ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી

ભાજપા હાઇકમાન્ડનો મોટો નિર્ણય – સી.આર પાટીલને બનાવવામાં આવ્યા ગુજરાત ભાજપાના નવા પ્રદેશ પ્રમુખ

છેલ્લા ઘણા સમયથી ગુજરાત ખાતેના ભાજપાના પ્રદેશ પ્રમુખના નામની ઘણી બધી અટકળો ચાલી રહી હતી. અને ઘણા બધા પીઢ નેતાઓ પણ તેની યાદીમાં હતા, પણ હવે આ નિર્ણય લઈ લેવામા આવ્યો છે ભાજપ હાઈકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢ અને અનુભવિ નેતા સી.આર. પાટીલને ગુજરાત ભાજપના પ્રદેશ અઘ્યક્ષ તરીકે નીમ્યા છે. અત્યાર સુધી આ પદ પર ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી હતા જેમનો કાર્યકાળ હાલ પૂરો થવા જઈ રહ્યો છે.

image source

સી.આર પાટિલ છે પી.એમ મોદીના અત્યંત વિશ્વાસુ

અત્યાર સુધી ભાજના અનુભવી અને પીઢ નેતા જીતુભાઈ વાઘાણી ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા તેઓ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય પણ છે. હાલ તેમનો કાર્યકાળ પુરો થવા જઈ રહ્યો છે માટે હાઇકમાન્ડે આ પદ માટે યોગ્ય વ્યક્તિની શોધ ચલાવી હતી. પણ હવે તેમણે તે વ્યક્તિને પસંદ કરી લીધી છે. તેઓ છે નવસારીના સાંસદ સી.આર. પાટિલ જેઓ ભાજપના પીઢ નેતા છે. અને પી.એમ મોદીના અત્યંત વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક છે.

ગુજરાત માટે આ એક નવો અનુભવ છે કે એક નોન ગુજરાતી નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આમ કરીને ભાજપે એ પણ સાબિત કર્યું છે કે તેઓ ગુજરાતમાં પાર્ટી બાબતેના નિર્ણયો લેવામાં વિવિધ પ્રયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે સીઆર પાટીલ મૂળે મહારાષ્ટ્રીયન છે પણ તેઓ છેલ્લી ત્રણ ટર્મથી નવસારી લોકસભાના સાંસદ તરીકે વારંવાર ચુંટાતા આવ્યા છે.

image source

સી.આર. પાટીલ બાબતે થોડું જાણી લઈએ

સી.આર. પાટીલનું પુરું નમ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે. તેમને સૂરતમાં સી.આર પાટીલ તરીકે ઓળખવામા આવતા હતા પણ ધીમે ધીમે આખો દેશ તેમને સી.આર. પાટીલ તરીકે જ સંબોધવા લાગ્યો છે. ઉપર જણાવ્યું તેમ તેઓ સતત 3 ટર્મથી લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે આમ લોકોનો તેમના પર એક અતૂટ વિશ્વાસ બની ગયો છે. તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લી લોકસભાની ચૂટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધાર લીડ મેળવીને જીત મેળવનાર નેતાઓમાં સી.આર. પાટીલનો ક્રમ ત્રીજો રહ્યો હતો. આમ તેઓ એક મોટા ગજાના નેતા છે અને પોતાની પીઢતા તેમજ વર્ષોના અનુભવથી તેઓ ગુજરાત ભાજપા માટે યોગ્ય નિર્ણય લેશે તેવો ભાજપા હાઇકમાન્ડને પૂર્ણ વિશ્વાસ છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સી.આર. પાટીલની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. અને આ નિમણૂંકને તાત્કાલિક ધોરણે લાગુ પાડવામાં આવી રહી છે. ગુજરાતને ભાજપાનો ગઢ કહેવામાં આવે છે અને ભાજપાને પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ગમે તે ચૂંટણીમાં તે પછી લોકસભાની ચૂંટણી હોય કે વિધાન સભાની ચૂંટણી હોય ગુજરાતના લોકો તેમને જ પસંદ કરશે માટે તેઓ ગુજરાતમાં પોતાના રાજકીય નિર્ણયો લેવા બાબતે જોખમ ઉઠાવતા પણ ખચકાતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત