ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થાય તો કોણ નિકળી જાય આગળ, અને કોણ ફેંકાઇ જાય સાઇડમાં જાણો તમે પણ આ વિશે

જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થાય તો, કોણ કોની ઉપર પડી શકે છે ભારે? જાણો આ માહિતી

image source

હાલમાં વર્તમાન સમયમાં લદ્દાખની ગાલવન ઘાટીમાં જે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેના દ્વારા કાયર કૃત્ય કરવામાં આવ્યું છે, એના પગલે આખાય દેશમાં ચીન પ્રત્યે ગુસ્સો સપષ્ટ જોવા મળી રહ્યો છે. જો કે ચીની સેનાની ચાલબાજીનો યોગ્ય જવાબ આપવા LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાન એક એક કરીને દરેક એક્શન પર બાજ નજર જમાવીને બેઠા છે. જો કે મિરાજ 2000 હોય કે, સુખોઈ, અપાચે અથવા ચીનુક હોય, ભારતીય હવાઈ સેનાની શક્તિઓ અત્યારે હાઈ એલર્ટ પર જ છે.

image source

જો કે LACના ગ્રાઉન્ડ ઝીરો પર જમીનથી માંડીને આકાશમાં પણ બાજ નજર મંડાયેલી છે, અને ચીનની સેનાને જવાબ આપવા માટે એરફોર્સ પુરી તૈયારી કરીને જ બેઠી છે. જો કે વાયુસેનાના પ્રમુખે પણ હૈદરાબાદમાં વાયુસેનાની પાસિંગ આઉટ પરેડમાં સપષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત હવે કોઈ પણ એક્શન માટે તૈયાર છે અને એક પણ જવાનનું બલિદાન વ્યર્થ નહિ જ જાય.

આપણે બધા જ એ વાત જાણીએ છીએ કે યુદ્ધ એ ક્યારેય શાંતિનો માર્ગ નથી, અને ચીન પણ સશક્ત છે. આવા સમયે એ જાણવું પણ જરૂરી છે કે જો યુદ્ધની સ્થિતિ ઉભી થાય તો ભારત અને ચીનની વાયુ શક્તિ કેટલી છે તેમજ કોણ કોને ટક્કર આપવામાં હાવી થઇ શકે છે. જો કે હાલમાં ભારતીય વાયુસેના ચીનને કોઈ પણ સ્થિતિમાં ચોંકાવી દેવા સમર્થ છે. ભારતીય વાયુસેના પાસે ચીનની તુલનામાં ઉંચાઈ પર ઉડાન ભરવાનો ગહન અનુભવ છે.

image source

જો કે ચીનના સૈન્યની જવાબી કાર્યવાહી રૂપે ભારતે લદ્દાખમાં લડાકૂ વિમાન મિરાજ 2000 તૈનાત કર્યા છે. આ એજ ફાઈટર પ્લેન છે, જેનો ઉપયોગ બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે કરવામાં આવ્યો હતો. જો કે સુખોઈ 30 પણ એલર્ટ પર રખાયા છે તેમજ ભારતનાં ફાઈટર હેલિકોપ્ટર પણ સતત સીમા પર નજર રાખી રહ્યા છે. અપાચે હેલીકોપ્ટરની નજર પણ એલએસી પર ચાલતી હરકતો પર રહેલી છે. ચિનૂકનાં તમામ સૈનિક અને હથિયાર આગળ મોકલવામાં આવી રહ્યા છે. જો કે જરૂરી સામાન સાથે Mi-17V5 હેલિકોપ્ટરો પણ નિરંતર સીમા પર ઉડાન ભરી રહ્યા છે.

image source

આ સાથે ભારતની પશ્વિમ એરકમાન્ડ પાસે 75 જેટલા એરક્રાફ્ટ અને 34 જેટલા ગ્રાઉન્ડ અટેક એરક્રાફ્ટ પણ છે. આ સાથે શ્રીનગર, લેહ, પઠાનકોટ, આદમિર અને અંબાલામાં પણ સેનાને તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય એરકમાન્ડ એટલે કે બરેલી, ગ્વાલિયર અને ગોરખપુર સેક્ટરમાં પણ 94 જેટલા ફાઈટર્સ એરક્રાફ્ટ અને 34 જેટલા ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ મૌજુદ છે. આ સિવાય પૂર્વ એરકમાન્ડ એટલે કે જલપાઈગુડી, તેજપુર અને છાબુઆ સેક્ટરમાં પણ 101 ફાઈટર એરક્રાફ્ટ હાજર છે.

image source

હવે જો વાત ચીનની કરીએ તો એની વાયુ શક્તિ અલગ અલગ વિસ્તારોમાં તૈનાત નથી કરાયેલા. જો કે ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પાસે 157 જેટલા લડાકુ વિમાન છે અને સટીક નિશાન લગાવનારા 20 યુએવી ત્યાં મુકાયેલા છે. જો કે એમાં 12 ગ્રાઉન્ડ એટેક યુએવી અને 8 ઇએ-03 યુએવી છે. ચીન પાસે આ સિવાય 104 પરમાણુ મિસાઇલો પણ છે, જે આખા ભારતમાં પ્રહાર કરી શકે છે. જ્યારે ભારત પાસે અગ્નિ 3 લોન્ચર સિસ્ટમ છે, જે આરામથી ચીનમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. બીજી તરફ ચીન પાસે પણ 11000 અને 7000 કિ.મી.ની રેન્જવાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઈલો ભારત અને અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

image source

જો કે DF-21 મિસાઇલ 2150 કિલોમીટરની રેન્જ ધરાવે છે, આ મિસાઈલ દ્વારા ચીન દિલ્હીને પણ લક્ષ્ય બનાવી શકે છે. આ સિવાય ચાઇનામાં પૂર્વોત્તર ભારત અને પૂર્વ તટ પર ન્યૂક્લિઅર સ્ટ્રાઈક કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ ભારતમાં ગુરુત્વાકર્ષણ બોમ્બથી સજ્જ 51 પરમાણુ સંચાલિત વિમાન પણ છે અને ભારત તેના અગ્નિ 2 લોન્ચરથી ચીનના ઘણા વિસ્તારોને લક્ષ્ય બનાવી શકે છે.

image source

જો કે ભારત અને ચીનની વાયુ શક્તિ વિશે જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે ચીન એક સાથે ભારતીય વાયુસેના સાથે સ્પર્ધા કરી શકે નહીં. જો કે ચીન પાસે ચોંકાવનારી મારક શક્તિ નથી પણ ભારત પાસે જબરદસ્ત ઉંચાઈ પર રહીને લડાકુ વિમાનો અને અટેક હેલિકોપ્ટરને ઉડાવવાનો બેજોડ અનુભવ છે. આ બાબતે ચીન ભારતથી પાછળ હોવાનું દેખાય છે.

અહીંયા એ જરાય ન ભૂલવું જોઈએ કે ભારતે ચીન સાથેની સ્પર્ધા માટે ખાસ કરીને ઉત્તર અને પૂર્વ સરહદો પર પોતાનાં સૈન્યને તૈયાર કર્યા છે. ભારતની તરફેણમાં જો કે એક વ્યૂહાત્મક ફાયદો એ પણ છે કે ચીનની સૈન્ય શક્તિ વેરવિખેર છે. ચીનની તુલનામાં ભારત જમીન, હવા અને સમુદ્રમાં જે રીતે પોતાની શક્તિ ગુપ્ત રીતે વહેંચી છે, એના દ્વારા ચીનની સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.

image source

જો કે ભારતની રક્ષા તૈયારીઓ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ડેવલોપમેન્ટ હોય, એક્શન હોય, કાઉન્ટર એક્શન હોય, જળ-થળ અને નભમાં આપણી સેનાઓએ દેશની રક્ષા માટે જે કઈ પણ કરવું હોય તે કરી રહી છે. જો કે આજે આપણી પાસે એ ક્ષમતા તો છે જ કે, કોઈ આપણી એક ઇંચ જમીન તરફ પણ નજર નાખતા સત્તર વાર વિચારશે. જો કે આજે ભારતની સેનાઓ વિવિધ ક્ષેત્રમાં એક સાથે આગળ વધવામાં સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત