કોરોના પોઝિટિવ દર્દીએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ ચીજો, રાખી લો તમે પણ ધ્યાન

કોરોનાથી પીડિત દર્દીએ દવાની સાથે પોષક તત્વોથી ભરપૂર ભોજન લેવું જરૂરી છે. તે પચવામાં સરળ હોય છે અને દર્દી ઝડપથી રિકવરી મેળવે છે.

કોરોના સંક્રમણ દેશમાં પોતાનો કહેર દેખાડી રહ્યું છે અને સાથે લોકોને પોતાની ઝપેટમાં પણ ઝડપથી લઈ રહ્યું છે. તેનાથી પીડિત લોકોની સંખ્યા પણ વધી રહી છે. એવામાં સાચું એ છે કે સમયસર ઉપાય કરી લેવાથી તેમને રાહત મળી શકે છે. જો આ લોકો પોષક તત્વોથી ભરપૂર ખોરાક લે છે તો તે પચવામાં સરળ રહે છે અને સાથે કોરોના પોઝિટિવ દર્દીને સરળતાથી રિકવરી પણ મળી રહે છે.

કેટલાક ફૂડ્સ જેવા કે દાળ, શાક, અનાજથી સમૃદ્ધ ભોજન પણ ઝડપથી રિકવરીમાં મદદ કરે છે અને કોવિડ રોગીની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે. સંક્રમિત રોગીના દૈનિક આહારમાં વિટામિન ડી અને સી સામેલ હોય તે જરૂરી છે. તેની સાથે ખ્યાલ રાખવો કે આ સમયે કઈ ચીજો ન લેવી અને કયા ફૂડ્સને અવોઈડ કરવા. કોરોના દર્દીની ઝડપથી રિકવરી માટે કેટલાક ફૂડ લેવાનું ટાળવું. કેમકે તે સોજા વધારે છે અને સાથે જલ્દી ઠીક થવાની પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે.

image source

તળેલું અને મસાલેદાર ખાવાનું

તળેલું ખાવાનું ખાવાથી તેમાંથી વધારે કેલેરી મળે છે. એ યોગ્ય છે કે ખાસ કરીને કોવિડ પોઝિટિવ દર્દી મોઢાનો સ્વાદ સુધારવા માટે તળેલું કે મસાલેદાર ખાવાનું પસંદ કરે. કર્લટેલ્સના રિપોર્ટ અનુસાર ઉપાય એ છે કે ઉપચારના સમયે દર્દીને તળેલા પદાર્થોના ખાનપાનની લાલચ ન રાખવી. આમ કરવાથી ખાદ્ય પદાર્થ શરીરને માટે નુકસાન કરે છે અને રોગથી લડવાની ક્ષમતાને નબળી કરે છે કેમકે ખાન પાન આંતરડાના રોગાણુને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. ખરાબ કોલેસ્ટ્રેલને વધારીને હ્રદયરોગના ખતરાને પણ વધારે છે.

image source

ઠંડી અને ગળી વસ્તુથી દૂર રહો

જો તમે કોરોના પેશન્ટ છો તો તમે સંક્રમણ અને ઉપાય સમયે ઠંડા પીણા અને ગળી ચીજોને ન લો. તે શરીરમાં સોજા વધારે છે. રિકવરીની પ્રક્રિયામાં બાધા પણ ઉત્પન્ન કરે છે. શરાબથી પણ દૂર રહો. તેનું સેવન દવાના પ્રભાવને ઓછો કરે છે. તેના બદલે તમે છાશ કે લીંબુ પાણીના રસનું સેવન કરી શકો છો.

image source

પ્રોસેસ્ડ ફૂડ કરશે નુકસાન

પોઝિટિવ દર્દી ખાસ કરીને ભૂખના સમયે પેક કરાયેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે. કોરોના રોગી માટે ખાદ્ય પદાર્થ વધારે નુકસાનકારક બને છે. પ્રસંસ્કૃત કે ડબ્બાબંધ ખાદ્ય પદાર્થ સોડિયમથી ભરપૂર હોય છે. તેનાથી રોગીને રોગથી બહાર આવવામાં સમય લાગી શકે છે. આ સિવાય પ્રતિરક્ષા પ્રણાલી પણ નબળી બને છે. સોજા વધે છે. તમને તેનાથી ખતરો વધારે રહે છે. તમે આ સમયે ભૂલથી પણ મેગી, બટાકાની વેફર કે બિસ્કિટ ન ખાઓ. ઘરનું બનેલું સાદુ અને સાત્વિક ભોજન કરો તે જરૂરી છે.

image source

રેડ મીટ કરે છે નુકસાન

રેડ મીટ સંતૃપ્ત વસાથી ભરપૂર હોય છે. પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થની જેમ સોજાને વધારો આપે છે. પ્રોસેસ્ડ મીટ અને રેડ મીટ બંને સંતૃપ્ત વસાથી ભરપૂર હોય છે. તેનાથી ખાસ કરીને સોજા વધે છે. કોરોનાના દર્દીએ તેનું સેવન કરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે. રેડ મીટના બદલે પ્રોટીનની પૂર્તિ માટે તમે માછલી, ચિકન, ઈંડા, પનીર અને બીન્સ તથા દાળનું સેવન કરી શકો છો. જૈતૂનનું તેલ, અવોકાડો, માછલી, ઓમેગા -3 ફેટી એસિડથી ભરપૂર ચીજોને ઉપયોગમાં લેવાનું ટાળવું યોગ્ય છે.

image source

મસાલેદાર ભોજનથી બચો

આ સાથે કોરોનાના દર્દીએ મસાલે દાર ખાવાનું ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી તમને ગળામાં બળતરા થઈ શકે છે. તમને ખાંસી પણ વધી શકે છે. ઉપચાર સમયે ડોક્ટર મસાલેદાર ખાવાનું છોડવાની ખાસ સલાહ આપે છે. લાલ મરચાને બદલે તમે ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરો. તેનાથી રોગ સંબંધી જીવાણુઓ પણ નાશ પામે છે.

image source

તો હવે જો તમે કોરોના પેશન્ટની સેવા કરો છો કે તમે પોતે કોરોના સંક્રમિત થાઓ છો તો તમારે આ વાતોનું ખાન પાનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેનાથી તમને લાભ થઈ શકે છે અને રિકવરી પણ જલ્દી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!