ગુજરાતી મૂળના યુવાનનો અમેરિકામાં ડંકો, સ્ટેટ લેબર કમિશનર પદે નોંધાવી ઉમેદવારી, લડશે ચૂંટણી

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની બે વર્ષ પહેલાં ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક કરવામાં આવી હતી. કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી’માં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. તેઓ 2020માં અમેરિકન પ્રેસિડેન્ટના મોટરકેડમાં માનદ્દ ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા.

image soucre

અમેરિકાના જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનરની ચૂંટણીમાં ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકાની જીડીપી અને તેની સામે જ્યોર્જિયાની જીડીપીની સરખી તુલના થઇ શકે તે રીતે અર્થતંત્ર માળખું કરવાનું તેમનું લક્ષ્ય છે. જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાની નેમ છે.

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક કરવામાં આવી છે. જ્યોર્જિયા સ્ટેટના ગવર્નર બ્રાયન પી કેમ્પે મૂળ ગજરાતના ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન કાર્તિક એચ ભટ્ટની ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’ના કન્ઝ્યૂમર મેમ્બર તરીકે નિમણૂક કરી છે. અહીં તેઓ વોટર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેટ તેમજ લેબારેટરી એનાલિસ્ટને સર્ટિફિકેટ આપવાની કામગીરી બજાવશે.

કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી’માં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. આ ઉપરાંત તેઓ લક્ષ્મીનારાયણ, 108, LLCમાં પ્રોપર્ટી મેનેજર તરીકે સેવાઓ આપી રહ્યા છે. કાર્તિક ભટ્ટના પરિવારમાં પત્ની ત્વિષા અને એક પુત્રી છે. નિમણૂકની સોગંદ વિધિ વખતે કાર્તિક ભટ્ટનો પરિવાર સાથે રહ્યો હતો. આ નિમણૂકથી સ્થાનિક ગુજરાતીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

કોણ છે કાર્તિક ભટ્ટ?

image soucre

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની બે વર્ષ પહેલાં ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક કરવામાં આવી હતી. કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી’માં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. તેઓ 2020માં અમેરિકન પ્રેસિડેન્ટના મોટરકેડમાં માનદ્દ ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા. અમેરિકાના કોઈપણ રાજ્યમાં સ્ટેટ ટેક્સ નથી પણ જ્યોર્જિયામાં પાંચ ડોલર સ્ટેટ ટેક્સ છે. આશરે 80 થી 90 હોટલ માલિકો અને ઉદ્યોગ સાહસિકોને મળીને કાર્તિક ભટ્ટે વાત કરી. તેમાં જાણવા મળ્યું કોરોનાકાળ પછી આ વ્યવસાય માલિકો તેમનો વ્યવસાય ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કાર્તિક ભટ્ટ કહે છે, શ્રમ કમિશનર તરીકે હું હોટલ માલિકોને ટેકો આપીશ. અમે સાથે મળીને કામ કરીશું અને પાંચ ડોલરનો સ્ટેટ ટેક્સ ઘટાડીશું. ઓફિસમાં મારા પ્રથમ 100 દિવસો માટે આ બીજી યોજના છે. અહીં આ હેતુ માટે બનાવવામાં આવેલી વિશેષ સમિતિ હશે. મેં 6 થી 7 રાજ્યના ધારાસભ્યો સાથે વાત કરી છે.

વેપારીઓને ફાયદો કરાવવો

નાના, મધ્યમ અથવા મોટા વ્યવસાયના માલિકોને કાર્તિક ભટ્ટ આર્થિક ફાયદો કરાવવા માંગે છે. કાર્તિક ભટ્ટ પોતાની વેબસાઈટ www.kartikbhattforga.com માં લખે છે કે ઘણા નાના વેપારીઓ સાથે વાત કરતા, મને જાણવા મળ્યું કે SBA લોન અને વ્યાપારી લોન પ્રક્રિયા બેન્કોને અંદાજે 60 થી 90 દિવસ લાગે છે. લેબર કમિશનર તરીકે હું બેંકો અને ધિરાણકર્તાઓ સાથે કામ કરીશ અને દસ્તાવેજો સાથે આ પ્રક્રિયા 30 થી 45 દિવસની કરીશ. આ ઉપરાંક કાર્તિક ભટ્ટ ખેડૂતોની સાથે પણ વાત કરવા માગતા હતા, કાર્તિક ભટ્ટે અંદાજે 50 થી 60 ખેડૂતો સાથે વાત કરી. તેઓએ મજૂરોની અછત અને અન્ય તકલીફો જણાવી. કાર્તિક ભટ્ટ જણાવે છે કે લેબર કમિશનર તરીકે, હું ભવિષ્યમાં ખેડૂતો અને એગ્રી-બિઝનેસ લીડર્સને તાલીમ આપવા માટે જ્યોર્જિયાની ટેકનિકલ કોલેજ સિસ્ટમ દ્વારા કૃષિ કાર્યબળ વિકાસ કાર્યક્રમ બનાવીશ. હું ‘જ્યોર્જિયા ગ્રીન’ અભિયાનનો ભાગ બનીશ. આમ જ્યોર્જિયા સ્ટેટને તે એક મોડલ સ્ટેટ તરીકે વિકસાવવા માગે છે, જેમાં સૌથી વધુ કામકાજ તે વિવિધ ક્ષેત્રે કરવા માગે છે, પરંતુ તેમના આ વિઝનમાં ખેતી સેક્ટર પણ પાછળ રહ્યું નથી. તે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને હલ કરવા માગે છે અને તેનો ઉપાય શોધી ખેડૂતોને બચત થાય અને તેમની કમાણી વધે તેવા ઉપાયો કરવા માગે છે.

image socure

ભટ્ટે સેવા ઇન્ટરનેશનલ, સ્વદેશ કટોચ, જય રાવલ, રિન્કી પટનાયક સાથે મળીને 650 થી વધુ માસ્ક પૂરા પાડ્યા હતા અને જીગર પટેલ, જોહન્તી રાવલ, સોની-ઇમ્તિયાઝ ભાયાણી, પ્રામાણિક, રાજુ ઓમલેટ અને બ્લુબેરી સાથે કોબ પોલીસ હેડ ક્વાર્ટરને 100 + ભારતીય લંચ આપવા માટે કામ કર્યું હતું. નીલ વોરેન, કોબ શેરિફ અને સોન્યા એલન, ડેપ્યુટી ચીફ ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે લગભગ બે કલાક વિતાવ્યા. “રોગચાળા દરમિયાન શ્રી ભટ્ટે મને સમુદાયની સેવા કરવામાં મદદ કરી છે. જ્યારે પણ તે મહેનતુ લોકોને જુએ છે ત્યારે તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે, ”પટ્ટનાયકે કહ્યું કે, તેમણે ખાતરી આપી કે દાન યોગ્ય સ્થળોએ પહોંચે છે. ભટ્ટે રિન્કી પટનાયક સાથે સિટી હોલમાં 200 DIY માસ્ક અને 20 પિઝા આપવા માટે કામ કર્યું હતું, જે કોવિડ 19 ને કારણે બંધ થયા બાદ જાહેર જનતા માટે ફરીથી ખોલવાનો પ્રથમ દિવસ હતો. ડેરેક ઇસ્ટરલિંગ, મેયર, કેનેસો શહેર, ઇવેન્ટમાં ઉપસ્થિત કેનેસોના પોલીસ વડા બિલ વેસ્ટનબર્ગરએ બંને દાતાઓના વિશેષ સન્માન સાથે દાનને માન્યતા આપી હતી.

જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ ફોર ધ સર્ટિફિકેશન ફોર વોટર એન્ડ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેટર્સ અને લેબોરેટરી એનાલિસ્ટ્સના સભ્ય કાર્તિક ભટ્ટ એટલાન્ટામાં ફ્રન્ટલાઈન સ્ટાફને આવશ્યક પુરવઠો દાન કરવા માટે વિવિધ ભારતીય-અમેરિકન વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકલન કરીને કોવિડ સમય દરમિયાન અથાક મહેનત કરી રહ્યા છે. હું સમુદાયનો નેતા નથી. હું જાહેર સેવક છું, ભટ કહે છે. માર્ચ 2020 માં એક સમયે, જ્યારે સેનિટાઈઝરની ઉપલબ્ધતા થોડી અને ઘણી ઓછી હતી, ત્યારે ભટ્ટે માર્ચ અને એપ્રિલમાં કોબ પોલીસ હેડક્વાર્ટરને 150 થી વધુ હેન્ડ સેનિટાઈઝર અને 200 થી વધુ માસ્ક દાન કરવા માટે જય પારેખ અને વિરલ પારેખ, જય રાવલ અને રિંકી પટનાયક સાથે કામ કર્યું હતું. 2020. કોબ કાઉન્ટીના ચેરમેન માઇક બોયસ, પોલીસ ચીફ અને ડિરેક્ટર કોબ કાઉન્ટી ઇમરજન્સી દાન સ્વીકારવા માટે ઇવેન્ટમાં હાજર હતા.

જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાનું સપનું

image soucre

ગુજરાતી મૂળના યુવાન કાર્તિક ભટ્ટનું સપનું પોતાના રાજ્યને એક મોડલ સ્ટેટમાં પરિવર્તિત કરી દેવાનું છે. જો તે લેબર કમિશનર બને તો જ્યોર્જિયાની સિકલ અને સ્વરુપ ફેરવી નાખવા માગે છે. જ્યોર્જિયામાં 7 સ્ટાર હોટલ, વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ, વિશ્વની સૌથી ઊંચી ઈમારત, ગ્લોબલ બિઝનેસ હબ, આઇટી હબ, ટેક્નોલોજી હબ, વિશ્વની શ્રેષ્ઠ તબીબી કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ ડેન્ટલ કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ કાયદા કોલેજ, ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી મોટી ફૂડ કોર્ટ પણ બનાવવા. તેમને કહ્યું કે, આ માત્ર સપનું નથી, આ કામો થઇ શકે તેમ છે. આમ આ ગુજરાતી યુવાને પુરવાર કરી દીધું છે કે ભલે તે પોતે તેના વતનથી દૂર છે, પરંતુ દૂર જ્યાં પણ હોય ત્યાં માત્ર કર્મ કરીને પણ પોતાની પિછાણ બનાવી શકાય છે અને કોઈ પણ પ્રકારના વિવાદ વિના એક સારી છાપ બનાવી લોકોના કામકાજ કરી શકાય છે, સેવા પણ કરી શકાય છે. પછી ભલે ને તે અમેરિકા હોય કે ઈંડિયા ગુજરાતી યુવાનો પોતાનું ખમીર અને કૌશલ દેખાડવામાં ક્યાંય પણ પાછા પડતા નથી.