શું થયું છે ગાંધીના ગુજરાતને? સગા ભાઈએ મોબાઇલ અપાવવાની લાલચમાં 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, સગીરાએ પુત્રીને જન્મ આપ્યો

જો પહેલી નજરે વાત કરીએ તો ગુજરાતની છબી એવી છે કે આખા ભારતમાં આ રાજય સ્ત્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ સ્ત્રીઓ બિન્દાસ બહાર ફરી શકે છે. પરંતુ પરંતુ આજે ગુજરાતની ઈમેજ ખરડાઈ રહી છે. પરપ્રાંતીયોની વસ્તીથી ફાટફાટ થઈ રહેલા ગુજરાતમાં ગુનાખોરી સતત વધી રહી છે.

image source

સબ સલામત હોવાની સરકાર આલબેલ પોકારી રહી છે પણ દિવસે દિવસે ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં આજકાલ રેપના કિસ્સા વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાએ પણ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને લઈ કરુણ કેસો સામે આવી રહ્યાં છે તો સાથે-સાથે લોકોએ માનવતા મુકી દીધી હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે.

image source

ત્યારે હાલમાં વધારે એક કિસ્સો સામે આવ્યો છે કે જેની ચર્ચા ચારેકોર કરવામાં આવી રહી છે. જો આ કેસ વિશે વાત કરીએ તો ભચાઉ તાલુકાના નવાવાસમાં બનેલી ઘટના પગલે અરેરાટી ફેલાઈ છે, જેમાં સગા ભાઈએ પોતાની સગીરવયની બહેનને મોબાઇલની લાલચ આપી સતત 10 મહિના સુધી દુષ્કર્મ આચરી હોવાની ઘટના સામે આવી છે.

image source

આ ઘટના વધારે એટલા માટે ચર્ચાઈ રહી છે કારણ કે એટલી હદે દુષ્કર્મ આચર્યું કે છોકરી ગર્ભવતી થઈ ગઈ હતી. ત્યારબાદ સગીરાએ પુત્રીને જન્મ પણ આપ્યો છે. હાલમાં આ ઘટનાને લઈ સગી માતાએ જ પુત્ર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે અને ચારેકોર અરેરાટી મચી ગઈ છે. આ બનાવ વિશે વિગતે વાત કરીએ તો ભચાઉ પોલીસ મથકેથી વાત જાણવા મળી છે.

image source

જો ભચાઉ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદને ટાંકીને વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલાં તેની 16 વર્ષીય પુત્રીના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને 9 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

જ્યારે પરિવારને આ ઘટના વિશે જાણ થઈ તો પરિવાર ચોંકી ગયો હતો. પરિવારે તાત્કાલિક સગીરાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. આ કેસને લઈ સગીરાના પિતાએ પણ ભચાઉ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. એ બાદ પોલીસ તપાસમાં સગીરાના સગા ભાઈએ 10 મહિના પહેલાથી મોબાઈલ લઈ આપવાની લાલચ આપી ઘરમાં કોઈ ન હોય ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું હતું અને લોકો ચોંકી ગાયા હતા.

image source

જ્યારે માતા પિતાને આ વાત જાણવા મળી ત્યારે માતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને આ વિશે રાપર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ફતેગઢ ગામમાં રહેતી સગીરા જ્યારે ઘરમાં સૂતી હતી ત્યારે ફતેગઢ ગામમાં જ રહેતો આરોપી ખોડા દેસરા રબારી સગીરાના ઘરમાં જઈ તેને થપ્પડ મારી બાવડું પકડી શારીરિક અડપલાં કર્યા હતા.

image source

જે દરમ્યાન સગીરાની માતા વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ બે થપ્પડો મારી ત્યાંથી નાસી ગયો હતો. આ રીતે આરોપી અવાર નવાર કંઈક ના કરવાના કામો કરતો રહેતો હોય છે. હવે આ ઘટનાને પગલે જોવાનું એ રહ્યું કે ક્યારે પોલીસ કંઈક કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે એની સૌ કોઈને આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!