હવે ભારતીય વાદ્ય યંત્રના હશે કારના હોર્ન, નીતિન ગડકરીએ કર્યો નવો નિયમ રજૂ

જલ્દી જ તમને ગાડીઓના હોર્નના કર્કશ અવાજથી છુટકારો મળી જશે. હવે તમને હોર્નના કર્કશ અવાજને બદલે ભારતીય વાદ્ય યંત્રનો મધુર અવાજ સંભળાશે. વાત જાણે એમ છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હોર્નના અવાજ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે વિભાગ હોર્નના અવાજને બદલવાનું કામ કરી રહ્યો છે.

image soucre

એક ખબર અનુસાર સરકાર એ આદેશ આપી શકે છે કે વાહનોના હોર્ન ભારતીય વાદ્ય યંત્રોની જેમ વાગવા જોઈએ. કેન્દ્રીય પરિવહન મંત્રાલય આ બાબતે કામ કરી રહ્યું છે. હોર્નને બદલે ભારતીય વાદ્ય યંત્ર જેમ કે તબલા, તાલ, વાયોલિન, બીગુલ, વાંસળી વગેરેનો અવાજ સાંભળી શકાશે..
ગડકરીએ કહ્યું કે હું નાગપુરમાં 11માં માળે રહું છું. હું રોજ સવારે એક કલાક પ્રાણાયામ કરું છું પણ હોર્ન સવારની શાંતિમાં ખલેલ પહોંચાડે છે. આ પરેશાની પછી મારા મનમાં ખ્યાલ આવ્યો કે વાહનોના હોર્ન યોગ્ય રીતના હોવા જોઈએ. અમે વિચારવા લાગ્યા કે કારના હોર્નનો અવાજ ભારતીય વાદ્ય યંત્ર જેવો હોવો જોઈએ અને અમે એના પર કામ કરી રહયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તબલા, તાલ, વાયોલિન, બીગુલ, વાંસળી જેવા ભારતીય વાદ્ય યંત્રનો અવાજ હોર્ન સંભળાવો જોઈએ.

image soucre

કોઈપણ વાહનનો હોર્ન બનવાથી ધ્વનિ પ્રદુષણ થાય છે, આખા ભારતમાં કોઈપણ નો હોન્કિંગ ઝોન નથી. જો કે મોટાભાગના વાહનો આ માપદંડનું પાલન નથી કરતા. વર્તમાન નિયમો અનુસાર એક હોર્નની વધારેમાં વધારે લાઉડનેસ 112 ડેસીબલથી વધુ નથી હોઈ શકતી.

image soucre

તમને જણાવી દઈએ કે કેરળમાં પોલીસ હવે સોફિસ્ટિકેટેડ ધ્વનિ મીટરનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ કોઈપણ હોર્નના અવાજને માપવા માટે કરી શકાય છે. જો કોઈ વાહનનો હોર્ન નક્કી કરેલી સીમા કરતા વધુ તેજ હોય છે તો પોલીસ દ્વારા ચલણ આપવામાં આવે છે.

આવું દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં નથી કરવામાં આવી શકતું કારણ કે અન્ય જગ્યા પર આ પ્રકારની તપાસ નથી થતી. તમને જણાવી દઈએ કે સતત હોર્નના ઉપયોગ અને લાઉડ હોર્ન સાંભળવાથી તમારા ઈયરડ્રમ ખરાબ થઈ શકે છે અને તમે હમેશા માટે બહેરા થઈ શકો છો.

image soucre

હાલમાં જ દેશમાં ગાડીઓના રજિસ્ટ્રેશન માટે સરકારે એક નવી ભારત સિરીઝ લોન્ચ કરી છે ભારત સિરીઝની સર્વિસ એ ગાડીઓ પર લાગુ થશે જેમને બીજા રાજ્યોમાં આવવા જવાનું હોય છે. રાજ્ય બદલવા વાળા લોકોને આ સીરિઝના કારણે નવા રાજ્યમાં પહોંચીને પોતાની ગાડીનું ફરી રજિસ્ટ્રેશન નહિ કરાવવું પડે.