સુશાંત સાથે આ અભિનેત્રીએ કરેલી વાતના વોટ્સએપ સ્ક્રીનશોટ્સ કર્યા વાયરલ, જે વાંચીને તમને પણ લાગશે નવાઇ

પોતાની યાદોને તાજી કરતા, આ અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂત સાથે થયેલી વાતના સક્રીન શોટ શેર કર્યા હતા

image source

પાછળના ઘણા દીવોથી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી બોલીવુડના લોકો તેમજ એમના ફેન્સ પણ આઘાતમાં છે. હજુ પણ સામાન્ય સોશિયલ મીડિયા વપરાશકર્તાથી લઈને બોલીવુડના સ્ટાર પણ સુશાંતને યાદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે એમની મૃત્યુને લગભગ અઠવાડિયા જેટલો સમય થઇ ચુક્યો છે. તેમ છતાં એમની સાથે જોડાયેલા લોકો અનેક યાદોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સામે મૂકી રહ્યા છે. એવા સમયે અભિનેત્રી તેમજ ડાંસર લોરેન ગોટલિબે સુશાંત સાથે જોડાયેલી પોતાની યાદોને શેર કરી છે. લોરેને સુશાંત સાથે થયેલી જૂની વાતચીતના સ્ક્રીનશોટ્સ ફેન્સ સાથે શેર કર્યા છે.

કારણ કે અમે બંને ‘બાહરી’ હતા

image source

લોરેને સુશાંત સાથે વોટ્સએપમાં થયેલી વાતચીતના અમુક સ્ક્રીનશોટ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ‘મારી નજર આજે સુશાંત સાથે વોટ્સએપ પર થયેલી વાતચીત પર પડી. એવી વાતચીત જેને જોઇને જાણે મારું દિલ ફરીથી તૂટી ગયું. કારણ કે આ વાતચિત એક-બીજાના સપના માટે ખુબ જ પ્રેમ, દયાભાવ અને સપોર્ટથી ભરેલી હતી. જો કે મેં સુશાંત સાથે ઘણો ગાઢ સબંધ અનુભવ્યો હતો, કારણ કે અમે બંને ‘બાહરી’ હતા.’

ચારેય તરફ નફરતનો ફેલાવો જોઈ રહી છું

image source

આગળ લોરેને લખ્યું હતું કે હું આ ચેટને એટલે પણ શેર કરવા માંગતી હતી, જેથી કરીને હું દરેકને આ વાતની યાદ અપાવી શકું કે આપણે દરેકને સાથે લઈને ચાલવાની વાત કરવી જોઈએ અને પ્રેમ તેમજ સપોર્ટ પણ આપવો જોઈએ. અત્યારે જયારે હું ચારેય તરફ નફરતનો ફેલાવો જોઈ રહી છું, ત્યારે સુશાંતના દિલની વિનમ્રતાના કારણે દુનિયા સારી જગ્યા લાગે છે. આવો સુશાંતના મેજીકને શેર કરતા રહીએ અને એકબીજા પ્રત્યે દયાભાવ રાખીએ.

આ ચેટમાં શું હતું?

image source

ઉલ્લેખનીય છે કે લોરેને ઇંસ્ટાગ્રામ પર સુશાંત સાથે વોટ્સએપમાં થયેલી વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે જે વર્ષ 2016ના છે. જો કે આ વાતચીત ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના રીલિઝ સમયની હતી.

ચેટમાં લોરેને સુશાંતને પુછ્યુ હતું કે શું તે ધોનીની શૂટિંગ કરી રહ્યાં છે. ત્યારે આ વાતનો જવાબ આપતા સુશાંત કહે છે કે શૂટિંગનું કામ પૂરું થઇ ગયું છે અને ફિલ્મ ફિલ્મ 2 ડિસેમ્બરે રીલિઝ થશે. અત્યારે તેઓ કોઈ અન્ય પ્રોજેક્ટ માટે શૂટ કરી રહ્યા છે.

image source

આ ચેટમાં આગળ લોરેન કહે છે કે એમની ફિલ્મ પણ હાલમાં જ રીલિઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. જો કે તેમની ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી પંજાબી ફિલ્મ બની છે. આગળ લોરેન કહે છે કે એમણે અત્યાર સુધી કઈ જ સાઈન કર્યું નથી પણ તે બોલીવૂડ ફિલ્મોમાં કામ કરવા માગે છે.

ચેટમાં આગળ સુશાંત કહે છે કે ટીવીથી ફિલ્મમાં આવવું મુશ્કેલ હતું, પણ મારી પસંદના કારણે હું સર્વાઇવ કરી શક્યો છું. તમારે માત્ર તમારા પર જ વિશ્વાસ રાખવો જોઈએ અને ત્યારબાદ દુનિયા તમારી પાછળ હશે. તું ખુબ જ ટેલેન્ટેડ છો, તારામાં એ પેશન છે. તું તારા સપના જરૂર પૂરા કરીશ.

image source

જો કે બંને જણાએ ચેટમાં તેનાથી આગળ પણ વાત કરતાં રહ્યા હતા અને એક બીજા પ્રત્યે સમ્માન અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોરેન કેટલીક બોલીવૂડ ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત