ગુગલના સહારે દવા લેવાનું કરી દો બંધ નહીતર પડી શકે તમને ભારે…

કોરોનામાં જો તમને પણ આ સેલ્ફડોક્ટર વાળી ટેવ પડી હોય તો ચેતી જજો. કારણ કે, ડોક્ટર ની સલાહ વગરની દવા ગંભીર પરિણામ નોતરી શકે છે. આવું અમે નથી કહેતા પરંતુ એક સંશોધનમાં આ અંગે ચોંકાવનારા ખુલાશાઓ થયા છે. અને તેના વિશે સાંભળ્યા બાદ તમારી સેલ્ફ ડોક્ટરી છૂટી જશે. /p>

સેલ્ફ ડોક્ટરી કરવાના ગંભીર પરિણામો :

image soucre

ઘર બેઠા ડોક્ટક્ટ બનવું અને ગુગલ ને પુછીને દવા લેવી તમારા પર જ ભારે પડી શકે છે. કોરોના કાળમાં લોકો એ ડરના માર્યા આવું ખુબ કર્યું છે. અને હવે તેની આદત પડી ગઈ હોય અને પોતે એક્સપર્ટ બની ગયા હોત તેમ નાની-સુની બીમારીમાં જાતે દવા લઈ રહ્યા છે. પરંતુ આવા લોકો જાણે કે, હવે સેલ્ફડોક્ટરી કરવા ના ગંભીર પરિણામો પણ સામે આવવા લાગ્યા છે.

image soucre

લોકો પર દવાઓ ની આડઅસરો થવા લાગી છે. અમદાવાદ ની બી.જે.મેડિકલ કોલેજ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે. અને આ રિસર્ચ પ્રમાણે, લોકો પગનો દુખાવો, તાવની દવા , પેટ નો દુખાવો, એસીડીટી જેવી સામાન્ય દવા ડોક્ટરી સલાહ વીના લઈ લે છે. જેની હવે સૌથી વધુ આડઅસર જોવા મળી રહી છે.

image socure

ડોકટરોનું કહેવું છે કે દવા ની આડઅસર ભવિષ્યમાં કોઈ પણ રીતે હોઈ શકે છે, કોને કઈ આડઅસર થાય તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તમામ લોકો ની શરીરની તાસીર અલગ અલગ હોય છે પણ ડોકટરો દાવો કરી રહ્યા છે કે ગમે તે દવા ડોક્ટર ની પ્રિસ્ક્રીપ્શન લઈ લેવાથી ગંભીર પરિણામ આવી શકે છે ભલેને તે સામાન્ય તાવની પણ કેમ ન હોય.

ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકાય :

image soucre

ડોક્ટર ની પ્રિસ્ક્રીપ્શન વીના કોઈ પણ દવા લઈએ એટલે સ્વાભાવિક રીતે તેની આડઅસર થવાની છે. અને આડઅસર થયા બાદ પણ જો ડોક્ટર પાસે ન ગયા તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. પરંતુ સમય રહેતા યોગ્ય સારવાર અને માહિતી મેળવવા પર આડઅસર ને રોકી શકાય છે. બી.જે. મેડિકલ દ્વારા લોકો ની મદદ માટે 1800 180 3024 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો ને કોઈ પણ પ્રકારની આડઅસર વિશે માહિતી મળી શકે છે.