સતત ખરાબ પ્રદર્શનના કારણે BCCI એ હાર્દિક પંડ્યાને મુંબઈ મોકલવાની કરી તૈયારી

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા દુનિયાભરમાં પોતાની ઘાતક બેટિંગ અને બોલિંગમાં માટે જાણીતો થયો છે. હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા પીચ પર ઉતરે છે ત્યારે પોતાની બેટિંગ સ્કીલથી મેચનું પરિણામ બદલી દેવા માટે પણ પ્રખ્યાત છે. પરંતુ હાલ ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક ટીમ ઇન્ડિયાની સૌથી નબળી કડી સાબિત થઇ રહ્યો છે.

image soucre

હાર્દિક પંડ્યા પોતાની બેટિંગથી તો કોઈ કમાલ નથી દેખાડી શક્યો પરંતુ બોલિંગમાં પણ ટીમ ઇન્ડિયા માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તેવામાં તેના ખરાબ પ્રદર્શનને લઇને ટીમમાં તેને જગ્યા મળશે કે કેમ તેને લઈને સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા.

image soucre

આ તમામ અટકળો વચ્ચે હાર્દિક પંડ્યા ના સિલેક્શન ને લઈને એક મોટો ખુલાસો થયો છે. આમ તો ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા ને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં નહીં આવે અને તે ભારત પરત ફરશે. પરંતુ હવે સામે આવ્યું છે કે ધોની ના કહેવાથી હાર્દિક પંડ્યા ને ફરી એક વખત તક મળી છે. સૂત્રોનું જણાવ્યું છે કે સીલેક્ટર્સ આઇપીએલ પછી જ હાર્દિક પંડ્યા ને ભારત મોકલી દેવા ઇચ્છતા હતા. કારણ કે તેણે આઈપીએલમાં બોલિંગ કરી ન હતી.

image soucre

પરંતુ એમ એસ ધોની એ તેનો પક્ષ લઈ અને હાર્દિક પંડ્યાની ટીમમાં એક ફનીશર તરીકે સામેલ કરવાની વાત સિલેક્ટર સામે કહી હતી. હાર્દિક પંડ્યા હાલ તો ટીમ ઇન્ડિયા માટે સૌથી નબળી કડી છે પરંતુ તેમ છતાં આશા છે કે તે ટીમમાં નીચલા ક્રમે આવી તોફાની બેટિંગ કરીને મેચના પરિણામ ને ભારતની તરફેણમાં બદલી શકે છે.

image soucre

જોકે લાંબા સમય બાદ ગત બુધવારે હાર્દિક પંડ્યાએ બોલિંગ માટે નેટ પ્રેક્ટિસ કરી હતી. તેના કારણે સંભાવના વધી ગઇ છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ની ભારત ની મેચ માં તે ઓલરાઉન્ડર તરીકે વાપસી કરશે. આમ પણ ટીમ ઇન્ડિયા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ની મેચ જીતવી ફરજિયાત બની ચૂકી છે શરૂઆતી મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયા માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી જરૂરી છે.

image soucre

મહત્વનું છે કે હાર્દિક પંડ્યાએ છેલ્લે જુલાઈ મહિનામાં શ્રીલંકા વિરુદ્ધ ની ટુર્નામેન્ટમાં બોલિંગ કરી હતી. ત્યાર પછી મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતા પણ તેણે એક પણ ઓવર ફેંકી ન હતી. પાકિસ્તાન વિરુદ્ધ ની મેચમાં પણ બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ના ખભા પર ઇજા થઇ હતી જેના કારણે ભારતના પછી તે મેદાન પર ઊતરી શક્યો ન હતો. હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો નથી જેના કારણે ટીમ ઇન્ડિયાનું સંતુલન પણ ખોરવાઈ ગયું છે. આ કારણે બીસીસીઆઇ પણ હાર્દિક પંડ્યા ને ભારત પરત મોકલી દેવાની વિચારણામાં હતું. પરંતુ ધોનીએ હાર્દિક પંડ્યા પર ફરી એકવાર ભરોસો વ્યક્ત કર્યો છે. જેના કારણે હાર્દિક ને ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે રમવાની તક મળી છે.