ગોંડલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારમાંથી 3 દીકરીઓ જ બચી..

ગુરુવારે રાજકોટ ગોંડલ હાઈવે પર એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે અને એક બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનામાં સુરત થી આવતી કારનું ટાયર ફાટતાં કાર રોંગ સાઈડમાં જય ચડી હતી અને એસટી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો રીતસર બુકડો બોલી ગયો અને કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા. જ્યારે એક નાની બાળકી અને બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી જેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ ખસેડાયેલા બંને બાળકોમાંથી એક બાળકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

image socure

અકસ્માતમાં સુરતના બે પરિવારના છ સભ્યોના મોત નિપજયા હતા હવે આ પરિવારમાં માત્ર ત્રણ દીકરીઓ જ બચી છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અધિકારીઓની મદદથી સુરત ના અનેક આગેવાનો આગળ આવ્યા છે. અકસ્માતમાં પરિવારને ગુમાવનાર બાળકીઓને બાર કલાકની અંદર જ પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ મળી છે. જ્યારે કેટલાક દાતાઓ દીકરીઓને 50 થી 60 હજાર રૂપિયા રોકડા આપી ગયા હતા.

image soucre

સુરતના કઠોદરામાં રહેતા પરિવારના 7 સભ્યો ગુરુવારે અમરેલીના ધારી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સમયે ગોંડલ હાઇવે પર બિલિયાળા નજીક કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેની તરફથી આવતી એસટી સાથે અથડાઈ હતી. અકસ્માત થયો તે સમયે કારમાં સાત લોકો સવાર હતા જેમાંથી આઠ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો અને અન્ય સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો.

image soucre

આ અકસ્માતમાં બગસરા પાસે નાનામુંજીયાસર ના વતની એવા અશ્વિનભાઈ, સોનલબેન, ધર્મિલ, શારદાબેન, પ્રફુલભાઈ, ભાનુબેન નામના વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં બાંભરોલીયા અને ગઢીયા પરિવારના છ સભ્યોએ જીવ ગુમાવ્યા. જેમાં પ્રફુલભાઈ ની 17 વર્ષની અને 6 વર્ષની દીકરીઓએ આના માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી જ્યારે અશ્વિનભાઈ ની માત્ર આઠ વર્ષની દીકરી નો બચાવ થયો હતો. આ બે પરિવારની ત્રણ દીકરીઓ અકસ્માત બાદ નિરાધાર થઈ ગઈ છે જેની આર્થિક મદદ એ સમાજના અગ્રણીઓ આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર એક દાતાએ અભ્યાસ કરતી દીકરીને ડોક્ટર અને ઇજનેર બને ત્યાં સુધીના અભ્યાસનો ખર્ચ ઉપાડવા ની ખાતરી આપી છે. આ સિવાય સુરતના આશાદીપ ગ્રુપ દ્વારા પણ દીકરીઓના કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી લેવામાં આવી છે.