આ તારીખથી ગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસુ, પડશે સામાન્યથી ભારે વરસાદ

હાલમાં રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે જેને કારણે ખેતરમાં રહેલો પાક સુકાવા લાગ્યો છે અને ખેડૂતોની ચિંતા વધી છે. જો હવે ગુજરાતમાં વરસાદને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 3 દિવસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, 19-20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ 20-21 ઓગસ્ટ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image soucre

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 20-21 ઓગસ્ટ સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સિવાય 18 ઓગસ્ટથી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા. હવામાન વિભાગનું માનવામાં આવે તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં ચોમાસાનો પ્રારંભ આ વખતે સાધારણ રહ્યો છે અને અત્યારસુધી માત્ર 7.75 ઈંચ સાથે મોસમનો માત્ર 28.53% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ 13 ઓગસ્ટ સુધી 2019માં 17.44 ઈંચ સાથે મોસમનો 63.63% અને 2020માં 13.02 ઈંચ સાથે 47.50% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

image soucre

નોંધનિય છે કે, જો સમય સર વરસાદ થસે તો ખેડૂતોના પાકને નવુ જીવન મળશે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદની સંભાવનાથી પાણીની સમસ્યા ઉકેલાશે તેવી પણ આશા બંધાણી છે. નોંધનિય છે કે, રાજ્યમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા. જ્યાં વેરાવળમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. લાંબા સમય બાદ આવેલા વરસાદથી મગફળી, સોયાબીન જેવા ખેતીના પાકને સંજીવની મળી છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને જિલ્લાભરના ખેડૂતો કપાસ, મગફળી, તલ, એરંડા, ઘાસચારો અને શાકભાજીના સહિતના પાકોનું વાવેતર કરે છે.

image soucre

તો બીજી તરફ દેશના અન્ય વિસ્તારની વાત કરીએ તો, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ બનાવેલા ઉચ્ચ-વરસાદની મોસમ ફરી એક વખત તીવ્ર બનવાનો સમય છે, જે આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જો કે, આ વિરામ દરમિયાન પણ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બિહાર અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ છે. આ સિસ્ટમ આગામી કલાકો સુધી ચાલુ રહેવાની અને પછી ઓછી થવાની ધારણા છે.

image soucre

આ સિવાય, 15 ઓગસ્ટની આસપાસ પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર વધુ એક ચક્રવાતનું પરિભ્રમણ થવાની સંભાવના છે. આને કારણે, આગામી કલાકોમાં તે જ વિસ્તારમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે. આ ઉપરાંત, આગામી 1-2 દિવસ દરમિયાન બંગાળની ખાડીમાંથી મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.

image soucre

આ તમામ સિસ્ટમોની સંયુક્ત અસર હેઠળ 14 મી ઓગસ્ટે બિહારમાં અલગ -અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે. બીજી બાજુ, પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં 15 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે.

આ ખરાબ હવામાન પરિસ્થિતિઓને કારણે, IMD એ શુક્રવાર અને શનિવાર માટે આસામ, મેઘાલય, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ માટે ઓરેંજ ચેતવણી જારી કરી હતી. ખરાબ સ્થિતિ રવિવાર, 15 ઓગસ્ટ સુધીમાં ઓછી થવાની શક્યતા છે. તદનુસાર, આ વિસ્તારોમાં સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ વિશે ‘જાગૃત’ રહેવાની સલાહ આપવામાં આવી છે. આસામ, મેઘાલય, સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 16 ઓગસ્ટ સુધી આ જ ચેતવણી ચાલુ રહેશે.

image soucre

હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, તટીય આંધ્ર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેરળ, તટીય કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, લક્ષદ્વીપના કેટલાક ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ -કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ શક્ય છે. તે જ સમયે, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને આંતરિક મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ શક્ય છે.