કોરોનાએ ભલભલા ઈતિહાસ પલટી નાંખ્યા, લોકડાઉનમાં કાર અને 2-વ્હીલરના વેચાણનો ગ્રાફ જોઈ ચોંકી જશો

કોરોનાએ આમ તો ઘણી રીત ભાત બદલી નાખી છે અને લોકોને એક નવું જ જીવન જીવતા શીખવાડી દીધું છે. કારણ કે કોરોના કાળમાં લોકો માટે સૌથી વધારે મહત્વની છે સેફ્ટી, કે ક્યાંક કોરોના અમને પણ થઈ ન જાય એની લોકોને બીક છે. માટે કોરોનાથી બચવા માટે લોકો બને એટલી જહેમત ઉઠાવી લે છે. ત્યારે હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં પણ એક નવી જ માહિતી સામે આવી છે. ઓટોમોબાઈલ સેક્ટર લગભગ છેલ્લાં બે વર્ષથી તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે, એમાંય કોરોના આવવાથી આ સેક્ટરના રિવાઈવલને ભારે ફટકો પડ્યો છે.

image source

પરંતુ એક વાત સૌથી ચોંકાવનારી એવી છે કે આ સેક્ટરમાં પેસેન્જર વેહિકલ સેગમેન્ટને કોરોનાથી ફાયદો થઇ રહ્યો છે. કારણ કે કોરોના આવ્યા બાદ સ્વાસ્થ્યની સેફટીને લઈને લોકો ઘણા જ સજાગ બનતા દેખાઈ રહ્યા છે અને એટલે જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તેમજ ગ્રુપમાં કોમન વેહિકલનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે અને પોતાના જ વાહનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ કારણે આ વર્ષમાં 2-વ્હીલરની સરખામણીએ કારના વેચાણનો ગ્રોથ વધુ થયો છે. એ જ રીતે ગુજરાતની પણ વાત કરીએ તો દેશમાં અનલોક થયા પછીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ 2-વ્હીલરની સરખામણીએ પેસેન્જર વેહિકલના વેચાણમાં ગ્રોથ વધારે થયો છે. ફાડાના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાડીઓના વેચાણમાં સરેરાશ 15%નો ગ્રોથ થયો છે. એની સામે 2-વ્હીલરમાં 11% જેવો ગ્રોથ રહ્યો છે.

image source

જો વિગતે વાત કરીએ તો ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોની વિચારસરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલાં પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતી હતી તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. ગુલાટી સાહેુબનું એવું કહેવું છે કે લોકો પોતાની જરૂરિયાત કરતાં પરિવારની સલામતીને વધારે મહત્ત્વ આપી રહ્યા છે અને આ જ કારણથી પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં અપેક્ષા કરતાં ઝડપી રિકવરી આવી છે.

image source

આગળ જણાવ્યું કે, સ્કૂટર સેગમેન્ટમાં રિવાઇવલ આવતાં હજુ થોડો સમય લાગશે. આ જ રીતે આ મામલે વાત કરતાં પેસેન્જર વેહિકલમાં ગ્રોથરેટ વધુ હોવા અંગે સમજાવતાં એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું હતું કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે કે સ્કૂટરના વેચાણની સરખામણીએ કારમાં સેલ્સ ગ્રોથ વધુ હોય. કોરોનાને કારણે લોકો પોતાની અને પરિવારની સેફટી અંગે વધુ વિચારતા થયા છે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જે લોકો પહેલાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કંપનીના વાહનમાં ઓફિસ જતા હતા અથવા ટ્રાવેલ કરતા હતા એમાંના ઘણા લોકો હવે સલામતીને ધ્યાનમાં રાખીને કાર ખરીદી રહ્યા છે. આ જ કારણથી ગુજરાત સહિત દેશભરમાં ગાડીઓનો સેલ્સ ગ્રોથ વધુ છે. આગળ વાત કરતાં ગુલાટીએ જણાવ્યું હતું કે કોરોનાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થઇ છે. જોબ લોસ તેમજ આવકમાં ઘટાડો થવાને કારણે આ વર્ગ તરફથી 2-વ્હીલરની માગ આવતી હોય છે એ નથી આવી. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

image source

એનાથી આગળ જો વાત કરીએ તો આંકડા જોઈને જ ખબર પડી જાય કે ચાલુ વર્ષ દરમિયાન તહેવારોના સમય દરમિયાન જ 2-વ્હીલરના વેચાણમાં ગ્રોથ થયો છે, જ્યારે બાકીના મહિનાઓમાં તેમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી. બીજી તરફ, કારના વેચાણમાં સેલ્સ ગ્રોથ જળવાઈ રહ્યો છે. સાથે જ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે 2-વ્હીલરમાં રિટેલ સેલિંગ હજુ પણ નબળું છે, એની સામે ઉત્પાદકો તરફથી સપ્લાઇ નિયમિત થઇ રહી છે. અમને આશા છે કે આ સમય પણ પસાર થઇ જશે. ઓવરઓલ વાત કરીએ તો આ વર્ષે એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જર વેહિકલલનું વેચાણ 20.57% ઘટ્યું છે, જયારે 2-વ્હીલરમાં 25.08% ઘટાડો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત