દીકરીના સંતાનના પિતા અને એક્સ બોયફ્રેન્ડ સાથે માતાએ કરી લીધા લગ્ન, દીકરીનો એક્સ જ બની ગયો તેનો પિતા

સંબંધોમાં છેતરપિંડી હંમેશા આઘાતજનક હોય છે. જેની સાથે આવું થાય છે તેનો વિશ્વાસ દરેક સંબંધ પરથી ઉઠી જાય છે. સામાન્ય રીતે સંબંધોમાં દગો પતિ -પત્ની વચ્ચે કે પરીવારના અન્ય સભ્યો વચ્ચે થાય છે, પરંતુ આજ સુધી તમે એવું નહીં સાંભળ્યું હોય કે એક માં એ દીકરીને છેતરી હોય.. આવું કલ્પનામાં પણ ન આવે પરંતુ હકીકતમાં આવી ઘટના બની છે.

image soucre

મૈરિસા નામની યુવતીએ તેની સાથે થયેલા દગાની વાત શેર કરી હતી. તેને અન્ય કોઈએ નહીં પરંતુ તેની માતાએ જ દગો દીધો છે. યુવતીની માતાએ તેના જ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. માતાના લગ્નની જાહેરાત સાંભળી યુવતી આઘાતમાં સરી પડી હતી.

મૈરિસાએ ટિકટોક પર લોકો સાથે તેની સાથે શું થયું તે શેર કરતા કહ્યું હતું કે તેની પોતાની માતાએ તેની પીઠમાં છરી ભોંક્યા જેવું કામ કર્યું છે. તેની માતા તેના જ બાળપણના મિત્રને ડેટ કરી રહી હતી. જ્યારે તેણીનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું ત્યારે પણ તેની માતા તેને મળતી રહી અને અંતે હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે મૈરિસાને તેની માતાના આ કાંડ વિશે ખબર પડી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ.

image soucre

મૈરિસાએ જણાવ્યું છે કે 16 વર્ષની ઉંમરે તેણે પોતાની સ્કૂલના ભણતા યુવક સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેમની મિત્રતા હાઇ સ્કૂલમાં વધી અને તે બંને લિવ ઈનમાં રહેતા હતા. મૈરિસાની માતા અને તેના પિતા પણ ઘરમાં રહેતા હતા. બંને વચ્ચે 3 વર્ષ સંબંધ રહ્યા અને પછી બંનેનું બ્રેકઅપ થયું. મૈરિસા આ ઘટના બાદ અલગ રહેવા પણ જતી રહી હતી. પરંતુ તેની માતા ત્યાર પછી પણ છોકરાને તેના ઘરે બોલાવતી હતી અને સંબંધ રાખતી હતી. મૈરિસાએ તેની માતાને રોકી પણ હતી.

image source

આ વાત પર મૈરિસા અને તેની માતાના ઝઘડા પણ થતા હતા. આખરે મૈરિસાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આ ઘટનાના થોડા સમય પછી તેની માતાએ જાહેર કર્યું કે તે તેના જૂના બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે. અહીં મૈરિસા પણ બોયફ્રેન્ડ સાથેના સંબંધ પછી ગર્ભવતી બની અને તેણે એક બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ પછી થોડા જ દિવસોમાં તેની માતાએ તેને જાણ કરી કે તે લગ્ન કરવા જઈ રહ્યા છે.