આ ફળો ના સ્ક્રબ્સ વગર પગ ની સંભાળ અધૂરી છે, શું તમે જાણો છો આ માહિતી..?

આપણે આપણા શરીરન દરેક અંગની સંપૂર્ણપણે કાળજી લઈએ છીએ પરંતુ, આ સમયે આપણે આપણા પગ ની અવગણના કરીએ છીએ. જો પગની સ્કિનનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો તે તેની ચમક ગુમાવવાનું શરૂ કરે છે. પગની યોગ્ય સફાઈ ના થવાના કારણે ત્વચા પર મૃતકોષો, ધૂળ, ગંદકી, પરસેવો બધું જ એકત્રિત થઇ જાય છે અને તેના કારણે પગ કદરૂપા દેખાવા લાગે છે પરંતુ, અમુક એવા ફ્રુટ સ્ક્રબ્સ છે જે તમારા પગની ખોવાયેલી ચમક ને પાછી લાવી શકે છે તો ચાલો જાણીએ આ સ્ક્રબ વિશે.

પગની ત્વચા માટે ફ્રૂટ સ્ક્રબ :

image soucre

પગની ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે નીચે આપેલા ફ્રુટ સ્ક્રબ્સ નો ઉપયોગ કરી શકાય છે.

નારંગી અને સુગર સ્કબ :

image source

તમે એક વાસણમાં અડધા નારંગી ની છાલ નો પાવડર અને છ ચમચી ખાંડ મિક્સ કરો અને પાણી ના થોડા ટીપા ઉમેરી ને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને પગ પર લગાવો અને બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને પંદર મિનિટ સુધી રહેવા દો. આ પછી પગ ને સામાન્ય પાણીથી ધોઈ લો અને આ સ્ક્રબ દિવસમાં એકવાર અપનાવી શકાય છે.

ટામેટા અને સુગર સ્ક્રબ :

image soucre

સ્કિન માટે ટમેટાંથી વધુ સારી વસ્તુ કોઈપણ હોય શકે નહીં. ટામેટામાં રહેલું વિટામિન-સી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ટામેટામાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ટમેટા ને નાના ટુકડા સમારીને ત્યારબાદ તેને બ્લેન્ડ કરી અને પછી ટામેટાની પ્યુરીમાં છ ચમચી ખાંડ ઉમેરો. આ મિશ્રણ થી પગની માલિશ કરો અને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પગ ને સામાન્ય પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ નો નિયમિત ઉપયોગ તમારા પગની ખોવાયેલી ચમક પાછી લાવે છે.

સફરજન અને ઓટમીલ સ્ક્રબ :

image soucre

આ સ્ક્રબ તૈયાર કરવા માટે એક સફરજન ને નાના ટુકડાઓમાં કાપો અને તેને બ્લેન્ડ કરો. ત્યારબાદ તેમાં બે ચમચી મધ અને છ ચમચી ઓટમીલ ઉમેરો. આ તમામ ઘટકો ને મિક્સ કરો અને પગ પર હળવા હાથે મસાજ કરો અને દસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા પગ ને પાણીથી ધોઈ લો. તમારા પગ ની ખોવાયેલી ચમક તુરંત પાછી આવી જશે.