OMG: આ ગામમાં બનાવાયું કોરોના માતાનું મંદિર, જોઇ લો VIDEOમાં ભક્તો કોરોના માતા આગળ શું કરી રહ્યા છે પ્રાર્થના

અહીંયા બન્યું કોરોના મંદિર, ચડાવો આપીને પૂજા કરવા લાગ્યા લોકો, પૂજારી પણ થયા નિયુક્ત, પણ હવે…

કોરોના વાયરસે આખી દુનિયામાં સર્વત્ર ત્રાહિમામ ત્રાહિમામ કરી મૂક્યું છે. દેશમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં ઘણી ઉથલ પાથલ કરી છે. હજી પણ રોજના ચાર હજારથી વધુ લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોરોનાને કારણે યુપીની પણ હાલત ખરસબ છે. એવામાં ઉત્તરપ્રદેશમાં કોરોના નામનું મંદિર પણ બનાવી દેવામાં આવ્યું છે. આ મંદિરને કોરોના માતાનું મંદિર એવું નામ આપવામાં આવ્યું છે.

આ મંદિરમાં એક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને લોકોએ એની પૂજા કરવાનું શરૂ કરી દીધું છે. જ્યાં મંદિર બનાવવામાં આવ્યું ત્યાં એ પણ લખવામાં આવ્યું છે ચડાવામાં શુ ચડાવવું અને શું નહિ. એટલું જ નહીં આ મંદિર માટે એક પૂજારી પણ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.

image source

કોરોના માતાનું આ મંદિર યુપીના પ્રતાપગઢમાં બનાવવામાં આવ્યું છે. જિલ્લા મુખ્યાલય પ્રતાપગઢથી 50 કિલોમીટર દૂર સંગીપુર વિસ્તારમાં જુહી શુક્લપુર ગામમાં કોરોનાનું આ મંદિર બનાવવામાં આવ્યું છે. જુહી શુક્લપુર ગામના લોકોના કહેવા અનુસાર ગામમાં નાગેશ કુમાર શ્રીવાસ્તવ, લોકેશ કુમાર શ્રીવાસ્તવ અને જય પ્રકાશ શ્રીવાસ્તવ નામના ભાઈની આ સહિયારી જમીન છે.

એમને જણાવ્યું કે નોએડામાં રહેતા લોકેશ શ્રીવાસ્તવ એક અઠવાડિયા પહેલા અહીંયા આવ્યા અને ગામના લોકોના સહયોગથી ફાળો ભેગો કરીને નાગેશ શ્રીવાસ્તવના ઘરની સામે એમની સહિયારી પણ વિવાદિત જમી પર ગઈ 7 જૂને કોરોના માતાની મૂર્તિ મૂકીને મંદિરની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દીધું.

આ મંદિરે દર્શન કરવા આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કોરોના માતાની મૂર્તિ સમક્ષ અગરબત્તી અને દીવો કરીને પ્રસાદ ચઢાવીને માતાની પૂજા પણ કરે છે. કોરોના માતાની પ્રતિમા માસ્ક પહેરો, હાથ ધોવાનો સંદેશ પણ આપી રહી છે.

ગ્રામીણોના દાવા મુજબ, કોરોના માતાની પૂજા કરવાથી ગામમાં કોરોના સંક્રમણ ફેલાયું નથી. અનેક લોકો તેને અંધવિશ્વાસ માને છે પરંતુ કોરોના માતાની માસ્ક લગાવેલી પ્રતિમા ગામલોકોને કોરોનાથી બચાવી રહી છે. જેવી રીતે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે કોરોના માતાની પણ પૂજા થઈ રહી છે.

image source

ગામના લોકોએ જણાવ્યું કે કોરોનાના આ મંદિરમાં ગામના રાધે શ્યામ વર્માને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિરની સ્થાપના પછી લોકેશ કુમાર શ્રીવાસ્તવ નોએડા જતા રહ્યા પણ કોરોના મંદિર પર જ મુસીબત આવી પડી. આ મંદિરને તોડી નાખવામાં આવ્યું કારણ કે મંદિર જે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું એ જગ્યા વિવાદિત જણાવવામાં આવી.

અને પાંચ દિવસમાં જ હવે આ સ્થાપિત કોરોના મંદિરને એક પક્ષે તોડી નાખ્યું અને પોલીસની બીક બતાવીને અવેધ કબ્જાની નિયતથી મંદિર નિર્માણનો આરોપ લગાવ્યો. આ કોરોના મંદિરને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યું અને બધો જ કાટમાળ હટાવી દેવામાં આવ્યો. ગામના લોકોનો આરોપ છે કે પોલીસે મંદિર તોડી નાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!