એક જ મકાનમાંથી નીકળ્યા કોબ્રા અને તેના 26 બચ્ચાઓ, વન વિભાગે આ રીતે બધાને બચાવી જંગલમાં છોડી દીધા

ઓરિસ્સાના કાલાહંડી જિલ્લાના મકાનમાં એક હંગામો થઈ ગયો કે જ્યારે એક કોબ્રા અને તેના 26 બચ્ચાઓ એક જ મકાનમાં સાથે જોવા મળ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં કોબ્રા સાપ અને તેના 26 બચ્ચાઓને જોઇને ગામમાં ખળભળાટ મચી ગયો હતો.

image source

કોબ્રા વિશેની માહિતી તાત્કાલિક વન વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ માતા કોબ્રા સાપ અને તેના બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. મધર કોબ્રા અને તેના બાળકોની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો ફફડી રહ્યાં છે.

image source

ઓડિશાના કાલાહંડી જિલ્લામાં ગામના મકાનમાં મધર કોબ્રાની હાજરી વિશે માહિતી મળી હતી. આ ઘરમાં ફક્ત મધર કોબ્રા જ નહીં પરંતુ તેના 26 નાના બચ્ચાઓ પણ હાજર હતા. આ અંગે વન વિભાગને બાતમી મળતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સાપ બચાવનારને પણ બોલાવાયા હતા. ટૂંક સમયમાં, સાપને બચાવી લેવામાં આવ્યા અને સલામત રીતે વનમાં છોડવામાં આવ્યા.

image source

કાલાહંડી વન વિભાગના સાપની બચાવ કામગીરી કરનાર વિરેન્દ્રકુમાર સાહુએ માહિતી આપતા જણાવ્યું કે કોબ્રા માતા સાથેના તમામ 26 બચ્ચાઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત રીતે છોડી દેવાયા છે. આટલી મોટી સંખ્યામાં સાપો મળવાને કારણે તે સ્પષ્ટ થાય છે કે લોકોના મનમાં ભય સ્થિર થયો છે. સાપના નિષ્ણાંતો કહે છે કે વરસાદની ઋતુમાં ભારે વરસાદને કારણે સાપનું દર પાણીથી ભરાઈ જાય છે અને કેટલીક વાર તેમાં માટી પણ ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં એકવાર વરસાદ અટકી જાય અને જો તડકો આવે છે, ત્યારે સાપ તેમના દરમાંથી બહાર આવે છે અને લોકોના ઘરોમાં પ્રવેશ કરે છે. કારણ કે તેમને ઘરમાં ઠંડીનો અહેસાસ થાય છે.

image source

માતા કોબ્રા અને તેમના બાળકોની આ તસવીર હવે વાયરલ થઈ રહી છે. તેને જ્યારે સલામત સ્થળે છોડવામા આવતા હતા એની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. કોબ્રા સાપ અને તેના 26 બચ્ચાઓને સલામત રીતે જંગલમાં પહોંચતા જોઈને ઘણા લોકો સોશિયલ મીડિયા પર સાપ બચાવનારનો આભાર માની રહ્યા છે.

ઘણા લોકોએ ટ્વિટર પર આ તસવીર પર ટિપ્પણી કરી છે. કોઈ આને સુખદ સીન જણાવી રહ્યું છે, તો પછી એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું કે સાપ બચાવનારનું સન્માન થવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!