પાદુકોણના અભિનયથી ખુશ થઈને સંજય લીલા ભણસાલીએ તેને જોહરના સીન વાળો ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. આ સુંદર ડ્રેસની કિંમત 20 લાખ હતી.