ધાર્મિક અનુષ્ઠાનોમાં અક્ષય કુમાર આ કારણે પહેરે છે કાળા કપડાં, શું તમે જાણો છો આ પાછળનું કારણ?

અભિનેતા અક્ષય કુમાર સાથે આ વર્ષે બીજીવાર એવું થયું છે જ્યારે એ પોતાની કોઈ નવી ફિલ્મના મુહૂર્તમાં કાળા કપડાં પહેરીને પહોચ્યા હોય. સનાતન ધર્મમાં લાંબા સમય સુધી કાળા કપડાને પૂજાની વિધિ વિધાનથી વિપરીત માનવામાં આવે છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાળા કપડામાં કુંભ સ્થાન કરવાથી આ ધારણા ઝડપથી બદલાઈ રહી છે.

image soucre

સનાતન ધર્મગ્રંથોના જાણકાર જણાવે છે કે ભગવાન વરાહે વરાહપુરાણમાં પૂજનના જે નિયમોનો ઉલ્લેખ કર્યો છે એ અનુસાર પૂજામાં અમુક ખાસ રંગના કપડાં પહેરીને ન બેસવું જોઈએ.પૂજામાં નીલા અને કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ બંને રંગોને શુભ કાર્યો માટે ઘણા વર્ષોથી અમંગલકારી જ માનવામાં આવે છે. હજી પણ રૂઢિચુસ્ત પરિવારોમાં પૂજન સમયે કાળા રંગના વસ્ત્રો પહેરેલા કોઈપણ સ્ત્રી કે પછી પુરુષને મુખ્ય પૂજા સ્થળથી દૂર જ રાખવામાં આવે છે.

image soucre

પણ પહેલા દિલ્લીના દાતી મહારાજ અને હાલના દિવસોમાં ઈશા ફાઉન્ડેશનના સદગુરુ કાળા રંગની અશુભ નથી માનતા. ઈશા ફાઉન્ડેશન અનુસાર કોઈ વસ્તુ કાળી છે કે પછી તમને કાળી પ્રતિત થાય છે, એનું કારણ એ છે કે એ કઈ પણ પરાવર્તિત નથી કરતી, કઈ પણ પરત નથુ આપતી, બધું જ પોતાનામાં સમાવી લે છે. તો જો તમે કોઈ એવી જગ્યા છે જ્યાં એક ખાસ કંપન અને શુભ ઉર્જા છે તો તમારે પહેરવા માટે કાળો રંગ એ સૌથી સારો રંગ છે કારણ કે એવી જગ્યાથી તમે શુભ ઉર્જા વધુમાં વધુ અવશોષિત કરવા માંગશો, આત્મસાત કરવા માંગશો.

એમનું એવું પણ માનવુ છે કે જ્યારે તમે દુનિયાથી ઘેરાયેલા હોવ છો, લાખો કરોડો અલગ અલગ પ્રકારની વસ્તુઓના સંપર્ક હોવ છો તો સફેદ કપડાં પહેરવા સૌથી સારા છે કારણ કે તમે કઈ પણ ગ્રહણ કરવા નથી માંગતા, તમે બધું જ પાછું આપી દેવા માંગતા હોવ છો,બધું જ પરાવર્તિત કરી દેવા માંગો છો.

image soucre

શૈવ ભક્તો સાથે જ્યારે આ વિશે વાત કરવામાં આવી તો એ કહે છે કે શિવને હંમેશા કાળા માનવામાં આવે છે કારણ કે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવામાં એમને કોઈ જ તકલીફ નથી. એટલે સુધી કે જ્યારે એમને વિશ આપવામાં આવ્યું તો એ વિષને પણ એમને ખૂબ જ સહજતાથી પી લીધું. એમનામાં પોતાની જાતને બચાવી રાખવાની ભાવના નથી કારણ કે એમની સાથે એવું કંઈ થતું પણ નથી. એટલે એ દરેક વસ્તુને સરળતાથી ગ્રહણ કરી લે છે, કોઈ પણ વસ્તુનો વિરોધ નથી કરતા.