કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી સ્વાસ્થ્યને એક નહિં પણ થયા આટલા બધા ફાયદાઓ, જાણો તમે પણ

કોરોના વાયરસની અસર દરમિયાન શહેરમાં રહેતા મોટાભાગના નાગરિકો દ્વારા ગરમ પાણી પીવાનું પસંદ કરવામાં આવતા ઝાડા- ઉલટી, ટાઈફોઈડ, કમળો, કોલેરા જેવા પાણી દ્વારા થતા રોગો લગભગ અદ્રશ્ય થઈ ગયા છે. શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પાણીજન્ય રોગચાળાનો ખર્ચ પણ ઘટીને હવે રુ.૧.૯૪ લાખ રૂપિયા જેટલો થઈ ગયો છે.

image source

આરટીઆઈ એક્ટીવીસ્ટ યશ મકવાણા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી મુજબ, શહેરમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન પાણીજન્ય રોગચાળાના ૮૪૦૦ કેસ નોંધવામાં આવ્યા હતા. જયારે વર્ષ ૨૦૧૯ દરમિયાન આ આંકડો ઘટીને ૬૯૯૧ પાણીજન્ય રોગ નોંધાયા હતા. ત્યારે વર્ષ ૨૦૨૦માં તો ફક્ત ૧૯૦૮ જ પાણીજન્ય રોગના કેસ નોંધવામાં આવ્યા હતા અને વર્ષ ૨૦૨૧માં તો પાણીજન્ય રોગના કેસમાં હજી વધારે ઘટાડો નોંધવામાં આવતા માત્ર ૯૭૦ કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા ૫ વર્ષની સંખ્યાકીય વિગતો જોતા શહેરમાં કમળા જેવા પાણીજન્ય રોગના ગંભીર કેસ તો જોવા મળ્યા જ નથી.

મ્યુનિસિપલની 3 હોસ્પિટલ, ૭૧ જેટલા અર્બન હેલ્થ સેન્ટર, ૧૬૪ પ્રાઈવેટ હોસ્પિટલ અને 3 અન્ય સરકારી હોસ્પિટલની સંખ્યાકીય માહિતીને જોતા શહેરમાં પાણીજન્ય રોગના આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે કરવામાં આવતા હેલ્થ કચેરીને રુ. ૧૯૪૪૦૦ જેટલો જ ખર્ચ થયો છે.

image source

પાણીજન્ય રોગના કેસનું છેલ્લા ૫ વર્ષનું સરવૈયું

વર્ષ                        કોલેરા                   ટાઈફોઈડ                         કમળો

૨૦૧૬/૧૭                ૩૧                           ૨૬૯                                ૫૧૨

૨૦૧૭/૧૮                ૬૨                           ૪૮૦                               ૭૨૬

૨૦૧૮/૧૯                ૪૧                           ૯૮૧                                ૧૦૧૩

૨૦૧૯/૨૦                ૯૧                           ૮૪૧                                ૬૩૧

૨૦૨૦/૨૧                ૭૮                           ૨૪૪                                ૯૦

-વર્ષ ૨૦૧૮-૧૯માં કમળાના સૌથી વધારે ૧૦૧૩ કેસ નોંધવામાં આવ્યા હતા, જે વર્ષ ૨૦૨૦-૨૧ માં ઘટાડો નોંધાતા ફક્ત ૯૦ જેટલા થઈ ગયા હતા.

અલગ અલગ રોગચાળાનો સમય નક્કી હોય છે.

-કમળો- મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન જોવા મળે છે.

-ટાઈફોઈડ- જાન્યુઆરી મહિનાથી લઈને મે મહિના સુધી અને ઓગસ્ટ મહિનાથી લઈને ડીસેમ્બર મહિના દરમિયાન.

-ઝાડા- ઉલ્ટી- એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન.

-કોલેરા- એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન.

image source

આવી રીતે થાય છે રોગ.

-કમળો- હિપેટાઈટીસ-એ પ્રકારના કમળાના વાયરસના પ્રવેશ કરી લીધાના ૧૫ દિવસથી 45 દિવસ દરમિયાન કમળાના લક્ષણો જોવા મળે છે, ત્યાં જ હિપેટાઈટિસ-ઈ વાયરસ શરીરમાં પ્રવેશ કરી લીધાના ૧૫ દિવસથી ૬૦ દિવસ દરમિયાન લક્ષણો જોવા મળે છે.

-ટાઈફોઈડ- ભોજન, દૂધ અને દુધની વાનગીઓ, સુએજના પાણી દ્વારા ઉગાડવામાં આવતા શાકભાજી દ્વારા ટાઈફોઈડ થવાની સંભાવના છે. ટાઈફોઈડના બેક્ટેરિયા પાણીમાં ૪૮ કલાક સુધી જીવિત રહે છે.

સતત બાર દિવસ સુધી એકપણ નવો કેસ નોંધવામાં આવ્યો નથી.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સતત બીજા દિવસે પણ શહેરમાં કે પછી જીલ્લામાં પણ એકપણ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ૧૫ કેસ કોરોના વાયરસના નોંધવામાં આવ્યા છે ત્યાં જ અમદાવાદ શહેરમાં ૩૬૩ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અમદાવાદ જીલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આની પહેલા અમદાવાદ જીલ્લામાં સતત બાર દિવસ સુધી એક પણ નવો કેસ નોંધાયો છે નહી. પરંતુ તા. ૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ એક કેસ નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર અને જીલ્લામાં મૃત્યુઆંક 3,૪૧૦ થઈ ગયો છે.

image source

તા. ૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ સાંજના સમયથી તા. ૮ જુલાઈ, ૨૦૨૧ના સાંજના સમય દરમિયાન કોરોના વાયરસના શહેરમાં નવા ૧૫ કેસ નોધાયા છે. જયારે શહેરમાં ૩૬૩ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ચાલ્યા ગયા છે. આની સાથે જ અમદાવાદ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસથી સંક્મિત કેસનો આંકડો ૨,૩૭,૮૦૯ થઈ ગયો છે. ત્યાં જ ૨,૩૩,૮૬૩ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને મૃત્યુઆંક 3,૪૧૦ થઈ ગયો છે.