હાર્દિક પંડ્યાએ પુત્ર અગસ્ત્ય સાથે શેર કરી ફ્લાઈટમાં તસવીર, સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ
ઈંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરનાર હાર્દિક પંડ્યાએ તેમના પુત્ર અગસ્ત્ય સાથેનો ફોટો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હાર્દિક પ્રથમ બે ટેસ્ટ માટે ચેન્નઈ પહોંચી ગયો છે અને બાકીના ખેલાડીઓની જેમ એક અઠવાડિયાનો ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો કરશે. ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવર શ્રેણીમાં હાર્દિકનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું હતું અને ટી-20 સીરિઝ જીતવા માટે તેણે ટીમમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર અગસ્ત્ય સાથેનો ફોટો શેર કર્યો છે, આ ફોટામાં હાર્દિક પુત્ર સાથે ફ્લાઈટમાં જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘મારા પુત્રની પહેલી ફ્લાઇટ.’ તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ ગયા વર્ષે જુલાઈમાં માતાપિતા બન્યા હતા અને આ બંન્નેએ તેમના સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને આ માહિતી શેર કરી હતી.
View this post on Instagram
નોંધપાત્ર વાત એ છે કે હાર્દિક પંડ્યાના પિતાનું તાજેતરમાં જ નિધન થયું હતું, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે ખૂબ ભાવનાત્મક સંદેશ લખ્યો હતો અને તેના પિતાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
View this post on Instagram
હાર્દિક પંડ્યાની પીઠની સર્જરીને ધ્યાનમાં રાખીને, તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હાર્દિક કાંગારૂ ટીમ સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર ફોર્મમાં દેખાયો હતો અને ત્રણ મેચમાં 105ની ઉત્તમ સરેરાશથી 210 રન બનાવ્યા હતા. તે જ સમયે, ટી 20 સિરીઝમાં, પંડ્યાએ સરસ પ્રદર્શન કરી અને 156ના સ્ટ્રાઇક રેટથી 78 રન બનાવ્યા.
View this post on Instagram
જ્યારે હાર્દિકના ઘરે પુત્રનું અવતરણ થયું ત્યારે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુશીની આ ખબર બધા સાથે શેર કરી હતી. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે તેણે એક તસવીર શેર કરી હતી અને એ શેર કરેલી તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. ત્યારે હેવ આ બીજી તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી નતાશા સ્ટેકોવિચ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નતાશા સોશિયલ મીડિયા પર તેના પુત્ર અગસ્ત્ય સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પુત્રની તસવીરો શેર કરી છે.
જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એ પહેલા નતાશાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે એક સુંદર વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં અગસ્ત્ય તેની માતા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત