જો કારને થશે એક્સીડેન્ટ તો 100 ટકા કવર મળશે આ પ્રકારના ઇન્સ્યોરન્સમાં

એક મહત્વપૂર્ણ આદેશમાં મદ્રાસ હાઈકોર્ટ એ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર આગામી 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ કોઈ નવું વાહન વેચવામાં આવશે તો તેનો bumper to bumper insurance ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ ઇન્સ્યોરન્સ પાંચ વર્ષ ની મર્યાદા માટે ડ્રાઇવર, પેસેન્જર અને વાહનના માલિક ના ઇન્સ્યોરન્સ કરતા અલગ હશે.

image soucre

ન્યાયાધીશ એસ. વૈદ્યનાથન એ તાજેતરમાં જ આદેશ આપતા જણાવ્યું હતું કે આ સમય ગાળા બાદ વાહન માલિકે ડ્રાઇવર પેસેન્જર અને થર્ડ પાર્ટી સાથે પોતાના હિતોની રક્ષા કરવા સતર્ક રહેવું જોઈએ. જેનાથી એના પર કોઈ વધારાનો બોજ ન પડે. આવું એટલા માટે કારણ કે પાંચ વર્ષથી વધુ સમય bumper to bumper ઇન્સ્યોરન્સ ને વધારી નથી શકાતો. નોંધનીય છે કે bumper to bumper ઇન્સ્યોરન્સ માં વાહનના એ ભાગોને પણ કવર મળશે જેના પર સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ કંપની ઓ કવર નથી આપતી.

આ માટે હાઇકોર્ટે આપ્યો ચુકાદો

image soucre

તેઓએ ઇરોડમાં સ્પેશ્યલ કોર્ટના મોટર દુર્ઘટના દાવા ન્યાયાધિકરણ ના 7 ડિસેમ્બર 2019 ના આદેશ ને પડકારતી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની એક અરજીને અનુમતી આપી હતી. વીમા કંપની નું કહેવું હતું કે વિચારાધીન ઇન્સ્યોરન્સ પોલિસી માત્ર થર્ડ પાર્ટી દ્વારા વાહનને નુકસાન થવા માટે હતી વાહનમાં સવાર થયેલા લોકો દ્વારા નહીં. વીમા કંપની એવો તર્ક આપ્યો હતો કે કાર માલિક દ્વારા વધુ પ્રીમિયમ આપવાથી કવરેજ વધારી શકાય છે.

image soucre

જજે જણાવ્યું હતું કે આ દુઃખદ છે કે જ્યારે કોઈ વાહન વેચવામાં આવે છે ત્યારે ખરીદનાર ગ્રાહક ને પોલીસી ની શરતો અને તેના મહત્વ બાબતે સ્પષ્ટ રીતે જાણ કરવામાં આવતી નથી. આ સમયે વાહન ખરીદનારને પણ વીમા પોલિસી ના નિયમો અને શરતો જાણવામાં કોઈ રસ નથી હોતો કારણ કે તે વાહન ના પ્રદર્શન બાબતે વધુ ચિંતિત હોય છે પોલિસી વિશે નહીં.

જ્યારે ગ્રાહક એક વાહન ખરીદવા માટે મોટી રકમ ખર્ચ કરવા તૈયાર હોય ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે તે પોતાના માટે અને અન્ય ની સુરક્ષા માટે પોલીસી લેવા હેતુ નાની રકમ ખર્ચ કરવામાં પણ રુચિ નથી લેતા.

શું છે બમ્પર ઇન્સ્યોરન્સ ?

image soucre

Bumper to bumper ઇન્સ્યોરન્સ અંતર્ગત જ્યારે કાર નું એક્સિડન્ટ થાય છે ત્યારે કાર ને ઘણું નુકસાન થાય છે. આ સ્થિતિમાં ઇન્સ્યોરન્સ સૌથી મોટી ખાસિયત એ હોય છે કે તે ગાડીના એ દરેક સ્પેરપાર્ટ માટે પેમેન્ટ કરે છે જે સ્પેરપાર્ટ ને એક્સિડન્ટમાં નુકસાન થયું હોય. એ સ્પેરપાર્ટ ભલે પછી નાનો હોય કે મોટો. ટૂંકમાં કહીએ તો bumper to bumper ઇન્સ્યોરન્સ અંતર્ગત સો ટકા કવર મળે છે.