ગુજરાતના આ વિસ્તારોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો અન્ય વિસ્તારોની શું રહેશે સ્થિતિ

આગામી ત્રણ દિવસમાં ગુજરાતના સમુદ્રકાંઠના વિસ્તારોમાં થશે ભારે વરસાદ – અન્ય વિસ્તારો પર પણ અસર જોવા મળશે. – લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે

આ વર્ષે ચોમાસાનો આરંભ ગુજરાતમાં થઈ ગયો છે અને સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં પડ્યો છે. અને આ વિસ્તારોમાં સમુદ્ર કિનારા તરફ મોનસૂન ટ્રફ એટલે કે લો પ્રેશરનના કારણે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

image source

અને માટે જ આવનારા ત્રણ દિવસમાં ફરિવાર રાજ્યના સમુદ્રકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ જાહેર કરવામા આવી છે. આ સિવાય અમદાવાદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

image source

હાલમાં સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં મોનસૂન ટ્રફ એટલે કે લો પ્રેશર સર્જાયું છે અને તેના કારણે વાતાવરણમાં હ્યુમીડીટી વધી છે અને તેના કારણે મોનસૂન સિસ્ટમ સક્રિય બની છે, અને તેના કારણે આવનારા ત્રણ દિવસો દરમિયાન રાજ્યના ખાસ કરીને સમુદ્ર કિનારાના વિસ્તારો તેમજ શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપડા પણ થઈ શકે છે.

image source

ગત રવિવારે અમદાવાદમાં છુટ્ટા છવાયા વરસાદી ઝાપડા પડી ગયા છે. પણ હવે લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી રવિવાર રાત્રીથી બુધવાર સુધી એટલે કે આવનારા ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં ભારેથી હળવા ઝાપટા પડી શકે છે.

image source

જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, દમણ, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારના વિસ્તારો જેવા કે ગીર-સોમનાથ, પોરબંદર તેમજ કચ્છના સમુદ્રકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત પર આ લો પ્રેશરની હળવી અસર જોવા મળશે.

image source

છેલ્લા એક દિવસમાં એટલે કે શનિવારે રાતથી રવિવારની સવારસુધીમા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી ગયા. અહીંના ઉમરગામ તાલુકામાં લગભગ 5.5 ઇંચ વરસાદ પડી ગયો છે, આ ઉપરાંત વાપી, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડા વિસ્તારોમાં પણ નોંધનીય વરસાદ નોંધાયો હતો.

image source

જ્યારે વડોદરા તેમજ ભાવનગરમાં પણ રવિવારે હળવો વરસાદ પડી ગયો. કાંઠિયાવાડમાં વલભીપુરમાં પણ ભારે વરસાદ પડી ગયો અહીં બે ઇંચ વરસાદ પડી ગયો જ્યારે તળાજા, તેમજ ઉમરાળામાં એક એક ઇંચ વરસાદ પડી ગયો અને વડોદરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

image source

આમ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી તો ધમાકેદાર રીતે થઈ છે. અને કચ્છમાં તો એક અહેવાલ પ્રમાણે ચોમાસાની સિઝનનો ઘણો બધો વરસાદ પડી ગયો છે. જો કે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુરતો વરસાદ પડ્યો નથી. પણ હજુ ભરચોમાસુ બેસવાને વાર છે અને શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં પણ ભારે વરસાદની આશા સેવાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત