હવે પેટ્રોલના ભાવ વધવાનું નહીં રહે ટેન્શન, આ ટેકનિકથી પાણી વડે ચાલશે બાઈક

પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરીને આવી કીટ તૈયાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની મદદથી બાઇક ફક્ત 30 રૂપિયાના ખર્ચે 100 કિ.મી. દોડી શકે છે. આવો દાવો કરવામાં આવ્યો છે અકોલામાં બીએસસીનો અભ્યાસ કરનારા પાંચ વિદ્યાર્થીઓ દ્વારા. લોકડાઉનનો ઉપયોગ આ વિદ્યાર્થીઓએ આ કીટ તૈયાર કરવા માટે કર્યો હતો.

પાણીની મદદથી બાઇક ચલાવી

image source

વિદ્યાર્થી યશ જાયલે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે તે દસમા ધોરણમાં ભણતો હતો, ત્યારે પેટ્રોલ ખતમ ન થઈ જાય ત્યાં સુધી તે પિતાની બાઇક ચલાવતો હતો. આને કારણે તેમને ઘરે ઘણું શાંભળવું પડતું હતું અને ત્યારે હું વિચારતો હતો કે કદાચ બાઇક પેટ્રોલને બદલે પાણીથી દોડે તો. 12 પાસ થયા બાદ યશે બીએસસીમાં પ્રવેશ લીધો. લોકડાઉન દરમિયાન યશ અને તેની સાથે અભ્યાસ કરતા ચાર મિત્રોએ મળીને પાણીની મદદથી બાઇક ચલાવી શકે તેવી કિટ બનાવવાનું કામ કર્યું હતું. આ ચાર વિદ્યાર્થીઓમાં મંદીર કાલે, મહેશ ઘાટે, શાંતનુ ઝકરડે અને અભિજિત ડામરે શામેલ છે. તેણે કીટનો ઉપયોગ કરવા માટે જૂની બાઇક અને એન્જિનમાં ફેરફાર કર્યો. ખારા પાણી માંથી હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસને અલગ કરીને, તેનો ઉપયોગ પિસ્ટનના કમ્બશન માટે કર્યો.

કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી

image source

યશે દાવો કર્યો છે કે આ પદ્ધતિથી બાઇક ચલાવવાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. તેનું સપનું પૂરું કરવા માટે આ સંશોધન પાછળ યશ દ્વારા દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. યશ કહે છે કે જો તેમને સરકાર તરફથી સહાય મળે કે અનુદાન મળે, તો તેઓ એડવાન્સ કીટ બનાવી શકે છે જેથી લોકોને આ ટેકનોલોજીથી ચાલતા બાઇકની કીટ ઓછા ખર્ચે મળે. યશ અને તેના સાથીદારો માને છે કે આવી બાઇક પેટ્રોલ અને ડીઝલ કરતા વધુ સુરક્ષિત મુસાફરી કરી શકાય છે. પેટ્રોલ અને ડીઝલના ઉપયોગથી ઉત્પન્ન થયેલ કાર્બન ગેસ ગ્લોબલ વોર્મિંગનું એક મુખ્ય કારણ છે.

પેટન્ટ માટે અરજી કરી

image source

યશે તરફથી તેની કિટની ડિઝાઇનની પેટન્ટ મેળવવા માટે પેટન્ટ, કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટને અરજી કરી છે. યશના પિતા ડો.શ્રીકાંત જેલેના જણાવ્યા અનુસાર આ તકનીકને માન્યતા મળે તે માટે સરકાર સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આરટીઓ પાસેથી મંજૂરી માટે પહેલા આ કરવું જરૂરી

image source

યશ જાયલે અને તેના સાથીઓના દાવાના સંબંધમાં અશોલાના સહાયક પરિવહન અધિકારી ગોપાલ વરોકર સાથે એક મીડિયા હાઉસે વાત કરી. તેમણે કહ્યું કે, આવી કીટથી ચાલતી બાઇકુનં આરટીઓથી આરટીઓ કરવું હોય તો પહેલા આ બાઇકનું મોડેલ રિચર્સ માટે ARAI (ઓટોમોબાઈલ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા), પુણે અને VRDE (વ્હિક્લસ રિચર્સ ડેવલપમેન્ટ ઈસ્ટેબ્લિશમેન્ટ), અહમદનગરને આપવું પડશે. VRDE ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેસન (DRDO) ની એક પ્રયોગશાળા છે. આવી બાઇક આરટીઓ પાસેથી આ બંને સ્થળોએથી ગ્રીન સિગ્નલ મેળવ્યા બાદ જ મંજૂરી મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત