ચેક બુકમાં આવ્યો આ નવો ફેરફાર, જાણી લો આ ફેરફાર વિશે નહીં તો પસ્તાશો

આ ફેરફાર તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે, નવા ફેરફારથી ચેક વપરાશકર્તાને વધુ ફાયદો થશે. NACH અઠવાડિયાના તમામ દિવસોમાં ઉપલબ્ધ રહેશે.

અત્યારના સમયમાં દરેક લોકો રોકડ રકમ કરતા વધુ ચુકવણી ઓનલાઇન અથવા ચેક દ્વારા કરે છે. દરેક મોટા વહીવટો ચેક દ્વારા જ કરવામાં આવે છે. જો તમે પણ વધુ પ્રમાણમાં ચેકનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. અત્યારે દરેક લોકો ચેક બુકનો ઉપયોગ કરે જ છે. બહુવિધ ચુકવણી કરવા માટે ચેકનો ઉપયોગ કરવાની આદત ધરાવતા બેંક ગ્રાહકોએ ખાતરી કરવી જોઈએ કે તેમના ખાતામાં 24 કલાક પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ મહિનાથી બેંકિંગ નિયમોમાં ફેરફારને લઈને માર્ગદર્શિકાનો નવો સેટ લઈને આવી છે. નવા નિયમમાં ફેરફાર સાથે, રવિવાર અથવા રજાના દિવસે પણ ચેક ક્લિયર કરી શકાય છે.

image soucre

પરંતુ ગ્રાહકોએ એ ધ્યાનમાં રાખવું પડશે કે તેમને તેમના બેંક ખાતામાં દરેક સમયે મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય તો ચેક બાઉન્સ થઈ શકે છે અને તેમને દંડ ભરવો પડશે.

જૂનમાં દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન, આરબીઆઈના ગવર્નરએ જાહેરાત કરી હતી કે ગ્રાહકોની સગવડને વધુ વધારવા માટે, NACH અઠવાડિયાના તમામ દિવસો પર ઉપલબ્ધ રહેશે. આ સુવિધા 1 ઓગસ્ટ, 2021 થી અઠવાડિયાના તમામ દિવસોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image soucre

આ ફેરફાર તમામ રાષ્ટ્રીય અને ખાનગી બેંકોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે, નવા ફેરફારથી ચેક વપરાશકર્તાને વધુ ફાયદો થશે, કારણ કે જારી કરાયેલા ચેક રજાના દિવસે પણ ક્લિયર કરી શકાય છે.

image source

NACH એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે, જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શનની ચુકવણી જેવી એકથી અનેક ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. તે વીજળી, ગેસ, ટેલિફોન, પાણી, લોન માટે સમયાંતરે હપતા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રિમીયમ સંબંધિત ચૂકવણીની સુવિધાઓ પણ પૂરી પાડે છે.

image soucre

જે વ્યક્તિને તેમની કંપની તરફથી અથવા કોઈપણ કાર્ય સ્થળ પરથી ચેક પ્રાપ્ત થાય છે અને જો તે ચેક શનિવાર અથવા રવિવારના દિવસે પ્રાપ્ત થાય છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે તમારો ચેક અઠવાડિયાના કોઈપણ દિવસે ક્લિયર કરી શકો છો. સાથે જે વ્યક્તિ તમને ચેક આપે છે, તે વ્યક્તિ એ પણ તેમના ખાતા વિશે વધુ કાળજી લેવાની જરૂર છે.