દેશનું પહેલું શહેર જ્યાં પીવાનું શુધ્ધ પાણી 24 કલાક આવશે, આર.ઓ.ની પણ જરૂર નથી

શુદ્ધ પીવાનું પાણી આજે દરેક ભારતીય માટે સંકટ બની ગયું છે. રાજધાની દિલ્હીથી લઈને તમામ મોટા શહેરો સુધીની પરિસ્થિતિ એ છે કે દરેક ઘરમાં આરઓ વોટર પ્યુરિફાયર્સ લગાવવું જરૂરી બન્યું છે, કારણ કે આરઓ વિના પાણી પીવાલાયક હોતું નથી. આરઓ.માંથી પીવા માટે શુધ્ધ પાણી ઉપલબ્ધ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આરઓ. માં ફિલ્ટર કરવામાં આવતાં કેટલાક એવા ખનિજો પણ પાણીમાંથી કાઢી નાખવામાં આવે છે જેની જરૂરિયાત તમારા શરીરને હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને દેશના પહેલા આવા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આરઓ ની જરૂર હોતી નહીં. અહીં 24 કલાક પીવાનું શુધ્ધ પાણી નળમાં આવે છે.

image source

ઓડિશા દેશમાં પુરી નામનું પહેલું અને એકમાત્ર એવું શહેર બન્યું છે જ્યાં લોકોને 24 કલાક નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી આવે છે. આ શહેરમાં નળનું પાણી એટલું શુદ્ધ હોય છે, કે તેને ફિલ્ટર કરવાની જરૂર રહેશે નહીં. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે તાજેતરમાં પુરીમાં ‘નલ સે પેયજળ’ મિશનનું ઉદ્ઘાટન કર્યું છે.

પુરી જગન્નાથ યાત્રા માટે પ્રખ્યાત છે. આ શહેરની વસ્તી 2.5 લાખ છે. આવી સ્થિતિમાં શહેરની જનતાને આ યોજનાનો લાભ મળશે, સાથે સાથે દર વર્ષે આ પવિત્ર સ્થળની મુલાકાત લેનારા 20 કરોડ પ્રવાસીઓ પણ મળશે.

image source

આ મિશનનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, દરેક ઘર સુધી નળમાંથી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પહોંચાડવું એ એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ છે અને પુરીને વૈશ્વિક કક્ષાના વારસો શહેર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે પુરીના રહેવાસીઓ, પ્રવાસીઓ અને યાત્રિકો માટે શહેરભરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ છે. ઓડિશાના દરેક ઘરને નળનું પાણી આપવાનું મારું સપનું રહ્યું છે અને તે હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે.

image source

મુખ્યમંત્રીએ કહ્યું કે પીવાના પાણી માટેનું બજેટ પાંચ વર્ષમાં બમણું કરવામાં આવ્યું છે. પહેલાં તે 200 કરોડ રૂપિયા હતું, જે હવે પાંચ વર્ષમાં વધીને 4000 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આપણે જણાવી દઈએ કે ભારતમાં કેટલાક સ્થળોએ પીવાના પાણી ઘણા દિવસો સુધી મળતા નથી. મોટા શહેરોમાં, નળમાં પાણી આવે છે, પરંતુ તે એટલું ગંદુ હોય છે કે આ પાણીથી નાહવાનું પણ પસંદ હોતું નથી. તેથી દરેક ઘરમાં આરઓ વગર ચલાવવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જયારે આરઓ. માંથી પાણી ફિલ્ટર થઈને આવે છે, ત્યારે તેમાં હાજર જરૂરી ખનીજો પાણીમાંથી દૂર થાય છે, સાથે જ પાણીનો બગાડ પણ નોંધપાત્ર રીતે થાય છે. આવી સ્થિતિમાં દરેક રાજ્યોએ ઓડિશા પાસેથી આ રીત શીખવાની જરૂર છે.